1. Home
  2. Tag "advertisement"

પેરિસ ઓલિમ્પિક : ભારતીય પુરુષ હોકી ટીમની જાહેરાત

હોકી ઈન્ડિયાએ આગામી પેરિસ ઓલિમ્પિક 2024 માટે 16 સભ્યોની ભારતીય પુરૂષ ટીમની જાહેરાત કરી છે. પેરિસ ઓલિમ્પિક્સ 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 દરમિયાન યોજાશે. હોકી ઈન્ડિયા દ્વારા જાહેરકરાયેલી એક પ્રેસ રીલીઝ મુજબ, ટીમમાં પાંચ ઓલિમ્પિક ડેબ્યુટન્ટ્સ સાથે, બેંગલુરુના SAI સેન્ટર ખાતે ચાલી રહેલા રાષ્ટ્રીય શિબિરમાં સઘન તાલીમ અને તૈયારીથી પ્રેરાઈને ટીમ નવા અભિગમથી ભરેલી છે. ભારતીય […]

T20 વિશ્વકપઃ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરાઈ, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન

મુંબઈઃ આગામી ટી20 વર્લ્ડકપને લઈને ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની કેપ્ટનશીવમાં ટીમ ઈન્ડિયા રમતી જોવા મળશે. જ્યારે હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટનશીપ કરતા જોવા મળશે. ટીમમાં બે વિકેટકીપર તરીકે ઋષભ પંત અને સંજૂ સેમસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે કે.એસ.રાહુલને ટીમની બહાર કરવામાં આવ્યો છે. ટી20 વિશ્વકપની શરૂઆત જૂન મહિનામાં વેસ્ટઈન્ડિઝ-અમેરિકાના આયોજન હેઠળ […]

સોશિયલ મીડિયા પ્રભાવકોને કેન્દ્રએ કર્યા એલર્ટ, ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાત ના કરો

નવી દિલ્હીઃ ઓનલાઈન સટ્ટાબાજી, સાથે જોડાયેલા ઓનલાઈન પ્લેટફોર્મની જાહેરાત કરતા સોશિયલ મીડિયાના પ્રભાવકો માટે કેન્દ્ર સરકારે ચેતવણી જાહેર કરી છે. કેન્દ્રિય માહિતા તેમજ પ્રસારણ મંત્રાલયે સોશિયલ મીડિયાના તમામ ઈંફ્લુએન્સર અને પ્રભાવશાળી લોકોને સલાહ આપતા ઓનલાઈન સટ્ટાબાજી અને જુગારના પ્લેટફોર્મનો પ્રચાર અથવા જાહેરાત કરવાનું ટાળવા કહ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે જાહેરાત કરતા ખાસ કરીને યુવાનો […]

ભારતીય ક્રિકેટ ટીમનો કીપર દિનેશ કાર્તિક IPL બાદ નિવૃત્તિની જાહેરાત કરે તેવી શકયતા

મુંબઈઃ ભારત અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેની છેલ્લી સીઝન માટે તૈયારી કરી રહ્યો છે. આ અનુભવી ખેલાડી આગામી સિઝનના અંત પછી નિવૃત્તિ લઈ શકે છે. IPL 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે અને RCB ટીમ ચેપોક સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પહેલા જ દિવસે પોતાના […]

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટઃ કચ્છમાં અદાણી ગ્રુપ ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ કરાશે, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની જાહેરાત

અમદાવાદઃ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ બુધવારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રાજ્યમાં રૂ. 2 લાખ કરોડથી વધુના રોકાણની જાહેરાત કરી હતી. આમાં મુખ્યત્વે ‘ગ્રીન એનર્જી પાર્ક’નું નિર્માણનો સમાવેશ થાય છે, જે અવકાશમાંથી પણ જોઈ શકાશે. ગાંધીનગરમાં યોજાઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ગૌતમ અદાણી ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. વાઈબ્રન્ટ ગુજરાત […]

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી ઉભી થયેલી પૂરની સ્થિતિને લઈને રાહત પેકેજની જાહેરાત

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં ભારે વરસાદ વરસ્યો હતો. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઉપરાંત નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ભરૂચ સહિતના નર્મદા નદીના કિનારાના વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. જેથી ખેતીને વ્યાપક નુકશાન થયું હતું. દરમિયાન રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા […]

હિમાચલમાં આફત પીડિતોને જરુરી મદદની છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલની જાહેરાત

રાયપુરઃ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે હિમાચલ પ્રદેશના આપત્તિ પીડિતોની મદદ માટે 11 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. બઘેલે આજે ટ્વીટ કરીને આ રકમની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અમે બધા છત્તીસગઢના રહેવાસીઓ આ સંકટમાં હિમાચલના લોકો સાથે ઉભા છીએ. તેમણે હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ સાથે ફોન પર વાત કરી અને […]

ઈમ્પીરીયલ કોલેજ લંડનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પૃથ્વી વિજ્ઞાન માટે રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), વડા પ્રધાન કાર્યાલય, કર્મચારી, જાહેર ફરિયાદ, પેન્શન, અણુ ઊર્જા અને અવકાશ વિભાગના રાજ્ય પ્રધાન ડૉ. જિતેન્દ્ર સિંહે યુકેમાં ઇમ્પિરિયલ કૉલેજ લંડનની મુલાકાત લીધી હતી અને કૉલેજમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું […]

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે આચારસંહિતા લાગુ થઈ

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ છે. જેથી રાજ્ય સરકાર તથા સ્થાનિક તંત્ર કોઈ પણ જાહેર કાર્યક્રમ યોજી શકાશે નહી, તેમજ સરકાર પણ કોઈ વિકાસ કાર્યોની જાહેરાત કરી શકશે નહીં. સુત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પહેલાથી જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીયપક્ષોએ શરૂ કગરી […]

અગ્નિપથ યોજનાના વિરોધમાં દિલ્હી કૂચની જાહેરાતને પગલે પોલીસ બંદોબસ્ત તૈનાત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

નવી દિલ્હીઃ સેનાની ભરતી માટે અગ્નિપથ યોજનાના વિરોધમાં ઘણી સંસ્થાઓએ ભારત બંધનું એલાન કર્યું હતું. બંધનું એલાન કરનારા કેટલાક સંગઠનોએ દિલ્હી કૂચની પણ જાહેરાત કરી હતી. દિલ્હી પોલીસ આ અંગે સતર્ક બની હતી અને રાજધાનીના તમામ એન્ટ્રી પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. જેથી સવારથી ધીમો પડેલો વાહન વ્યવહાર ટ્રાફિક જામમાં ફેરવાઈ ગયો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code