1. Home
  2. Tag "india"

રશિયાએ ફરી એકવાર ભારત સાથેની પાકી મિત્રતા દર્શાવી, પીઓકેને ભારતનો હિસ્સો ગણાવ્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આવેલા કાશ્મીરની તાજેતરમાં જ અમેરિકાના ઉચ્ચ અધિકારીએ મુલાકાત લીધી હતી. તેમજ કાશ્મીરને આઝાદ કાશ્મીર ગણાવ્યું હતું.  દરમિયાન રશિયાએ જમ્‍મુ-કાશ્‍મીર, લદ્દાખ અને અરુણાચલ પ્રદેશને ભારતના અભિન્ન અંગ તરીકે માન્‍યતા આપી છે. રશિયન સરકાર દ્વારા જારી કરાયેલ  સભ્‍ય દેશોના નકશાએ આ વાત સાબિત કરી છે. રશિયન સમાચાર એજન્‍સીના જણાવ્‍યા અનુસાર, જાહેર કરાયેલા નકશામાં પાકિસ્‍તાનના […]

ચૂંટણીપંચઃ દ્રષ્ટીહિન વ્યક્તિ સરળતાથી મતદાન કરી શકે તે દિશામાં કામગીરી શરૂ કરાઈ

નવી દિલ્હીઃ દેશમાં આગામી દિવસોમાં હિમાચલપ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેની તમામ રાજકીય પક્ષોની સાથે ચૂંટણીપંચે પણ તૈયારીઓ શરૂ કરી છે. બીજી તરફ ચૂંટણીમાં વધારેમાં વધારે લોકો મતદાન કરી શકે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ચૂંટણીપંચ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. દ્રષ્ટીહીન મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ઈવીએમના બેલેટ […]

ડિસેમ્બર સુધીમાં ભારતમાં બનશે રશિયાની AK-203, યુપીમાં થશે તૈયાર

લખનઉ:વીજળીની ઝડપે ચાલતી રશિયાની AK-203 રાઈફલ ડિસેમ્બર સુધીમાં ભારતમાં બનવાનું શરૂ કરશે.આ માહિતી રશિયાના રાજ્ય સંરક્ષણ એકમ રોસોબોરોનેક્સપોર્ટના મહાનિર્દેશક એલેક્ઝાન્ડર મિખીવે આપી હતી.તેને ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના કોરવા સ્થિત ઓર્ડનન્સ ફેક્ટરીમાં બનાવવામાં આવશે. મિખીવે કહ્યું,અમારી યોજનાઓમાં ભારતમાં પ્રખ્યાત રશિયન એસોલ્ટ રાઈફલ્સના ઉત્પાદનના 100 ટકા સ્થાનિકીકરણનો સમાવેશ થાય છે.તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે,ભારત […]

સમગ્ર દેશમાં આજથી મેગા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુર 19મી ઓક્ટોબર 2022ના રોજ દિલ્હીના ચાંદની ચોક ખાતેથી સ્વચ્છ ભારત 2022 અંતર્ગત મેગા સ્વચ્છતા અભિયાનનું ઉદ્ઘાટન કરશે. સમાન સ્વચ્છતા અભિયાન 19મી ઓક્ટોબર 2022ના રોજ દેશભરના તમામ ગામોમાં હાથ ધરવામાં આવશે. યુથ અફેર્સ અને તેની આનુષંગિક સંસ્થાઓ જેમ કે એનવાયકેએસ, એનએસએસ અને દેશભરના તમામ ગામડાઓમાં […]

કોરોનાનું નવું સ્વરૂપ ભારતમાં પહોંચ્યું,નિષ્ણાતોએ આપી ચેતવણી

દિલ્હી:દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડાને જોતા મોટા ભાગના પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે.પરંતુ તાજેતરમાં કોરોનાના નવા વેરિએન્ટએ ફરી બધાની ચિંતા વધારી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર, કોરોનાનું આ નવું વેરિઅન્ટ ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ છે.તેનું નામ BA.5.1.7 છે અને આ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાય છે.માહિતી અનુસાર, ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા ભારતમાં BF.7 સબ-વેરિઅન્ટનો પ્રથમ કેસ […]

