1. Home
  2. Tag "Bhavnagar"

ભાવનગર મહાનગરપાલિકાએ રથયાત્રાના રસ્તા પરથી દબાણ હટાવ્યા

ભાવનગર: આગામી અષાઢી બીજના રોજ શહેરમાં થોજાનાર ભગવાન શ્રી જગન્નાથજીની 37 મી રથયાત્રાને લઈને પોલીસ બીએમસી તથા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે છેલ્લા બે દિવસથી બીએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા રથયાત્રાના રૂટ પર સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી બીએમસી ના દબાણ હટાવ સેલ તથા એસ્ટેટ વિભાગ દ્વારા […]

ભાવનગરના મહિલા કોલેજના આચાર્યને ભાજપને વહાલા થવાનું ભારે પડ્યુ, વિવાદ થતાં અંતે રાજીનામું

ભાવનગરઃ શહેરની ગાંધી મહિલા કોલેજનાં આચાર્યએ તાજેતરમાં જ એક નોટિસ જાહેર કરી ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવવા માટે વિદ્યાર્થિનીઓને જણાવ્યું હતું. આ અભિયાન માટે વિદ્યાર્થિનીઓને ફરજિયાત કોલેજ આવવા જણાવ્યું હતું અને તેમને નોંધણી માટે પાસપોર્ટ સાઈઝનો ફોટો અને મોબાઈલ ફોન લઈ આવવા કહેવામાં આવ્યુ હતુ. કોલેજના મહિલા આચાર્યએ વિદ્યાર્થિનીઓને કરેલુ લેખિત ફરમાન સોશ્યલ મીડિયામાં વાયરલ થતા […]

ભાવનગર: ફાયરસેફ્ટીના સાધનો ન હોવાના કારણે 100 દૂકાનો બે કલાક માટે સિલ

બિઝનેસ સેન્ટરની 100થી વધુ દુકાનોને સિલ ઠપકાર્યા એક સાથે 100થી વધુ દુકાનો – ઑફીસૉને સીલ કરતાં હોબાળો દુકાનધારકોએ ખાત્રી આપતાં મામલો થાળે પડ્યો ભાવનગર: શહેરની વચ્ચોવચ્ચે આવેલા રુપમ ચોક સ્થિત બિઝનેસ સેન્ટરમાં ફાયરબ્રિગેડનો મોટો કાફલો આવી ચડ્યો હતો અને એક બાદ એક 100 થી વધુ દુકાનોને સીલ કરવામાં આવી હતી.આ કામગીરીને પગલે દુકાન ધારકોએ હોબાળો […]

ભાવનગરમાં 37મી રથયાત્રાની તડામાર તૈયારીઓ, ધજાઓ બનાવવાના કાર્યનો પ્રારંભ

ભાવનગરઃ શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ છેલ્લા 36 વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, સ્વ ભીખુભાઈ ભટ્ટ દ્વારા પેરિત ભાવનગરની રથયાત્રા માટે એક માસ પહેલા જ રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રાને લઈને તૈયારીઓનો શરૂ કરી દેવામાં આવી છે. જેમાં રથયાત્રાની ધજા બનાવવાનું કાર્ય બુધવારથી શરૂ કરવામાં આવ્યું છે. ભાવનગરમાં જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા 37મી […]

ભાવનગરના મીઠી વિરડી ન્યૂક્લિયર પ્લાન્ટના સ્થળે વાવેલા 700 વૃક્ષોની માવજત ગ્રામજનો કરી રહ્યા છે

ભાવનગરઃ  જિલ્લાના જસપરા મીઠીવીરડીના 6000 મેગાવોટના સૂચિત ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ સામે આ વિસ્તારમાં મોટું લોક આંદોલન થયુ હતું અને અંતે ગ્રામજનોની જીત થઈ હતી. આ વિસ્તારના ગ્રામ્યજનોએ પાવર પ્લાન્ટમાં જતી જમીનને બચાવીને તેના સ્થાને 4 એકર જમીનમાં 700 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તેમજ સાથે નાના તળાવનું પણ નિર્માણ કર્યું છે. મીઠીવીરડીના ગ્રામજનો પાવરપ્લાન્ટના સ્થળે […]

