1. Home
  2. Tag "ATS"

અમદાવાદ: બાળક તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, નવજાત શિશુ બચાવાયું

અમદાવાદ, 29 જાન્યુઆરી 2026: શહેરમાં બાળક તસ્કરીના કાળા કારોબાર સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એ મોટી સફળતા મેળવી છે. એક સંયુક્ત ઓપરેશનમાં પોલીસે નવજાત શિશુના વેચાણના મોટા નેટવર્કને ઝડપી પાડી એક માસૂમ બાળકને રેસ્ક્યૂ કર્યું છે. આ મામલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત ATS ને […]

આતંકી સંગઠન સાથે સંકળાયેલા શખસને ATSએ નવસારીથી દબોચી લીધો

અમદાવાદ, 27 જાન્યુઆરી 2026:  ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્વોર્ડ (એટીએસ) રવિવારે નવસારીના ચારપુલ વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ છે, જે મૂળ ઉત્તરપ્રદેશના રામપુરનો વતની છે અને હાલ નવસારીમાં રહેતો હતો. ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હતો. ઓનલાઈન માધ્યમો અને અન્ય […]

બાયો ટેરરિઝમઃ એરંડીયાની મદદથી બનાવવામાં આવતા ઝેરનો એન્ટીડોટ ન હોવાનો ખુલાસો

નવી દિલ્હી: દેશમાં બાયો-ટેરરિઝમને લઈને અમદાવાદ એટીએસને મોટી સફળતા મળી હતી અને મોટા કાવતરાને નિષ્ફળ બનાવીને 3 આતંકવાદીઓને ઝડપી લીધા હતા. હૈદરાબાદના 35 વર્ષીય ડૉક્ટર અહમદ મોહિયુદ્દીન સૈયદની ધરપકડ સાથે આ કેસ વધુ ગંભીર બન્યો છે. તપાસમાં ખુલ્યું છે કે સૈયદ ઘાતક રિસિન વિષ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને દેશના અનેક મોટા બજારો તથા ભીડભાડવાળા […]

પીઆઈની જેમ કમરે રિવોલ્વર લટકાવીને રોલો પાડનારા ફેક લાયસન્સધારી 7 આરોપી પકડાયા

UID નંબરમાં છેડછાડ કરી UPથી 5-7 લાખમાં લાયસન્સ અને હથિયાર મેળવ્યા હતા, ગુજરાત ATSને નવ આરોપીઓ વિશેની જાણકારી મળી હતી, હથિયારના ફેક લાયસન્સ ઓલ ઇન્ડિયા એક્સેસવાળા હતા અમદાવાદઃ ગુજરાતમાં અગાઉ મણીપુર, મીઝોરમ અને સિક્કીમ સહિતના રાજ્યોના રહીશ બતાવીને હથિયારોના લાયસન્સ મેળવવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. અમદાવાદ, સુરત, સુરેન્દ્રનગર અને રાજકોટ સહિત શહેરોમાં ઘણા લોકોએ બહારના […]

મહારાષ્ટ્રમાં એનઆઈએ અને એટીએસના દરોડામાં 3 શકમંદો ઝડપાયાં

મુંબઈઃ રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ મહારાષ્ટ્રના અલગ-અલગ સ્થળોએથી ત્રણ શકમંદોની અટકાયત કરી હતી. એનઆઇએ એ મહારાષ્ટ્ર એટીએસ સાથે મળીને અમરાવતી, ભિવંડી અને સંભાજીનગર વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા અટકાયત કરાયેલા ત્રણેય પર પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં હોવાનો આરોપ છે. એનઆઈએ અને મહારાષ્ટ્ર એટીએસ, આ ત્રણેયની સઘન પૂછપરછ કરી રહી છે. NIA દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં […]

ગુજરાતમાં ડ્રગ્સ નાબુદી અભિયાન તેજ બન્યું, સાત દિવસમાં રૂ. 836 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદઃ ગુજરાતમાંથી ડ્રગ્સના દુષણને ઉગતું જ ડામી દેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને ડ્રગ્સ સામે મક્કમતાથી આરપારની લડાઈ લડવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. ત્યારે ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન જ નહિ, જંગ છેડી દીધી છે. છેલ્લા એક અઠવાડીયામાં એટલે કે તા.1લી ઓગષ્ટથી તા.7મી ઓગષ્ટ સુધીમાં ગુજરાત પોલીસે અલગ અલગ 9 […]

અમદાવાદ એરપોર્ટ પરથી ISISના ચાર આતંકી ઝડપાયાં

ગાંધીનગરઃ અમદાવાદ એરપોર્ટ પરથી ગુજરાત ATSએ ચાર આતંકવાદી ઝડપી પાડ્યા હતા. એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન એવા ISISના ચાર ચાર આતંકવાદીની ધરપકડ કરી છે. આ ચારે મૂળ શ્રીલંકાન નાગરિક અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ આ ચારેય શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે. ગુજરાતમાં અથવા અન્ય રાજ્યમાં કોઈ કનેક્શન છે કે નહીં તે શોધવાની […]

ભારતીય આર્મીની માહિતી પાકિસ્તાનને મોકલનારા આરોપીને ગુજરાત ATSએ દિલ્હીથી દબોચી લીધો

અમદાવાદઃ ગુજરાત એટીએસએ પાકિસ્તાનને ભારતીય આર્મીની માહિતી મોકલનારા એજન્ટને દિલ્હીથી દબોચી લીધો છે. પાકિસ્તાની આર્મી અથવા એજન્ટ સાથે મળીને ભારતીય આર્મીની ગુપ્ત માહિતી અને જમ્મુ-કાશ્મીર એરપોર્ટની માહિતી મોકલવાના કાવતરામાં મદદ કરનારા જામનગરના એક આરોપીની ગુજરાત એટીએસની ટીમે દિલ્હીથી ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. એટીએસના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત એટીએસ દ્વારા થોડા સમય પહેલા આણંદના તારાપુર […]

ગુજરાતઃ અરબી સમુદ્રમાં 2 શખ્સ 173 કિલો માદક દ્રવ્યોના જથ્થા સાથે ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબારને નાથવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ગઈકાલે પોરબંદર નજીક દરિયામાંથી ભારતીય કોસ્ટગાર્ડ, એનસીબી અને એટીએસએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રૂ. 600 કરોડની કિંમતના ડ્રગ્સ સાથે 14 જેટલા પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધો હતો. દરમિયાન સતત બીજા દિવસે પણ દરિયાઈ સીમામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ભારતીય સુરક્ષા દળોએ […]

પોરબંદર નજીક દરિયામાંથી ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાની નાગરિકો ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળાકારોને તોડી પાડવા અને આવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ઝડપી લેવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ગુજરાતના દરિયામાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે. ભારતીય કોસ્ટગાર્ડે એક ઓપરેશન હાથ ધરીને દરિયામાંથી 90 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 14 જેટલા પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધા હતા. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code