Homeગુજરાતીએસ્ટ્રો સાયન્સભારતે અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

ભારતે અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

નવી દિલ્હીઃ ભારતે અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઉડાડી દીધી છે. એક તરફ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદને જોતા આ પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-4નું ઓડિશાના ચાંદીપુર ખાતે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રક્ષેપણે સફળતાપૂર્વક તમામ ઓપરેશનલ અને ટેકનિકલ માપદંડોને પૂર્ણ કર્યા છે.

ભારતની અગ્નિ-4 મિસાઈલ તેની પ્રહાર ક્ષમતામાં મહત્વની ભૂમિકા ભજવનારી છે. આ મિસાઈલથી 4,000 કિલોમીટર સુધીના સ્થાનને નિશાન બનાવી શકાય છે. સરંક્ષણ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શુક્રવાર 6 સપ્ટેમ્બરે ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ, અગ્નિ-4ને ઓડિશાના ચાંદીપુરમાં ટેસ્ટ રેન્જથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી હતી.

પ્રક્ષેપણમાં અગ્નિ-4 મિસાઈલે તમામ ઓપરેશનલ અને ટેકનિકલ માપદંડોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા. આ સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ લગભગ બે વર્ષ બાદ કરવામાં આવ્યું છે. આ પહેલા તેનું પરીક્ષણ 6 જૂન 2022ના રોજ કરવામાં આવ્યું હતું.

અગ્નિ-4 ભારતની અગ્નિ સિરીઝની ચોથી મિસાઈલ છે. આ ખૂબ જ ખતરનાક બેલેસ્ટિક મિસાઈલ છે. આ મિસાઈલની સૌથી મોટી વિશેષતા એ છે કે, તે વિશ્વની અન્ય રેન્જની મિસાઈલો કરતાં ઘણી હળવી છે. તેનું વજન 17 હજાર કિલો છે. આ મિસાઈલ ડીઆરડીઓ અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે વિકસાવાઈ છે.

મિસાઈલની ખાસિયત

અગ્નિ-4 મિસાઈલ વિશ્વની આ રેન્જની મિસાઇલોની સરખામણીમાં એકદમ હલકી છે.
વજન લગભગ 17000 કિલોગ્રામ
લંબાઈ લગભગ 66 ફૂટ
રેન્જ 4000 કિલોમીટરથી વધુ
આ મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ છે
મિસાઈલમાં પરમાણુ શસ્ત્રોને સરળતાથી લઈ જઈ જવાની ક્ષમતા
મિસાઈલમાં તમામ પ્રકારના હથિયારોની લઈ જવાની ક્ષમતા
મિસાઈલની રેન્જ 4000 કિલોમીટરથી વધુ

ભારત માટે આ મિસાઈલનું સફળ પરીક્ષણ ખૂબ જ ખાસ છે. તેની વિશેષ ખાસિયત તેની 4000 કિલોમીટરથી વધુની રેન્જ છે અને પાકિસ્તાન અને ચીન બંને તેની રેન્જમાં આવી શકે છે. આ સિવાય તે પરમાણુ હથિયારો લઈ જવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. આવી સ્થિતિમાં તે ભારતના સંરક્ષણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિસાઈલની બીજી વિશેષતા એ છે કે તે 900 કિલોમીટરની ઉંચાઈ સુધી સીધી ઉડી શકે છે. તે 100 મીટર દૂરના ટાર્ગેટને સરળતાથી ઓળખી શકે છે. તે 100 મીટરની ત્રિજ્યામાં આવતા કોઈપણ લક્ષ્યને સંપૂર્ણપણે નષ્ટ કરી શકે છે.

સંબંધિત લેખો

Most Popular