1. Home
  2. Tag "india"

લો બોલો, ઈરાને કરેલી સ્ટ્રાઈક મામલે ભારતની જબરજસ્તીથી એન્ટ્રી કરાવતું પાકિસ્તાન

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ પ્રમુખ અને નવાઝ શરીફના નજીકના નજમ સેઠીએ ઈરાનના મિસાઈલ હુમલાને લઈને હાસ્યાસ્પદ દાવો કર્યો છે. તેણે એક ટીવી શોમાં કહ્યું કે ઈરાને ભારતના ઈશારે પાકિસ્તાન પર હવાઈ હુમલા કર્યા હતા. તેણે એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાને ભારતને સંદેશો આપવા માટે જ ભાઈબંધ દેશ સામે બદલો લીધો હતો. […]

રિટેલમાં ભારત ચોખા 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે

નવી દિલ્હીઃ ચોખાના ભાવમાં વધારાના વલણનો સામનો કરવા માટે, સરકારે વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ, છૂટક વિક્રેતાઓ, બિગ ચેઇન રિટેલર્સ, પ્રોસેસર્સ અને મિલરો સહિત ચોખાનો સંગ્રહ કરતી સંસ્થાઓને આગામી શુક્રવારથી તેમનો સ્ટોક જાહેર કરવાનો આદેશ જારી કર્યો છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ, સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ જાહેરાતની દેખરેખ રાખશે, […]

ભારતની ‘રામસર સાઇટ’ નળ સરોવર ગુજરાતનું ‘પક્ષીતીર્થ’, 70થી વધુ પ્રજાતિઓના વિદેશી પક્ષીઓ બને છે મહેમાન

અમદાવાદઃ ગુજરાતનું પક્ષીતીર્થ નળસરોવર સહેલાણીઓ ઉપરાંત દેશ વિદેશમાં વિખ્યાત છે. ‘અમદાવાદથી આશરે ૬૨ કિ.મી જ્યારે સાણંદથી ૪૨ કિ.મી દૂર આવેલું નળસરોવર સૌથી મોટું જળપક્ષી અભયારણ્ય અને છીછરા પાણીના સૌથી મોટા સરોવર પૈકીનું એક છે. ગુજરાત વન્યપ્રાણી અને વન્યપક્ષી રક્ષણ અધિનિયમ-૧૯૬૩ની જોગવાઈઓ અંતર્ગત ૮ એપ્રિલ ૧૯૬૯ના રોજ નળસરોવરના ૧૧૫ ચો.કિ.મી વિસ્તારને પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું. […]

સંસદમાં પોતાના જ સાંસદ પર બગડયા કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, કહ્યુ-દેશ તોડવાની વાત બર્દાશ્ત નથી

નવી દિલ્હી: કોંગ્રેસના એક સાંસદ ડી. કે. સુરેશ દ્વારા કથિતપણે દક્ષિણ ભારતીય રાજ્યો માટે એક અલગ રાષ્ટ્રની માગણી ઉઠાવવાના મામલે રાજ્યસભામાં શુક્રવારે હંગામો થયો હતો. દેશની એકતા, અખંડિતા અને સાર્વભૌમત્વ પર હુમલો ગણાવીને કોંગ્રેસના સાંસદના નિવેદન મામલે સત્તાધારી પક્ષના સાંસદો દ્વારા સ્પષ્ટીકરણ અને માફીની માગણી કરવામાં આવી. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ નિવેદનના મામલે […]

અલગ દેશ બને દક્ષિણ ભારત!: કર્ણાટકના ડેપ્યુટી સીએમના સાંસદ ભાઈનું વાંધાજનક નિવેદન

નવી દિલ્હી: કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારના ભાઈ અને કોંગ્રેસના સાંસદ ડી. કે. સુરેશે ગુરુવારે કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે દક્ષિણ ભારતને અન્યાય થઈ રહ્યો છે. જે ધનરાશિ દક્ષિણ સુધી પહોંચવી જોઈતી હતી, તેને ડાયવર્ટ કરીને ઉત્તર ભારતમાં વિતરિત કરાય રહી છે. આ દરમિયાન તેમણે […]

