વલસાડની કંપનીમાં બ્લાસ્ટ થતા 3ના મોત, બે ગંભીર
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના વલસાડમાં એક કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં 3 વ્યક્તિઓના મોત થતા ખળભળાટ મચી ગયો હતો. આ બ્લાસ્ટમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. મૃત્યુઆંક વધવાની શકયતા છે. કંપનીમાં થયેલા બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ જિલ્લામાં સરીગામ જીઆઈડીસીની એક કંપનીમાં રાતના સમયે કર્મચારીઓ કામ […]