1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદના ધારાસભ્યોની વણવપરાયેલી 3 કરોડથી વધુ ગ્રાન્ટનો હવે AMC દ્વારા ઉપયોગ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં તમામ ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. પણ ઘણા ધારાસભ્યો પોતાની ગ્રાન્ટનો વિકાસના કામો માટે પુરતો ઉપયોગ કરી શક્તા નથી. અમદાવાદ શહેરના 14  ધારાસભ્યોની બે વર્ષની ગ્રાન્ટમાંથી વણવપરાયેલી  સાડા ત્રણ કરોડ રૂપિયા જેટલી રકમ હવે મ્યુનિ.કોર્પોરેશનના હવાલે કરવામાં આવી છે. આ રકમમાંથી મ્યુનિ. દ્વારા હવે વિકાસના […]

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે સ્કૂટર ડિવાઈડર સાથે અથડાતા યુવાનનું મોત

અમદાવાદઃ શહેરના વૈષ્ણોદેવી સર્કલ નજીક સીબીડી મોલ સામેના રોડ પર એકસેસ સ્કૂટર સ્લીપ ખાઈને ડિવાઈડર સાથે અથડાતા ગંભીર ઈજાઓ થવાથી 23 વર્ષીય યુવાનનું મોત નિપજ્યુ હતું. અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદ અને ગાંધીનગરમાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે વધુ એક અકસ્માત શહેરના વૈશ્નોદેવી સર્કલ નજીક બન્યો […]

ગુજરાતના કલાસર્જકો અમદાવાદની પોળોને વોટર કલરના માધ્યમથી સપ્તરંગી રંગોમાં સર્જન કરશે

અમદાવાદઃ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ 2023 અંતર્ગત એલિકઝર ફાઉન્ડેશન અને કલા પ્રતિષ્ઠાન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ હેરિટેજ એવી અમદાવાદની પોળો પર વોટરકલર સ્પર્ધા યોજાશે. આ અંતર્ગત ગુજરાતભરના 100થી વધુ ચિત્રકારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આગામી તા.13મી ઓગસ્ટને રવિવારે વોટરકલર લાઈવ કોન્ટેસ્ટનું આયોજન કરાશે. જેમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી શરૂ થતા હેરિટેજ વોક પર આવતી તમામ ઐતિહાસિક પોળો પર […]

ગુજરાત યુનિ. કેમ્પસમાં આવેલી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીના મુદ્દે NSUIનો હોબાળો

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓના મુદ્દે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. આ હોસ્ટેલમાં NSUIના કાર્યકરોએ જઈને ‘ન્યાય આપો’ના નારાબાજી સાથે હોબાળો કર્યો હતો. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને જમવાની, પીવાના પાણીની તથા વીજળીની સુવિધા પણ મળતી ન હોવાના આક્ષેપ સાથે NSUI દ્વારા દેખાવો કરાયા હતા. ત્યાર બાદ […]

અમદાવાદમાં વર્ષો જુના એલિસબ્રિજની કાયાપલટ કરાશે, AMCએ બનાવ્યો પ્લાન

અમદાવાદ: શહેરમાં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન બનાવેલો ઐતિહાસિક એલિસબ્રિજ વર્ષો પછી પણ અડિખમ ઊભો છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી વાહનો માટે બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. ત્યારબાદ રાહદારીઓ માટે પણ બંધ કરાયો છે. શહેરના ભવ્ય ભૂતકાળ સાથે પણ બ્રિજ જોડાયેલો છે. અલિસબ્રિજ આજે પણ એના સ્ટ્રક્ચર માટે આજે પણ બેનમુન છે. એટલે જ એની હયાતી જળવાઈ […]

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર 12મી ઓગસ્ટથી પુનઃ જોય રાઈડ શરૂ કરાશે, ટિકિટના ભાવમાં વધારો

અમદાવાદઃ શહેરના સાબરમતિ રિવરફ્રન્ટથી હેલિકોપ્ટરની જોય રાઈડ સેવા શરૂ કરવામાં આવી હતી. શહેરીજનો આકાશી નજારો માણી શકે તે માટે આ સેવા શરૂ કરવામાં આવી હતી. કેટલાક મહિના આ સેવા કાર્યરત રહ્યા બાદ હેલિકોપ્ટર જોય રાઇડનો કોન્ટ્રાક્ટ રિન્યૂ નહીં થતાં તે અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે ફરીવાર રિવરફ્રન્ટ પર જોઈ રાઈડ શરૂ કરવામાં […]

અમદાવાદમાં ACBની ટ્રેપમાં પોલીસ કોન્સ્ટેબલ 4000ની લાંચ લેતા રંગેહાથ પકડાયો

અમદાવાદઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. ઘણા જાગૃત નાગરિકો ફરિયાદ કરે ત્યારે લાંચના કેસ પકડાતા હોય છે. જ્યારે ઘણા લોકો માથાકૂટમાં પડ્યા વિના લાંચ આપી દેતા હોય છે. તેના લીધે લાંચ લેતા કર્મચારીઓની હિંમત વધતી હોય છે. રાજ્યમાં મહેસુલ અને ગૃહ વિભાગના કર્માચારીઓ લાંત લેતા વધુ પકડાતા હોય છે. ત્યારે અમદાવાદમાં એક પોલીસ […]

અમદાવાદની શાળાઓમાં શિક્ષકોને શિક્ષણ કાર્ય દરમિયાન મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ

અમદાવાદઃ શહેરની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન કેટલાક શિક્ષકો મોબાઈલફોન પર વાતચિત અથવા તો વોટ્સઅપ પર સતત જોડાયેલા રહેતા હોય તેથી શિક્ષણકાર્ય પર પુરતું ધ્યાન આપી શકતા નથી. આવી ફરિયાદો જિલ્લા સિક્ષણાધિકારી (ડીઈઓ)ને મળતા તેમણે એક પરિપત્ર કરીને શિક્ષકોને શિક્ષણ કાર્ય દરમિયાન મોબાઈલ ફોનના ઉપયાગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અમદાવાદની ડીઈઓ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ […]

અમદાવાદમાં રોંગસાઈડમાં વાહન ચલાવશો તો પંકચર પડશે, ચાણક્યપુરી બ્રિજ પર બમ્પ લગાવાયા

અમદાવાદઃ શહેરના ઘણાબધા રસ્તાઓ અને બ્રિજ પર વાહનચાલકો બિન્દાસ્તથી રોંગ સાઈડમાં વાહનો ચલાવતા હોય છે. ચારરસ્તાઓ પર સિગ્નલ બંધ હોય ત્યારે કેટલાક વાહનચાલકો ડિવાઈડર ક્રોસ કરીને રોંગ સાઈડમાં વાહનો ઊભા રાખી દેતા હોય છે. એટલે સામે આવતા વાહનચાલકોને ખૂબ મુશ્કેલી પડતી હોય છે. ઘણીવાર તો અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. હવે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોંગ […]

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં સતત વરસાદી વાતાવરણને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારોમાં ઝાડા-ઊલટી, તાવ, ટોઈફોડ, ડેન્ગ્યુ સહિતના કેસો વધુ જોવા મળી જોવા મળી રહ્યા છે. જેમાં ઝાડા ઊલટીના કેસો 1100થી વધુ નોંધાયા છે. જુલાઇ મહિનામાં ઝાડા ઊલટીના 1139, ટાઇફોઇડના 451 અને ડેન્ગ્યુના 174 કેસો નોંધાયા હતા. જ્યારે કમળાના 166 કેસો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code