ભારતને 31 MQ-9B સશસ્ત્ર ડ્રોનના વેચાણને અમેરિકાએ મંજૂરી આપી

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના માટે અન્ય સંરક્ષણ કરારને અંતિમ મંજૂરી મળી ગઈ છે. યુએસએ ગુરુવારે ભારતને 3.99 અબજ ડોલરના અંદાજિત ખર્ચે 31 MQ-9B સશસ્ત્ર ડ્રોનના વેચાણને મંજૂરી આપી હતી. આ દરિયાઈ માર્ગો પર માનવરહિત દેખરેખ અને જાસૂસી પેટ્રોલિંગ દ્વારા વર્તમાન અને ભવિષ્યના જોખમોનો સામનો કરવાની ભારતની ક્ષમતાને વધારશે. આ […]

ભારતમાં રામસર સાઇટ્સની સંખ્યા વધારીને 80 થઈ : પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ

નવી દિલ્હીઃ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, વધુ 5 વેટલેન્ડ સાથે ભારતમાં રામસર સાઇટ્સની સંખ્યા વધીને હવે 80 થઇ ગઈ છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રીએ કહ્યું હતું કે, વિશ્વ વેટલેન્ડ્સ દિવસના એક દિવસ પહેલા ભારતે તેની રામસર સાઇટ્સની સંખ્યા 75 થી વધારીને 80 કરી દીધી છે. પર્યાવરણ મંત્રીએ રામસર સંમેલનના સેક્રેટરી […]

શું ભારત અને રશિયા એકબીજાથી દૂર જઈ રહ્યા છે? રોયટર્સના રિપોર્ટ બાદ શરૂ થઈ ચર્ચા

મોસ્કો: ભારત અને રશિયાની દાયકાઓ જૂની સદાબહાર મિત્રતા પુરી દુનિયાને ખબર છે. ખાસ કરીને ડિફેન્સ સેક્ટરમાં રશિયા ભારતનું સૌથી મોટું ભાગીદાર રહ્યું છે. અત્યારે પણ ભારત હથિયારોની ખરીદીના મામલામાં રશિયા પર વધુ નિર્ભર છે. પરંતુ હવે ન્યૂઝ એજન્સી રોયટર્સે રશિયા સાથે જોડાયેલો પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં દાવો કરાયો છે કે યુક્રેન યુદ્ધને કારણે […]

ભારત :’મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ’ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિ માટે નામાંકિત કરાશે

નવી દિલ્હીઃ મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ વર્ષ 2024-25 માટે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટ તરીકે ઓળખ માટે ભારતનું નોમિનેશન હશે. આ નોમિનેશનમાં બાર ઘટકો છે, મહારાષ્ટ્રમાં સાલ્હેર કિલ્લો, શિવનેરી કિલ્લો, લોહગઢ, ખંડેરી કિલ્લો, રાયગઢ, રાજગઢ, પ્રતાપગઢ, સુવર્નાડુ તમિલનાડુમાં કિલ્લો, વિજય દુર્ગ, સિંધુદુર્ગ અને ગિન્ગી ફોર્ટ. આ ઘટકો, વિવિધ ભૌગોલિક અને ભૌગોલિક વિસ્તારોમાં વિતરિત, મરાઠા શાસનની વ્યૂહાત્મક લશ્કરી શક્તિઓ દર્શાવે […]

દેશમાં સૌથી વધારે કોલેજ ઉત્તર પ્રદેશમાં, દર એક લાખની વસ્તીએ 30 કોલેજ

લખનૌઃ સરકારના અખિલ ભારતીય સર્વે મુજબ, ઉત્તર પ્રદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે દેશમાં સૌથી વધુ કોલેજો છે, ત્યારબાદ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કોલેજ આવેલી છે. શિક્ષણ મંત્રાલય દ્વારા AISHE સર્વે જાહેર કરવામાં આવ્યો છે. ભારતમાં કોલેજોની સંખ્યાના સંદર્ભમાં ટોચના 10 રાજ્યોમાં રાજસ્થાન, તમિલનાડુ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત, તેલંગાણા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે, જેમાં એક લાખની વસ્તી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code