1. Home
  2. Tag "ICC WORLD CUP"

ICC વર્લ્ડકપઃ ભારતીય ટીમના જોરદાર પ્રદર્શનમાં રોહિત શર્માનું વિશેષ યોગદાન

ભારતમાં આઈસીસીનો વર્લ્ડકપ રમાઈ રહ્યો છે અને વર્લ્ડકપની ફાઈનલ આગામી રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. વર્લ્ડકપની તમામ લીગ મેચમાં ભારતીય ટીમોએ ભવ્ય જીત મેળવી છે. જ્યારે સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 70 રનથી પરાજ્ય આપીને ફાઈનલમાં પ્રવેશ મળ્યો છે. વર્લ્ડકપમાં વિરાટ કોહલી, શમી, શ્રૈયસ ઐયર સહિતના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. જો કે, […]

હું ભારતીય ટીમ સાથે છું અને ટીમને પ્રોત્સાહિત કરતો રહીશઃ હાર્દિક પંડ્યા

નવી દિલ્હીઃ ભારતમાં હાલ ICC વર્લ્ડકપ રમાઈ રહ્યો છે, આ ટુર્નામેન્ટમાં ભારતે અત્યાર સુધીની તમામ મેચમાં જીત મેળવી છે, આવતીકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે. દરમિયાન ભારતીય ટીમને ફટકો પડ્યો છે. ઈજાને કારણે ટીમમાંથી દુર થયેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડકપમાંથી બહાર થયો છે. દરમિયાન હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયામાં વિશ્વકપમાંથી બહાર થવા અંગે દુખ […]

વર્લ્ડકપ: પાકિસ્તાનના બોલર હારિસની બોલિંગમાં હરિફ ટીમના ખેલાડીઓએ બનાવ્યા ઢગળો રન

નવી દિલ્હીઃ ભારતમાં હાલ આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. વર્લ્ડકપમાં પાકિસ્તાનનો દેખાવ ખુબ ખરાબ રહ્યો છે. જેથી પાકિસ્તાનની જનતામાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. દરમિયાન પાકિસ્તાનના ફાસ્ટ બોલર હારિસ રઉફએ વર્લ્ડકપમાં આશા ઉપર ખરો ઉતર્યો નથી. તેની બોલિંગ ઉપર હરિફ ટીમના બેસ્ટમેન સરળતાથી રન બનાવી રહ્યાં છે. પાકિસ્તાનનો આ ફાસ્ટ બોલર વિકેટ […]

ICC વર્લ્ડકપ બાદ ભારતીય ટીમના કોચ તરીકેની જવાબદારીથી રાહુલ દ્રવીડ મુક્ત થશે

ભારતીય ટીમમાં દ્રવીડની જગ્યા લક્ષ્મણ લે તેવી શકયતા હાલ લક્ષ્મણ નેશનલ ક્રિકેટ એકેડમીના વડા છે નવી દિલ્હીઃ હાલ ભારતમાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. જેમાં ભારત જોરદાર પ્રદર્શન કરી રહ્યું છે અને આ વખતે ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બને તેવી આશા વ્યક્ત થઈ રહી છે. દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો બીસીસીઆઈ […]

વર્લ્ડકપમાં હવે પાકિસ્તાન માટે સેમિફાઈનલમાં સુધીનો પ્રવાસ મુશ્કેલ, હવે તમામ મેચ જીવતી જરુરી

નવી દિલ્હીઃ ભારતમાં હાલ આઈસીસીનો વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. દરમિયાન ગઈકાલે ચેન્નાઈમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને આઠ વિકેટે કારમો પરાજ્ય આપ્યો હતો. પાકિસ્તાન અત્યાર સુધીમાં પાંચ પૈકી 3 મેચમાં હારી છે. હવે તેને ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો સામે આગામી મેચ રમવાની છે. જેથી વર્લ્ડકપમાં હવે સેમિફાઈનમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ […]

ન્યૂઝીલેન્ડની સામેની મેચમાં ભારતીય ટીમમાં શમી અને અશ્વિનમાંથી એકને સ્થાન મળવાની આશા