સંયુકત રાષ્ટ્ર પ્રમુખ ગુતારેસ ભારતની બે દિવસીય મુલાકાત દરમિયાન મોદી-જયશંકર સાથે મુલાકાત કરશે

દિલ્હી:સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતારેસ તેમની બે દિવસીય ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરશે. ગુતારેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું કે,ગુતારેસ 18 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી ભારતમાં રહેશે અને તેઓ ભારત અને સંયુક્ત રાષ્ટ્ર વચ્ચેની ભાગીદારી પર આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે.પ્રવક્તાએ કહ્યું કે તે ‘લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ મિશન’માં […]

ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત નહીં ત્યાં સુધી ટાર્ગેટ કિલિંગ અટકશે નહીં: ફારુક અબ્દુલા

નવી દિલ્હીઃ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડૉ.ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે જ્યાં સુધી ભારત પાકિસ્તાન સાથે વાતચીત નહીં કરે ત્યાં સુધી કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ અટકશે નહીં. કાશ્મીરી પંડિત પુરણ ભટની હત્યા પર અબ્દુલ્લાએ કહ્યું કે જેમ ભાજપ કહે છે કે કલમ 370ના કારણે જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ થઈ રહી છે. એટલે આવી ઘટનાઓ અટકાવવા […]

ભારતમાં ગરીબોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, સંયુક્ત રાષ્ટ્રના મતે આ એક ઐતિહાસિક પરિવર્તન

નવી દિલ્હીઃ વર્ષ 2005-06 થી 2019-21 ની વચ્ચે ભારતમાં ગરીબોની સંખ્યામાં લગભગ 415 મિલિયન (415 મિલિયન)નો ઘટાડો થયો છે. સંયુક્ત રાષ્ટ્રના મતે આ એક ઐતિહાસિક પરિવર્તન છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) અને ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે ઓક્સફર્ડ ડિપાર્ટમેન્ટ ઓફ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ (ઓપીએચઆઇ) દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલ નવો બહુપરિમાણીય ગરીબી સૂચકાંક (એમપીઆઇ) […]

દિવાળીમાં દિવો પ્રગટાવતા પહેલા જાણો કેટલીક ધાર્મિક માન્યતાઓ…

નવી દિલ્હીઃ કાર્તિક મહિનાની અમાવાસ્યા પર દીપાવલીનો તહેવાર ઉજવવામાં આવે છે, 5 દિવસ સુધી ચાલનાર આ તહેવારને હિન્દુઓનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. દશેરા પછી જ ઘરોમાં દિવાળીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. એવું કહેવાય છે કે દીપાવલીના દિવસે, શ્રી રામ, માતા સીતા અને તેમના નાના ભાઈ લક્ષ્મણ સાથે, 14 વર્ષનો વનવાસ પસાર કરીને […]

નાણાકીય વર્ષ 2022-23 માં ભારતીય અર્થવ્યવસ્થા 7 ટકાના દરે વધવાનું અનુમાનઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મુખ્ય અર્થવ્યવસ્થાઓમા ચાલી રહેલી મંદી, કોમોડિટીની કિમતોમાં વૃદ્ધિ અને નાણાકીય સ્થિતિને કારણે અર્થવ્યવસ્થા માટે મુખ્ય નકારાત્મક જોખમો પર ચિંતા વ્યક્ત કરી હતી. વોશિંગટન ડીસી સ્થિત  IMF હેડ ક્વાર્ટરમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા અને નાણાકીય સમિતિની બેઠકને સંબોધિત કરતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે, વૈશ્વિક અવરોધો હોવા છતાં ભારતીય અર્થવ્યવસ્થા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code