1. Home
  2. Tag "police"

ગ્રીષ્મા હત્યા કેસઃ અદાલતે આરોપી ફેનિલને ગુનેગાર જાહેર કર્યો

અમદાવાદઃ સુરતમાં ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ફેનિલને ગુનેગાર ઠરાવવામાં આવ્યો હતો. આવતીકાલે આરોપીને કોર્ટ સજાનો ચુકાદો સંભળાવે તેવી શકયતા છે. કોર્ટે આજીવન કેદ તથા ફાંસી કેમ ના આપવી તે અંગે આરોપી ફેનીલને સવાલ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગત 12મી ફ્રેબ્રુઆરીના રોજ સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ફેનિલ ગોયાણીએ સરાજાહેર […]

ઊના પંથકમાં લાઈમસ્ટોન ખાણોમાં ગેરકાયદે ખનન, પોલીસે ત્રણ સ્‍થળોએ દરોડો પાડતા ફફડાટ

ઊનાઃ ગીર સોમનાથ જિલ્‍લામાં ખાણ ખનીજ વિભાગના કથિત ભ્રષ્ટાચારને લીધે બેરોકટોક ખનીજચોરી થઈ રહી છે. આથી ખનીજની ચોરીને ડામવા માટે નવનિયુકત પોલીસવડાએ આદેશ કરતા ખાણ ખનીજ વિભાગને અંઘારામાં રાખી એએસપીના નેતૃત્‍વમાં પોલીસ ટીમોએ જિલ્‍લાના ઉના પંથકમાં ગતરાત્રીના ત્રણ ગેરકાયદેસર ચાલતી બિલ્‍ડીંલ લાઇમ સ્‍ટોનની ખાણો ઝડપી પાડતા ખનીજચોરોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે દરોડામાં 11 કટર મશીનો, […]

જહાંગીરપુરી હિંસાઃ ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી સુપ્રીમ કોર્ટે અટકાવી

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના જહાંગીરપુરી હિંસા કેસમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન વહીવટી તંત્ર દ્વારા આજે આરોપીઓના ગેરકાયદે દબાણ દૂર દરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી અટકાવી હતી. તેમજ સ્થિતિ જાળવી રાખવા નિર્દેશ કર્યો છે. બીજી તરફ તંત્ર દ્વારા કોર્ટના આદેશ છતા દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત રાખવાનો […]

જહાંગીરપુરી હિંસાઃ ઘટનાના એક દિવસ પહેલાનો વીડિયો સામે આવ્યો

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના જહાંગીરપુરી હિંસા કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. પોલીસ દ્વારા જહાંગીરપુરીમાં ઘટના સ્થળની આસપાસ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસમાં આવી રહ્યાં છે. પોલીસે લગભગ 200 જેટલા ફુટેજ તપાસ્યાં છે. દરમિયાન કાવતરુ ઘડીને હિંસાને અંજામ આપવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું […]

જહાંગીરપુરી હિંસામાં પોલીસને કડક કાર્યવાહી કરવા માટે ગૃહમંત્રી અમિત શાહે આપી સૂચના

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં સાંપ્રદાયિક હિંસા કેસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસને કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે, હિંસક અથડામણમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં, ભલે તે વર્ગ, સંપ્રદાય અથવા ધર્મના હોય. પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. તેમજ આરોપીઓને ઝડપી […]

જહાંગીરપુરી હિંસા કેસ: પોલીસની 14 ટીમો બનાવીને શરૂ કરાઈ તપાસ

નવી દિલ્હીઃ દિલ્હીના જહાંગીરપુરીમાં ફાટી નીકળેલી હિંસાના પ્રકરણમાં પોલીસે 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ દિલ્હી ક્રાઈમબ્રાન્ચે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે. પોલીસની વિવિધ ટીમો બનાવીને હાલ અલગ-અલગ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે.  દરમિયાન આજે પોલીસની ટીમ ઘટના સ્થળની મુલાકાત લઈન  […]

ઉત્તરપ્રદેશઃ અમેઠીમાં ટ્રક અને જીપકાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત, 4 ઘાયલ

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં અમેઠીના ગૌરીગંજમાં ટ્રક અને જીપ વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં છ વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે ચાર વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા. જીપકારમાં કેટલાક લોકો પરત ઘરે ફરી રહ્યાં હતા ત્યારે માર્ગમાં આ દૂર્ઘટના સર્જાઈ હતી. પોલીસ અધિક્ષક દિનેશ સિંહે જણાવ્યું હતું કે, બાબુગંજ […]

ખરગોન હિંસા પ્રકરણમાં અસરગ્રસ્તોને થયેલી નુકસાનીની ભરપાઈ આરોપીઓ પાસેથી કરાશે

ભોપાલઃ મધ્યપ્રદેશના ખરગોનમાં થયેલી હિંસાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડી રહ્યાં છે. બીજી તરફ મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારે આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરી છે. દરમિયાન તોફાનોમાં થયેલા નુકસાનની ભરપાઈ તોફાનીઓની સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે. ખરગોન હિંસા મામલે પોલીસ દ્વારા આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શુવરાજ સિંહ ચૌહાણએ જણાવ્યું હતું […]

ઉત્તરપ્રદેશઃ 15 હજાર નંગ લીંબુની ચોરીની વિચિત્ર ઘટના, વાડી માલિકાઓએ રાખ્યા ચોકીદાર

લખનૌઃ ઉનાળાની હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. બીજી તરફ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલ લીંબુનો બાવ રૂ. 400 પ્રતિકિલો હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં એક નંગ છુટુ લીંબુ પણ રૂ.15માં વેચાઈ રહ્યું છે. દરમિયાન ઉત્તરપ્રદેશના કાનપુરમાં લીંબુની વાડીઓમાંથી 15 હજાર જેટલા લીંબુની ચોરી ઘટના સામે આવી છે. વાડીઓમાં ચોરીના બનાવો બનતા […]

સાયબર ઠગીની ચોંકાવનારી ઘટના, વીજળી કાપવાના નામે મેસેજ કર્યા બાદ લાખોની છેતરપીંડી

નવી દિલ્હીઃ દેશમાં સાયબર ક્રાઈમના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન ઝારખંડની રાજધાની રાંચીમાં સાયબર છેતરપીંડીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાયબર ઠગોએ છેતરપિંડી કરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. સાયબર અપરાધીઓએ ઘરની વીજળી કાપવાના નામે એક વ્યક્તિને મેસેજ મોકલીને તેના ખાતામાંથી 3.90 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રાંચીના કાલીબાબુ સ્ટ્રીટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code