નવી દિલ્હીઃ ભારતમાં આઈસીસી વર્લ્ડકપ રમાઈ રહ્યો છે, દરમિયાન ભારતીય ટીમનો ઓલ રાઉન્ડ ખેલાડી હાર્દિક પંડ્યા ઈજાને કારણે આવતીકાલે રવિવારે રમાનારી ન્યૂઝીલેન્ડ સામેની મેચ રમી શકશે નહીં. હવે હાર્દિક પંડ્યાની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં કોને સ્થાન આપવામાં આવે છે તેને લઈને ચર્ચાઓ વહેતી થઈ છે. હાર્દિક પંડ્યાના બદલે હવે બોલીંગ અને બેટીંગ કરી શકે તેવા પ્લેયરનો […]

બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો

મુંબઈઃ પુણેમાં આઈસીસી વર્લ્ડકપની ભારત અને બાંગ્લાદેશની મેચ આજે રમાઈ રહી છે. બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગનો નિર્ણય લીધો હતો. દરમિયાન ભારતીય ટીમની મુશ્કેલીમાં વધારો છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બોલિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. હાર્દિક પટેલની ઈજા કેટલી ગંભીર છે તે જાણી શકાયું નથી. બાંગ્લાદેશ સામેની નવમી ઓવર હાર્દિક પંડ્યા નાખી […]

ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમને હરાવવી ભારે મુશ્કેલઃ રિકી પોન્ટિંગ

નવી દિલ્હીઃ વિશ્વકપમાં ભારતીય ટીમના પ્રદર્શનથી પ્રભાવિત થઈને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે રોહિત શર્માની કેપ્ટની હેઠળની ટીમ ઈન્ડિયાના વખાણ કર્યાં છે. તેમજ કહ્યું હતું કે, ભારતીય ટીમ વર્લ્ડકપની મજબુત દાવેદાર છે અને આ ટીમને હરાવવી ભારે મુશ્કેલ છે. દબાણવારી પરિસ્થિતિમાં ટીમ ઈન્ડિયા સારુ પ્રદર્શન કરવાનું જાણે છે. પોન્ટિંગે આઈસીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, […]

ICC વર્લ્ડકપઃ ભારતે વિશ્વકપમાં પાકિસ્તાનને આપ્યો કારમો પરાજ્ય, સાત વિકેટે ભારતની શાનદાર જીત

અમદાવાદઃ  શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપ 2023ની આજની હાઈવોલ્ટેજ  ક્રિકેટ મેચમાં ભારતનો પાકિસ્તાન સામે 7 વિકેટે શાનદાર વિજય થયો છે. પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં ઓલઆઉટ થઈ હતી, જેના જવાબમાં ભારતીય ટીમે 30.3 ઓવરમાં 192 રન બનાવી ભવ્ય જીત મેળવી છે. ભારત તરફથી રોહિત શર્મા-શ્રેયસ ઐય્યરે ફિફ્ટી ફટકારી હતી, તો બોલરોમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ […]

ICC વર્લ્ડકપમાં ભારતીય ટીમની જર્સી ઉપર ભારત લખવા વિરેન્દ્ર સહેવાગની BCCIને વિનંતી

નવી દિલ્હીઃ દેશમાં ભારત અને ઈન્ડિયા વચ્ચે રાજકીય વિવાદ ઉભો થયો છે. એટલું જ નહીં સત્તાપક્ષ અને વિપક્ષ આ મુદ્દે સામ-સામે આવી ગયા છે. હવે આ વિવાદમાં ભારતીય ટીમના પૂર્વ અધિકારી વિરેન્દ્ર સહેવાગે પણ ઝંપલાવ્યું છે, તેમજ તેમણે આગામી દિવસોમાં ભારતમાં યોજાનારા આઈસીસી વર્લ્ડકપને લઈને ભારતીય ટીમની જર્સી ઉપર ઈન્ડિયાને બદલે ભારત લખવા માટે વિનંતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code