1. Home
  2. Tag "india"

દેશમાં કોરોનાના કેસ એક જ દિવસમાં કેસ બમણા થયાં, નવા 640 કેસ નોંધાયાં

નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોનાના પોઝિટિવ કેસની ગતિ વધી રહ્યાનું લાગી રહ્યું છે. ગઈકાલે 24 કલાકમાં 358 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. દરમિયાન આજે 24 કલાક દરમિયાન આ આંકડો લગબગ બમણી થઈ ગયો હતો. આજે શુક્રવારે કોરોના વાયરસના 640 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. કેરલમાં 265 કેસ સામે આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિનું કેરલમાં […]

ભારતઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ હશે

નવી દિલ્હીઃ ભારતમાં દર વર્ષે દેશભક્તિના માહોલમાં 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ અને 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આગામી 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરવાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. દેશની રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરવામાં આવશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ઉપસ્થિત રહેશે. આ […]

ભારતમાં કોરોનાનો પગપેસારો,કેરળમાં 300 કેસ; જયપુર-મહારાષ્ટ્રમાં નવા દર્દીઓના આગમનને કારણે એલર્ટ જારી કરાયું

દિલ્હી: દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ સ્ટ્રેન JN.1ની શોધ બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો સતર્ક થઈ ગઈ છે.આ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર કેરળમાં 20 ડિસેમ્બરે COVID-19 ના 300 નવા સક્રિય કેસ અને ત્રણ મૃત્યુ નોંધાયા હતા. દેશમાં કોવિડ-19ના સક્રિય કેસની કુલ સંખ્યા […]

ભારતઃ સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત વિકાસ માટે 55 સ્થળોની ઓળખ કરાઈ

પર્યટન મંત્રાલયે સફળતાપૂર્વક 4 જી20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપનું આયોજન કર્યું હતું અને દેશમાં વિવિધ સ્થળોએ પ્રવાસન મંત્રીસ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું જેમકે, કચ્છનું રણ, સિલિગુડી/દાર્જિલિંગ, શ્રીનગર અને પણજી, ગોવા. સ્થાયી વિકાસનાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટેનાં સાધન તરીકે પ્રવાસન માટે જી20 રોડમેપને જી20નાં તમામ સભ્ય દેશો અને આમંત્રિત દેશોએ સંપૂર્ણપણે સમર્થન આપ્યું હતું. તેમાં એસડીજી હાંસલ કરવા માટે ગ્રીન ટૂરિઝમ, ડિજિટલાઇઝેશન, સ્કિલ્સ, ટૂરિઝમ એમએસએમઇ અને ડેસ્ટિનેશન મેનેજમેન્ટની પાંચ પ્રાથમિકતાઓ પર […]

PLI યોજના હેઠળ અત્યાર સુધીમાં અંદાજે રૂ. 2119 કરોડનું રોકાણ

પ્રધાનમંત્રી મિત્ર પાર્ક શરૂ કરવાથી માંડીને પીએલઆઈ યોજના અંતર્ગત રોકાણ સુધી, આ વર્ષ ટેક્સટાઇલ મંત્રાલય માટે એક મહત્વપૂર્ણ વર્ષ હતું. પ્રધાનમંત્રી મિત્રા સરકારે વર્ષ 2027-28 સુધીનાં ગાળા માટે રૂ. 4445 કરોડનાં ખર્ચ સાથે પ્લગ એન્ડ પ્લે સુવિધા સહિત વૈશ્વિક કક્ષાનાં માળખાગત સુવિધા વિકસાવવા માટે પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપરલ (પીએમ મિત્રા) પાર્ક્સ યોજના શરૂ કરી છે. પ્રધાનમંત્રી મિત્રા પાર્ક્સ […]

ભારત વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં 24.64 ટકા યોગદાન આપીને પ્રથમ ક્રમે

નવી દિલ્હીઃ પશુધન ક્ષેત્રે 2014-15થી 2021-22 દરમિયાન 13.36% ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) થી વૃદ્ધિ પામી છે. કુલ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં પશુધનનું યોગદાન 24.38 ટકા (2014-15) થી વધીને 30.19 ટકા (2021-22) થયું છે. પશુધન ક્ષેત્રે 2021-22માં કુલ જીવીએમાં 5.73 ટકા યોગદાન આપ્યું છે. દેશમાં 20મી પશુધન વસ્તી ગણતરી મુજબ લગભગ 303.76 મિલિયન બોવાઇન […]

ભારતમાં આ 4 સ્થળોએ Bungie Jumping નો માણો આનંદ,જીવનભર યાદ રહેશે અનુભવ

જો તમે ટ્રાવેલિંગ ફ્રીક છો અને એડવેન્ચર તમને પસંદ છે,તો તમને Bungie Jumping નો પણ શોખ હશે. જો કે ભારતમાં Bungie Jumping બહુ ઓછી જગ્યાઓ પર કરવામાં આવે છે, પરંતુ જો તમે અહીં મનોરંજક સાહસ કરવા માંગો છો, તો આ 4 જગ્યાઓ અવશ્ય એક્સપ્લોર કરો…. ઋષિકેશ રાફ્ટિંગ હોય કે Bungie Jumping, જ્યારે સાહસની વાત આવે […]

આર્થિક સંકટ સહિતની સમસ્યા માટે ભારત કે અમેરિકા નહીં પરંતુ પાકિસ્તાન ખુદ જવાબદારઃ નવાઝ શરીફ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ હાલ પાકિસ્તાનમાં છે અને 2024 માં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં સરકાર બનાવવા માટે વર્તમાન સરકારને નિશાન બનાવી રહ્યા છે. દરમિયાન એક જાહેર સભામાં તેમણે પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. નવાઝ શરીફે દેશમાં આર્થિક સંકટને લઈને અગાઉની ઈમરાન સરકાર અને સેનાને આડેહાથ લીધી હતી. […]

ભારતમાં ફરી કોરોનાએ માથુ ઉચક્યું, કેરળમાં 292 સહિત દેશમાં 614 પોઝિટિવ કેસ નોંધાયાં

નવી દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે, કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર કેરલમાં 24 કલાકમાં 292 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જ્યારે ત્રણ દર્દીઓના મોત થયાં છે. જ્યારે સમગ્ર દેશમાં કોરોનાના નવા 614 કેસ નોંધાયાં છે. ગત 21 મે બાદ સૌથી વધારે કેસ સામે આવ્યા છે. […]

ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 6.3% વધવાની ધારણા

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ, IMF એ વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની આર્થિક સ્થિતિસ્થાપકતા અને વૃદ્ધિની પ્રશંસા કરી છે. ફંડે તેના વાર્ષિક આર્ટિકલ IV પરામર્શ અહેવાલમાં જણાવ્યું છે કે ભારત એક સ્ટાર પરફોર્મર તરીકે ઉભરી આવ્યું છે અને વૈશ્વિક વૃદ્ધિમાં 16 ટકાથી વધુ યોગદાન આપવાનો અંદાજ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, વિવેકપૂર્ણ મેક્રો ઇકોનોમિક નીતિઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code