ભાવનગર જિલ્લાના મહુવામાં ગાંધીબાગ પોલીસ ચોકી નજીક કૂખ્યાત શખસે કર્યું ફાયરિંગ,

ભાવનગરઃ જિલ્લાના મહુવામાં ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર હોય એવું લાગતું નથી, અને કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનાં કારણે આવારા તત્ત્વો બેફામ બન્યા છે. ચોરી-લૂંટ, મારામારી સહિતના બનાવો રોજિંદા બની ગયા હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે મહુવામાં એક શખ્સે હાર્દસમા ગાંધીબાગ ચોકમાં ધડાધડ ફાયરીંગ કર્યા હતા. આ સમયે તેણે પકડવા પોલીસ ગઈ તો […]

ભાવનગરમાં દેવુ થઈ જતાં ચાર શખસોએ સિવિલ એન્જિનિયરનું અપહરણ કરીને ખંડણી માગી

ભાવનગરઃ શહેરમાં ચાર શખસોએ શોર્ટકટની રૂપિયા મેળવવા માટે એક સિવિલ એન્જિનિયરનું અપહરણ કરીને 4 કરોડની ખંડણી માગી હતી. પરંતુ ત્યારબાદ પોલીસનો ડર લગતા અપહરણકારોએ સિવિલ એન્જિનિયરને છોડી મુક્યા હતો પણ પોલીસે ચારેય અપહરકારોને દબોચી લીધા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર નજીક આવેલી વરતેજ GIDCમાં પ્રોજેક્ટ ધરાવતા 56 વર્ષના સિવિલ એન્જિનિયર મિલન શાહનું 31 મેના […]

ભાવનગર રેલવેની ટિકિટ ચેકિંગ ઝૂંબેશ, 14,870 મુસાફરો પાસેથી 1.08 કરોડ રૂપિયા દંડ વસુલાયો

ભાવનગરઃ ટ્રેનોમાં ખાસ કરીને જનરલ કોચમાં ટિકિટ લીધા વિના કેટલાક લોકો પ્રવાસ કરતા હોય છે. રેલવે દ્વારા સમયાંતરે ટિકિટ ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવતી હોય છે. ભાવનગર રેલવે ડિવિઝનમાં સતત સઘન ટીકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ. જેમાં મે મહિનામાં ટિકિટ વગર અને નિયમો વિરુદ્ધ મુસાફરી કરતા 14,870 મુસાફરો પાસેથી 1.08 કરોડ રૂપિયા દંડ વસુલવામાં […]

ભાવનગરમાં ચિત્રા મસ્તરામ મંદિર પાસે ત્રિપલ અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મોત, બેને ગંભીર ઈજા

ભાવનગર: શહેર અને જિલ્લામાં અકસ્માતો વધતા જાય છે. જેમાં કેટલાક લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે તો કેટલાક લોકોને ગંભીર ઈજા પહોંચતા આખું જીવન પથારીવશ રહેવું પડે છે. ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં મસ્તરામ મંદિર નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે […]

ભાવનગર શહેરના વિક્ટોરિયા પાર્કનું નામ બદલીને સ્વામી વિવેકાનંદ પાર્ક કરાશેઃ જીતુ વાઘાણી

ભાવનગરઃ શહેર અને જિલ્લો ઐતિહાસિક વારસો ધરાવે છે, ભાવનગર સ્ટેટના મહારાજા પણ પર્યાવરણ પ્રેમી હતી. વર્ષો પહેલા શહેરના સીમાડે વન ઊભુ કરવામાં આવ્યું હતું અને એનું નામ વિક્ટોરિયા પાર્ક આપવામાં આવ્યુ હતું. ઈંગ્લેન્ડના મહારાણીના નામ પરથી વન વિસ્તારનું નામ વિક્ટોરિયા પાર્ક રાખવામાં આવ્યું હતું , આજેપણ શહેરીજનો માટે વિક્ટોરિયા પાર્ક એક ઓળખ બની ગઈ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code