1. Home
  2. Tag "india"

પાકિસ્તાનમાં સરકાર કોની?, શરીફ ભારત સાથે સંવાદ કરવા તૈયાર, ત્યારે હિના રબ્બાની ખારે કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, જ્યાં સુધી ભારત જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 પુનઃસ્થાપિત નહીં કરે ત્યાં સુધી અમે તેમની સાથે કોઈપણ મુદ્દા પર વાત કરી શકીએ નહીં.તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બીજી તરફ તેમના મંત્રીનું આ પ્રકારનું […]

ભારત બનશે વિશ્વ માટે વૈશ્વિક અર્થવ્યવસ્થાનો આધાર,2031 સુધીમાં હાંસિલ કરી શકે છે આ સિદ્ધિ

મુંબઈ: જો ભારત આગામી સાત વર્ષ માટે સરેરાશ 6.7 ટકાના દરે વૃદ્ધિ પામે છે, તો તેની અર્થવ્યવસ્થા વર્ષ 2031 સુધીમાં 6,700 અરબ ડોલરની થઈ જશે,જે હાલમાં 3,400 અરબ ડોલર છે. S&P ગ્લોબલ રેટિંગ્સે તેના એક રિપોર્ટમાં આ શક્યતા વ્યક્ત કરી છે.નાણાકીય વર્ષ 2022-23માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર 7.2 ટકા હતો. S&P ગ્લોબલે […]

ભારતમાં આઈ ફ્લૂ:5 રીતે ફેલાય છે કન્જેક્ટિવાઇટિસ,જાણો લક્ષણો અને તેનાથી બચવાની રીતો

દિલ્હી: ભારતમાં કન્જેક્ટિવાઇટિસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેનાથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે. કન્જેક્ટિવાઇટિસ એ કન્જક્ટીવા (આંખનો સફેદ ભાગ) ની બળતરા છે. સામાન્ય ભાષામાં તેને આઈ ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આંખના સફેદ ભાગ અને પોપચાની અંદરના ભાગને આવરી લેતા પાતળા અને પારદર્શક સ્તરને અસર કરે છે. […]

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીઃ ભારત અને પાકિસ્તાન અત્યાર સુધીમાં 3-3 વાર ચેમ્પિયન બન્યું

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 2010માં મહિલા ટુર્નામેન્ટ તરીકે થઈ હતી વર્ષ 2011માં પ્રથમવાર પુરુષોની ટૂર્નામેન્ટનું આયોજન થયું હતું દર બે વર્ષે કરાય છે ટૂર્નામેન્ટનું આયોજન બેંગ્લોરઃ ગુરુવારથી ચેન્નાઈમાંથી હિરો એશિયન ટ્રોફી શરૂ થઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ભારત ઉપરાંત અન્ય પાંચ ટીમો ભાગ લઈ રહી છે. ભારત ઉપરાંત પાકિસ્તાન, જાપાન, ચીન, કોરિયા અને મલેશિયા ભાગ […]

દેશના 4001 ધારાસભ્યોની સંપત્તિ ત્રણ રાજ્યના બજેટ કરતા વધારે, રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હીઃ દેશના વર્તમાન ધારાસભ્યોની સંપત્તિને લઈને એક રિપોર્ટ જાહેર થયો છે. આ રિપોર્ટ અનુસાર, 4001 વર્તમાન ધારાસભ્યોની કુલ સંપત્તિ 54,545 કરોડ રૂપિયા છે, જે નાગાલેન્ડ, મિઝોરમ અને સિક્કિમના 2023-24ના સંયુક્ત વાર્ષિક બજેટ કરતાં વધુ છે. ભાજપના 1356 ધારાસભ્યો પાસે 16,234 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જ્યારે કોંગ્રેસના 719 ધારાસભ્યો પાસે 15,798 કરોડ રૂપિયાની સંપત્તિ છે. એસોસિએશન […]

