1. Home
  2. Tag "Address"

હું આપણી વ્યક્તિગત સ્વતંત્રતા અને નાગરિક અધિકારો માટે કામ કરવાનું યથાવત રાખીશઃ જો બિડેન

ચૂંટણીની રેસમાંથી ખસી જવાના નિર્ણયની ઘોષણા કર્યા પછી પ્રથમ વખત રાષ્ટ્રને સંબોધિત કરતા, બિડેને અનેક મુદ્દાઓ પર પોતાની વાત અમેરિકાની જનતા સમક્ષ મુકી.. તેમણે પોતાના બાકી રહેલા રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ દરમ્યાન કઇ બાબતો પર પોતે ફોક્સ કરશે તે અંગે પણ વાત કરી. જો બિડેને ડેમોક્રેટિક પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટ માટે ચૂંટણી લડી રહેલી કમલા […]

રાજ્યસભામાં PM મોદીના સંબોધન વચ્ચે વિપક્ષનું વોકઆઉટ, અધ્યક્ષે વોકઆઉટની નિંદા કરી

નવી દિલ્હીઃ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડી’ના ઘટકોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. તેમની માંગ એવી હતી કે, વડાપ્રધાનના સંબોધન દરમિયાન વિપક્ષના નેતાને હસ્તક્ષેપ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પીએમ મોદીના જવાબ વખતે હસ્તક્ષેપ […]

સંસદમાં રાષ્ટ્રપતિના સંબોધનને નરેન્દ્ર મોદીએ પ્રગતિ અને સુશાસનનો રોડમેપ ગણાવ્યો

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના સંબોધનને વ્યાપક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, તેમાં પ્રગતિ અને સુશાસનનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે.  પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમના સંબોધનમાં રાષ્ટ્રપતિએ ભારતની સિદ્ધિઓ અને સંભાવનાઓ તેમજ નાગરિકો માટે વધુ સારા જીવન માટે સામૂહિક પ્રયાસો દ્વારા બનાવવાની જરૂર હોય તેવા […]

ગાડીની આરસી પરનું સરનામું બદલવા માંગો છો? કયા દસ્તાવેજોની જરૂર પડશે અને કેવી રીતે બદલવું?

વાહન પંજીકરણ પ્રમાણપત્ર આરસીબુક જરૂરી દસ્તાવેજ હોય છે અને તેમાં દાખલ કરેલ વિગતો સચોટ હોવી જોઈએ, પણ વિવિધ પરિસ્થિતિયોના કારણે તેના પરની ડિટેલ ખોટી હોઈ શકે છે કે તેને અપડેટ કરવાની જરૂર પડે છે. વાહન આરસી પર સરનામાની ડિટેલ ઓનલાઈન કે ઓફલાઈન બંન્ને રીતે કરી શકાય છે. જોકે આરસી પર સરનામું બદલતા પહેલા ચોક્કસ દસ્તાવેજો […]

કોંગ્રેસે ભ્રષ્ટાચારમાં બેવડી પીએચડી કરી હોય તેવું લાગે છે: PM મોદી

નવી દિલ્હીઃ  ભારતીય જનતા પાર્ટી (BJP) ના ટોચના નેતા, સૌથી મોટા સ્ટાર પ્રચારક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબમાં એક વિશાળ ફતેહ રેલીને સંબોધી હતી. હોશિયારપુરમાં એક જનસભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, ‘આ સમય છે, આ જ યોગ્ય સમય છે’ . આજે ફરી કહું છું કે 21મી સદી […]

આપણે ઉજ્જવળ આવતીકાલ માટે આજે સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવું પડશે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરની આંતરરાષ્ટ્રીય પરિષદના છઠ્ઠા સંસ્કરણને સંબોધન કર્યું હતું.  આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમની સહભાગિતા આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં મહત્ત્વપૂર્ણ મુદ્દા પર વૈશ્વિક ચર્ચા અને નિર્ણયોને મજબૂત કરશે. વર્ષ 2019માં કોએલિશન ફોર ડિઝાસ્ટર રિસાયલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપનાથી લઈને અત્યાર સુધીમાં તેની પ્રભાવશાળી વૃદ્ધિ […]

સંભવિત મહિલાઓને તકો મળવી જોઈએ, તેમના જીવનમાં ‘જો અને પણ’ નો સમય પૂરો થયો: PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવન ખાતે રાજ્યસભાને સંબોધન કર્યું હતું. ગૃહને સંબોધતા વડાપ્રધાને ટિપ્પણી કરી કે આજનો પ્રસંગ ઐતિહાસિક અને યાદગાર છે. તેમણે લોકસભામાં તેમના સંબોધનને યાદ કર્યું અને આ ખાસ અવસર પર રાજ્યસભાને સંબોધવાની તક આપવા બદલ અધ્યક્ષનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્યસભાને સંસદનું ઉપલું ગૃહ ગણવામાં આવે છે તેની […]

લાયન કન્‍ઝર્વેશન એન્‍ડ પ્રોટેક્શનની યોજનાઓ અને પ્રોજેક્ટ્સ અસરકારક બનાવ્યા છે : મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે સિંહના સંરક્ષણ, સંવર્ધનને પ્રાથમિકતા આપીને લાયન કન્‍ઝર્વેશન એન્‍ડ પ્રોટેક્શનની યોજનાઓ તથા પ્રોજેક્ટ્સ અસરકારક અને વ્યાપક બનાવ્યા છે. મુખ્યમંત્રી ગાંધીનગરમાં વિશ્વસિંહ દિવસ-2023ની ગરિમામય ઉજવણીમાં સંબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ ઉજવણીમાં બાયસેગના માધ્યમથી સહભાગી થયેલી 74 તાલુકાઓની સાત હજાર ઉપરાંત શાળાઓ, વન્યપ્રાણી પ્રેમી નાગરિકો, […]

“મહિલાઓના આર્થિક સશક્તિકરણ” અંગે પીએમ મોદી વેબિનારમાં સંબોધન કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે “મહિલાઓના આર્થિક સશક્તિકરણ” વિષય પર બજેટ પછી યોજનારા વેબિનારના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કરશે. આ વેબિનારનું આયોજન મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેમજ ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા કરાયું છે. આ વેબિનાર મહિલાઓની માલિકીના અને મહિલાઓના નેતૃત્વ હેઠળના વ્યાવસાયિક સાહસોના દીર્ઘકાલિન વિકાસ માટે મનોમંથન કરવાના અને મજબૂત માર્ગો તૈયાર કરવાના […]

સરકારની તમામ યોજનાઓમાં મહિલાઓના હિતને સર્વોપરી રાખવામાં આવ્યું છેઃ રાષ્ટ્રપતિનું સંસદમાં સંબોધન

નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર મંગળવારે સવારે શરૂ ગયું હતું. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી થઈ હતી. રાષ્ટ્રપતિએ લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, આજે આંદામાન અને નિકોબારમાં અમે સુભાષ ચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજનું સન્માન કર્યું હતું. તાજેતરમાં જ મારી સરકારે નેતાજી પર એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code