INS વિક્રાંત 21મી સદીમાં ભારતની મહેનત, પ્રતિભા, પ્રભાવ અને પ્રતિબદ્ધતાનો પુરાવોઃ પીએમ મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે INS વિક્રાંત તરીકે પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજનું સંચાલન કર્યું હતું.. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને વસાહતી ભૂતકાળને દૂર કરીને અને સમૃદ્ધ ભારતીય દરિયાઈ વારસાને અનુરૂપ નવા નેવલ ચિહ્ન (નિશાન)નું પણ અનાવરણ કર્યું હતું. સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે આજે અહીં કેરળના દરિયાકિનારે, દરેક ભારતીય, એક નવા ભવિષ્યના સૂર્યોદયનો સાક્ષી છે. […]