દક્ષિણ ગુજરાતમાં વરસાદનો માહોલ, ડાંગ અને સુરતમાં ધોધમાર વરસાદ
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે અને સવારથી જ ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ડાંગના વઘઈમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સુરતના માંગરોળમાં ચાર કલાકના સમયગાળામાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં પણ ખુશી ફેલાઈ છે. […]