દેશમાં ખેડૂતો અપનાવી રહ્યાં છે પ્રાકૃતિક ખેતી, 59 લાખ હેકટરમાં પ્રાકૃતિક ખેતી

નવી દિલ્હીઃ દેશમાં ખેતીને અર્થતંત્રની કરોડરજ્જુ માનવામાં આવે છે. ખેડૂતોની આવકમાં વધારો થવાની સાથે ખેતીમાં વધારો થાય તે દિશામાં મોદી સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે માટે કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા ખેડૂતોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે એટલું જ નહીં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી […]

આંતરરાષ્ટ્રીય સમુદાય જટિલ વૈશ્વિક પડકારોના ઉકેલ માટે ભારત તરફ જોઈ રહ્યો છેઃ રાષ્ટ્રપતિજી

નવી દિલ્હીઃ ભારતીય વિદેશ સેવા (2022 બેચ)ના પ્રોબેશનરોએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. પ્રોબેશનર્સને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય રાજદ્વારી બનવા માટે આનાથી વધુ સારો સમય હોઈ શકે નહીં. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની ભૂમિકા અને પ્રભાવ – વૈશ્વિક વૃદ્ધિના ડ્રાઇવર તરીકે અને વૈશ્વિક શાસનમાં મજબૂત અવાજ તરીકે ઝડપથી […]

ભારત નવીકરણીય ઉર્જા ક્ષેત્રમાં અગ્રેસર બની રહ્યું છેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય રસાયણ અને ખાતર અને નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા રાજ્ય મંત્રી ભગવંત ખુબાએ રૂફટોપ સોલાર માટેના રાષ્ટ્રીય પોર્ટલની પ્રથમ વર્ષગાંઠ અને ઓલ ઈન્ડિયા રિન્યુએબલ એનર્જી એસોસિએશન (AIREA) ના સ્થાપના દિવસ પર ભાગ લીધો હતો. આ પ્રસંગને ભારતના રિન્યુએબલ એનર્જી ફેસ્ટિવલ તરીકે ઉજવવામાં આવ્યો હતો, જે ઊર્જા સુરક્ષા અને ટકાઉપણું હાંસલ કરવા માટે દેશની […]

ભારત વિશ્વસનીય વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પાર્ટનર તરીકે ઉભરી રહ્યું છે:ડો. એસ જયશંકર

દિલ્હી:વિદેશ મંત્રી ડો એસ જયશંકરે ત્રણ દિવસીય સેમિકોનઇન્ડિયા 2023ના છેલ્લા દિવસને સંબોધન કર્યું હતું, જેમાં મહત્વપૂર્ણ અને ઉભરતી તકનીકોમાં ભારતની ભૂમિકા અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં, ખાસ કરીને સેમિકન્ડક્ટર્સમાં રાષ્ટ્રના વિકાસના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે વિશ્વસનીય વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પાર્ટનર તરીકે ભારતની વધતી હાજરી પર ભાર મૂક્યો. આ સંબંધમાં અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે આંતરરાષ્ટ્રીય […]

વર્ષ 2030 સુધીમાં ભારતમાં લોકોની માથાદીઠ આવક $4000 થઈ શકે છે

દિલ્હી:સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કનાં રિપોર્ટ મુજબ 2030 સુધી દેશમાં લોકોની માથાદીઠ આવક ચાર હજાર ડોલર પહોંચશે. આ વિશે રિપોર્ટમાં વધારે જણાવવામાં આવ્યુ કે માથાદીઠ આવકનાં સંદર્ભમાં ગુજરાત ટોચ પર પહોંચશે. આ પછી મહારાષ્ટ્ર્, તામિલનાડુ, કર્ણાટક, હરિયાણા, તેલંગણા, આંધ્રપ્રદેશનો નંબર આવે છે. દેશની જીડીપીમાં તેલંગણા, દિલ્હી, કર્ણાટક, હરિયાણા, ગુજરાત અને આંધ્રપ્રદેશનો 20 ટકા હિસ્સો છે. જેની માથાદીઠ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code