Important StoriesNATIONALગુજરાતી

તારક મહેતા… ના ‘ગોગી’ને જાનથી મારી નાખવાની ધમકી મળી

  • તારક મહેતા..ના ગોગીને મળી જાનથી મારી નાખવાની ધમકી
  • સમય સીરીયલમાં નિભાવે છે ગોગીની ભૂમિકા
  • સમયે પોલીસ ફરિયાદ પણ નોંધાવી

મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એક્ટર સમય શાહ પર તેના એપાર્ટમેન્ટમાં કેટલાક ગુંડાઓએ હુમલો કર્યો હતો.આ સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

એક્ટરએ સોશિયલ મીડિયા પર આ ઘટનાના સીસીટીવી ફૂટેજનો ફોટો શેર કર્યો છે અને અકસ્માત અંગે સંપૂર્ણ માહિતી આપી છે. સમય સીરીયલમાં ગોગીની ભૂમિકા નિભાવે છે.

આ ઘટના 27 ઓક્ટોબરના રોજ બોરીવલીમાં બની હતી. સમયે ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ પર આ ઘટનાના સીસીટીવી ફૂટેજનો ફોટો શેર કરતા તેના ફેંસને આ વાતની જાણકારી આપી છે. સમયે પોલીસ ફરિયાદ પણ કરી છે.

સમયનું કહેવું છે કે, તેઓ તે લોકોને ઓળખતા નથી. તેણે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે,અને કારણ વગર ઉદ્ધત ભર્યું વર્તન કરી રહ્યા હતા. તેણે કહ્યું કે,”મને નથી ખબર કે તેઓએ આવું કેમ કર્યું.”