1. Home
  2. Tag "india"

ચંદ્રયાન, આદિત્ય પછી હવે ગગનયાન,ઓક્ટોબરમાં અવકાશમાં મોટી સિદ્ધિ હાંસલ કરવાની તૈયારીમાં ભારત

શ્રીહરિકોટા: ચંદ્ર પર પગ મૂક્યા બાદ અને સૂર્ય તરફ આદિત્ય-L1 મિશન મોકલ્યા બાદ ISRO હવે દેશના પ્રથમ માનવ અવકાશ ઉડાન મિશનને સફળ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ઈસરો ઓક્ટોબરમાં ગગનયાનની પ્રથમ માનવરહિત ઉડાન માટે તૈયારી કરવા જઈ રહ્યું છે. તે પહેલા ઘણી તૈયારીઓ કરવી પડે છે. ISRO પાસે વિશાળ LVM-3 રોકેટ છે. તેને હજુ પણ […]

આ દિવસે ફરી ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ થશે,તારીખ થઈ જાહેર

 ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાશે શાનદાર મેચ 10 સપ્ટેમ્બરે  યોજાશે ભારત અને પાકિસ્તાનની મેચ  કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે મેચ   મુંબઈ: ભારતીય ટીમ નેપાળને હરાવીને સુપર 4માં પહોંચી ગઈ છે. હવે ફરી એકવાર ભારત અને પાકિસ્તાનની ટીમો સુપર 4માં ટકરાશે. 10 સપ્ટેમ્બરે ભારતીય ટીમ ફરી એકવાર સુપર 4 રાઉન્ડમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ વખતે […]

ભારતમાં અત્યારે સહકારી મંડળીઓના 98% કેસોનું નિરાકરણ કરવામાં આવે છે: જગદીશ વિશ્વકર્મા

ગાંધીનગરઃ અમદાવાદ ખાતે આયોજિત સહકારી મંડળીઓની બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટના નવીનીકરણના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે નવનિર્મિત કોર્ટનું ઉદ્ઘાટન કરાયું હતું. ત્યારબાદ તેઓએ નવનિર્મિત કોર્ટની સમીક્ષા કરી માહિતી પણ મેળવી હતી. આ પ્રસંગે સહકાર મંત્રી  જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સહકાર માળખામાં બહોળો  સુધાર કરવામાં […]

વિશ્વના ઘણા દેશોએ ડિજિટલ ક્ષેત્રમાં ભારતના યોગદાનની પ્રશંસા કરીઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે નવી દિલ્હીમાં યોજાનારી 18મી G-20 સમિટને તેના નિષ્કર્ષ અને ઉકેલો, વિભાવનાઓ અને સળગતા મુદ્દાઓને ઉકેલવા સંબંધિત ક્રિયાઓ માટે યાદ કરવામાં આવશે. જી-20 સમિટમાં રશિયા અને ચીનના રાષ્ટ્રપતિઓ ન આવવાના સમાચારના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે કયા દેશો કયા સ્તરે હાજરી આપે છે તેના પર ધ્યાન કેન્દ્રિત […]

ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનશે,દેશમાં ભ્રષ્ટાચાર-જાતિવાદ માટે કોઈ સ્થાન નહીં હોય-PM મોદી

દિલ્હી: દેશની આર્થિક વૃદ્ધિને તેમની સરકારના નવ વર્ષના કાર્યકાળની રાજકીય સ્થિરતાની ‘સ્વાભાવિક સહ-ઉત્પાદ’ ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી છે કે 2047 સુધીમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બની જશે, જેમાં ભ્રષ્ટાચાર, જાતિવાદ અને સાંપ્રદાયિક્તા માટે કોઈ સ્થાન નથી. વડા પ્રધાન મોદીએ એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ફુગાવાને અંકુશમાં લેવાના પ્રયાસમાં કેન્દ્રીય […]

ભારતમાં ઓગસ્ટ મહિનો સૌથી સૂકો રહ્યોઃ દિલ્હી, હરિયાણા, રાજસ્થાનમાં સામાન્ય કરતાં 50% કરતાં વધુની નોંધપાત્ર ખાધ

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ભારે વરસાદને પગલે હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. તેમજ જનજીવનને ભારે અસર થઈ હતી. જો કે, લાંબા સમયથી વરસાદે વિરાદ લીધો છે. દરમિયાન ઓગસ્ટ 2023નો મહિનો સૌથી સૂકો રહ્યો છે, જેમાં સમગ્ર દેશમાં સામાન્ય કરતાં લગભગ 30% વરસાદની ખાધ છે અને દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં […]

ગૂગલે ભારત માટે AI સર્ચ ટૂલ લોન્ચ કર્યું, હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં કરશે કામ

ઓપન એઆઈના ચેટજીપીટી લોન્ચ થયા બાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર ઘણી ચર્ચા થઈ રહી છે. પર્સનલ લાઈફથી લઈને પ્રોફેશનલ લાઈફ સુધીની દરેક બાબતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનામાં ઘણા AI ટૂલ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. હવે ગૂગલે ભારતીય યુઝર્સ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંબંધિત એક મોટું પગલું ભર્યું છે. ગૂગલે ભારતીયો માટે AI […]

15 ઑગસ્ટ, 2047 સુધીમાં ભારતને વૈશ્વિક સ્તરે દરેક ક્ષેત્રમાં મોખરે મૂકશેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ‘મેરી માટી-મેરા દેશ’ અભિયાન અંતર્ગત અમૃત કળશ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગ્રે અમિત શાહે જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમ કંઈક અંશે એક સાંજ જેવો છે, કારણ કે તે એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ભારતે આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ કર્યાં છે. તેમણે કહ્યું […]

એશિયા કપમાં આજે ભારત-પાકિસ્તાન આમને-સામને,જાણો કોણ, કોના પર રહેશે ભારે ?

મુંબઈ: એશિયા કપની શાનદાર શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે આ ટુર્નામેન્ટ ODI ફોર્મેટમાં રમાઈ રહી છે. આગામી ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ ટૂર્નામેન્ટને ODI ફોર્મેટમાં રાખવામાં આવી છે. આજે એટલે કે શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાશે. બંને ટીમો ચાર વર્ષ પછી ODI ફોર્મેટમાં અને પાંચ વર્ષ પછી એશિયા કપ ODIમાં […]

ભારત વિશ્વની બીજી સૌથી મોટી મેટ્રો નેટવર્ક સિસ્ટમ બનવાની તૈયારીમાં : કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય શહેરી કાર્ય અને પેટ્રોલિયમ તતા પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, દેશમાં શહેરી ક્ષેત્રમાં રોકાણ વધીને 18.07 લાખ કરોડ ઉપર પહોંચ્યું છે. જ્યારે વર્ષ 2004થી 2014 સુધીમાં 1.78 લાખ કરોડ હતું. આ ઉપરાંત SBM-U ને કારણે કચરાના પ્રોસેસિંગમાં ચાર ગણો વધારો થયો છે, જે 2014માં 18 ટકાથી વધીને 2023માં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code