શ્રીલંકામાં ગંભીર ઇંધણ સંકટ: હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ કામ થશે
કોલંબો, 17 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં (મિડલ ઈસ્ટ) ચાલી રહેલા લાંબા યુદ્ધની સીધી અને ગંભીર અસર હવે શ્રીલંકા પર જોવા મળી રહી છે. દેશમાં ઇંધણના મર્યાદિત જથ્થાને બચાવવા માટે શ્રીલંકા સરકારે કામકાજના દિવસો ઘટાડીને અઠવાડિયામાં માત્ર ચાર દિવસ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નવો નિયમ શાળાઓ, યુનિવર્સિટીઓ અને તમામ સરકારી સંસ્થાઓ પર લાગુ થશે. […]


