1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, ડાંગના સુબીરમાં ચાર ઈંચથી વધુ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, ડાંગના સુબીરમાં ચાર ઈંચથી વધુ વરસાદ

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, ડાંગના સુબીરમાં ચાર ઈંચથી વધુ વરસાદ

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મેધરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના 60 તાલુકામાં એકથી ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સુરત, ડાંગ, વલસાડ અને નવસારી તથા ગાંધીનગરમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં લંબા સમય બાદ મેઘરાજાની મહેર થતા ખેડૂતોમાં પણ ખુશી ફેલાઈ છે. તેમજ ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની ભીતિ વચ્ચે વરસાદ વરસતા ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

ગાંધીનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવવાની સાથે આકાસમાં વાદળો છવાયાં હતા. દરમિયાન ગાંધીનગરના કલોલમાં વરસાદ વરસ્યો હતો. કલોલના ટાવર ચોક, મામલતદાર કચેરી, કવિતા સર્કલ સહિત અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. સુરત શહેરમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો હતો. પીપલોદ, કતારગામ, રાંદેર, અડાજણ અને ડભોલી રિંગરોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્ચો હતો. દરમિયાન ડાંગના સુબીરમાં સૌથી વધુ સવા 4 ઈંચ વરસાદ વરસ્યો છે.તો વલસાડના કપરાડામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આહવા, ધરમપુરમાં પણ 4 – 4 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં પણ 4 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરત, તાપી, ભરૂચ, નવસારી, આણંદ, ખેડામાં પણ મેઘમહેર ઉતરી હતી. તો પંચમહાલ, મહિસાગર, નર્મદામાં પણ સારો વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં આજે મેઘરાજાએ વિરામ લીધો હતો જો કે, ગત રાત્રિના સમયે વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code