ગુજરાતમાં લસણનું 21,516 હેકટરમાં બમ્પર વાવેતર, સારા ભાવની આશાએ ખેડુતોએ વાવેતર વધાર્યું
રાજકોટ : સૌરાષ્ટમાં આ વર્ષે રવિ સીઝનનું સારૂએવું વાવેતર થયું છે. ખરીફપાકના સારા ભાવ મળવાથી ખેડુતોએ પણ ખૂશખૂશાલ બનીને રવિ સીઝનમાં વાવેતર વધાર્યું છે. જેમાં લસણનું વાવેતર દોઢા કરતા વધી જતા નવી સીઝનમાં પાક બમ્પર થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-ગુજરાત જ નહીં લસણ પકવતા મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં પણ સવાયાથી દોઢાં વાવેતર થયાં હોવાની ખબરો મળી […]