દ્વારકાના દરિયાકાંઠેથી ફરી બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો ઝડપાયો
રાજકોટ, 16 મે 2026: ગુજરાતનો વિશાળ દરિયાકાંઠો આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ અને નશાના સોદાગરો માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યો હોય તેવા સંકેતો ફરી એકવાર મળી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી અવારનવાર માદક પદાર્થો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે, જેમાં વધુ એક કડી ઉમેરાઈ છે. જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) પોલીસને પેટ્રોલિંગ દરમિયાન […]


