1. Home
  2. Tag "fishermen"

ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ

ગાંધીનગરઃ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં પાછલા બે દિવસથી વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. હવે ચોમાસું પૂરું થવાને આશરે એક મહિના જેટલો જ સમય બાકી છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ફરીથી રાજ્યમાં વરસાદ અંગેની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી […]

અમરેલીઃ દરિયામાં ગુમ થયેલા ત્રણ માછીમારોના મૃતદેહ મળ્યા હતાં, હજુ 8 લાપતા

રાજકોટઃ અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં ગુમ થયેલ માછીમારોના ત્રણ મૃતદેહ મળ્યા હતાં.હજુ 8 લાપતા છે. મૃતદેહોને જાફરાબાદ લાવવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અરબી સમુદ્રમાં 3 બોટ ડૂબી જતાં, 11 માછીમારો લાપતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ત્રણ દિવસથી અમરેલી જિલ્લામાં દરિયો તોફાની બન્યો છે. જેના કારણે માછીમારો અને ફિશિંગ બોટો પર ભારે જોખમ ઊભું થયું […]

માછીમારોને OBM બોટ માટે અપાતી કેરોસીન-પેટ્રોલની સહાયમાં વધારો કરાશે

માછીમારોને કેરોસીન-પેટ્રોલની સહાય માટે વિશેષ ઓનલાઈન સોફ્ટવેર તૈયાર કરાશે, OBM બોટ માટે માછીમારોને પ્રતિ માસ 450 લીટર કેરોસીન-પેટ્રોલની સહાય અપાશે, મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મળી બેઠક ગાંધીનગરઃ મત્સ્યોદ્યોગ મંત્રી  રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે ગીર-સોમનાથ જિલ્લાના વિવિધ માછીમારી કેન્દ્રો બાબતેના પ્રશ્નો અંગે માછીમાર આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તાલાલાના ધારાસભ્ય  ભગાભાઈ બારડ, મત્સ્યોદ્યોગ કમિશનર  સંદીપકુમાર […]

ગીર સોમનાથઃ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

રાજકોટઃ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, […]

ગુજરાતમાં માછીમારો માટે 1લી જુનથી 15મી ઓગસ્ટ સુધી વેકેશન

રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગે માછીમારોને જાણ કરી માછીમારો દરિયો ખેડવા જઈ શકશે નહીં ચોમાસા દરમિયાન દરિયામાં કરંટને ઊંચા મોજા ઉથળતા હોય છે અમદાવાદઃ ગુજરાતમાં સૌથી લાંબો 1600 કિલો મીટરનો દરિયા કિનારો આવેલો છે. અને સૌરાષ્ટ્રના વેરાવળ, પોરબંદર, ઓખા સહિત નાના મોટા બંદરો તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત સહિતના બંદરો પરથી માછીમારો દરિયો ખેડવા માટે જતા હોય […]

ભારત-બાંગ્લાદેશ વચ્ચે માછીમારોની પરસ્પર મુક્તિ અને પ્રત્યાર્પણનો લેવાયો નિર્ણય

નવી દિલ્હીઃ ભારતે 90 બાંગ્લાદેશી માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. વિદેશ મંત્રાલય દ્વારા એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતે 90 બાંગ્લાદેશી માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. આ પગલું ભારત અને બાંગ્લાદેશ વચ્ચે માછીમારોની પરસ્પર મુક્તિ અને પ્રત્યાર્પણ પ્રક્રિયાનો એક ભાગ છે. ભારત દ્વારા કેટલાક બાંગ્લાદેશી માછીમારોની […]

ભારતના દરિયાકિનારાએ છેલ્લા દાયકામાં અભૂતપૂર્વ વિકાસ જોયો છેઃ PM મોદી

પૂણેઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વાધવન પોર્ટનો શિલાન્યાસ કર્યો. આ સિવાય તેમણે વિવિધ મત્સ્યોદ્યોગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ માછીમારોને ટ્રાન્સપોન્ડર અને કિસાન ક્રેડિટ કાર્ડનું પણ વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ અંદાજે રૂ. 1,560 કરોડના મૂલ્યની 218 મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. તેનો હેતુ સમગ્ર દેશમાં સેક્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને […]

દરિયો તોફાની બનશે, માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા હવામાન વિભાગે આપી સુચના

અમદાવાદઃ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાથી ગુજરાતના હવામાન પર અસર થશે તેના લીધે ગરમીમાં થોડી રાહત થશે. તાપમાનમાં સરેરાશ એકથી બે ડિગ્રીનો ઘટાડો થશે. દરમિયાન દરિયો તોફાની બનવાની શક્યતા છે.  બે દિવસ હજુ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાશે. દરિયાકાંઠાના વિસ્તારોનું વાતાવરણ પણ સાફ થશે. આથી ગરમ ભેજયુક્ત હવાને કારણે ડિસ્કમ્ફર્ટનો અનુભવ પણ નહીં રહે. […]

પોરબંદરથી 40 કિમી દૂર દરિયામાં ફસાયેલા 5 માછીમારોને કોસ્ટગાર્ડે બચાવ્યા

અમદાવાદઃ ભારતીય કોસ્ટ ગાર્ડે પોરબંદરથી 40 કિમી દૂર દરિયાની મધ્યમાં ફિશિંગ બોટમાંથી પાંચ માછીમારોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. ICG જહાજ C-16 એ પ્રેમસાગર જહાજના તમામ પાંચ ક્રૂને બચાવ્યા અને તેમને તબીબી સહાય પૂરી પાડી. આ પછી તેઓને પોરબંદર લાવીને ફિશરીઝ વિભાગને સોંપવામાં આવ્યા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડે  ફિશિંગ બોટમાંથી પાંચ માછીમારોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. ફોર્સે […]

માછીમારોના મૃત્યુની પરિસ્થિતિમાં વળતરની મર્યાદામાં વધારો

નવી દિલ્હીઃ કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રી પુરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, માછીમારોનુ મૃત્યુ થાય તે પરિસ્થિતિમાં પાંચ લાખ વળતર આપવામાં આવશે. અગાઉ માછીમારોનું મૃત્યુ થાય તે પરિસ્થિતિમાં એક લાખ રૂપિયા વળતર આપવામાં આવતું હતું, જે વધારીને હવે પાંચ લાખ કરી દેવામાં આવ્યું છે. કોલકત્તા ન્યૂ ટાઉનમાં બિસ્વ બંગલા કન્વેન્શન સેન્ટરમાં 13માં ભારતીય મત્સ્ય પાલન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code