1. Home
  2. ગુજરાતી
  3. ભારતની એફડીઆઈ 1 ટ્રિલિયન ડોલરને આંબી ગઈ
ભારતની એફડીઆઈ 1 ટ્રિલિયન ડોલરને આંબી ગઈ

ભારતની એફડીઆઈ 1 ટ્રિલિયન ડોલરને આંબી ગઈ

0
Social Share

ભારતે પોતાની આર્થિક સફરમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. એપ્રિલ 2000થી અત્યાર સુધીમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)નો કુલ પ્રવાહ 1 ટ્રિલિયન ડોલરની પ્રભાવશાળી સપાટીએ પહોંચ્યો છે. આ સીમાચિહ્નરૂપ સિદ્ધિમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છમાસિક ગાળા દરમિયાન એફડીઆઈમાં લગભગ 26 ટકાનો વધારો થઈને 42.1 અબજ ડોલર થયો છે. આ પ્રકારની વૃદ્ધિ એક વૈશ્વિક રોકાણના સ્થળ તરીકે ભારતની વધતી જતી શાખને પ્રતિબિંબિત કરે છે. જે સક્રિય નીતિગત માળખા, ગતિશીલ વ્યાવસાયિક વાતાવરણ અને વધતી જતી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મકતાથી પ્રેરિત છે. સીધા વિદેશી રોકાણોએ નોંધપાત્ર બિન-ઋણ નાણાકીય સંસાધનો પ્રદાન કરીને, ટેકનોલોજી હસ્તાંતરણને પ્રોત્સાહન આપીને અને રોજગારીની તકો ઊભી કરીને ભારતનાં વિકાસમાં પરિવર્તનકારી ભૂમિકા ભજવી છે. “મેક ઇન ઇન્ડિયા”, ઉદાર બનેલી ક્ષેત્રીય નીતિઓ અને વસ્તુ અને સેવા કર (જીએસટી) જેવી પહેલોએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે. જ્યારે સ્પર્ધાત્મક મજૂરી ખર્ચ અને વ્યૂહાત્મક પ્રોત્સાહનોએ બહુરાષ્ટ્રીય કંપનીઓને આકર્ષવાનું ચાલુ રાખ્યું છે.

છેલ્લા દાયકામાં (એપ્રિલ, 2014થી સપ્ટેમ્બર, 2024) દરમિયાન કુલ એફડીઆઇ પ્રવાહ 709.84 અબજ ડોલર રહ્યો છે, જે છેલ્લાં 24 વર્ષમાં એફડીઆઇના કુલ પ્રવાહમાં 68.69 ટકા હિસ્સો ધરાવે છે. રોકાણોનો આ મજબૂત પ્રવાહ વૈશ્વિક આર્થિક પરિદ્રશ્યને આકાર આપવામાં ભારતની મુખ્ય ભૂમિકાને રેખાંકિત કરે છે.

પરિવર્તન તરફ દોરી જતા પરિબળો

પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ)ને આકર્ષવામાં ભારતની નોંધપાત્ર સિદ્ધિ માટે વિવિધ પરિબળો જવાબદાર છે:

સ્પર્ધાત્મકતા અને નવીનીકરણ : વર્લ્ડ કોમ્પિટિટિવ ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ ત્રણ ક્રમની છલાંગ સાથે 40મો થયો છે. જે વર્ષ 2021માં 43મા ક્રમે હતો. આ ઉપરાંત ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2023 માં 132 અર્થતંત્રોમાંથી 40 મું સ્થાન પ્રાપ્ત કરીને ટોચના 50 દેશોમાં ભારતને 48 માં ક્રમનો સૌથી નવીન દેશ જાહેર કરવામાં આવ્યો હતો. જે 2015 માં તેના 81 માં સ્થાનની તુલનામાં નોંધપાત્ર સુધારો છે. આ રેન્કિંગ્સ તેના નવીન ઇકોસિસ્ટમ અને સ્પર્ધાત્મકતાને વધારવામાં દેશની પ્રગતિને પ્રકાશિત કરે છે.

વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2023 મુજબ ભારત 1,008 ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સની જાહેરાત સાથે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ મેળવવામાં ત્રીજા ક્રમે હતું.. ભારતમાં આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ ફાઇનાન્સ સોદાઓની સંખ્યામાં પણ 64%નો વધારો થયો છે. જે તેને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ ફાઇનાન્સ સોદાઓની બીજી સૌથી વધુ સંખ્યા ધરાવતો દેશ બનાવે છે. આ આંકડા વૈશ્વિક મૂડીરોકાણના મંચ પર ભારતની વધતી જતી વિશેષતા પર ભાર મૂકે છે.

વેપાર-વાણિજ્યનું સુધરતું વાતાવરણઃ ભારતે તેના વ્યાવસાયિક વાતાવરણને સુધારવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. જેમાં વર્ષ 2014માં 142માં ક્રમેથી વધીને વિશ્વ બેંકનાં ડૂઇંગ બિઝનેસ રિપોર્ટ (ડીબીઆર) 2020માં 63મું સ્થાન પર પહોંચી ગયું છે. જે બંધ થતાં અગાઉ ઓક્ટોબર, 2019માં પ્રકાશિત થયો હતો. પાંચ વર્ષમાં 79-રેન્કનો આ કૂદકો નિયમોને સરળ બનાવવા, નોકરશાહી અવરોધોને ઘટાડવા અને વધુ વ્યવસાય-મૈત્રીપૂર્ણ વાતાવરણ સર્જવાના સરકારના સાતત્યપૂર્ણ પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે, જે રોકાણકારોના વિશ્વાસમાં નોંધપાત્ર વધારો કરે છે.

નીતિગત સુધારાઓ : એફડીઆઈને પ્રોત્સાહન આપવા માટે સરકારે રોકાણકારોને અનુકૂળ નીતિ ઘડી છે. જેમાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ કેટલાંક ક્ષેત્રોને બાદ કરતાં મોટા ભાગનાં ક્ષેત્રો ઓટોમેટિક રૂટ હેઠળ 100 ટકા એફડીઆઇ માટે ખુલ્લાં છે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ્સ અને વિદેશી રોકાણકારો માટે કર પાલનને સરળ બનાવવા માટે આવકવેરા અધિનિયમ, 1961 માં 2024 માં સુધારો કરવામાં આવ્યો છે. જેથી એન્જલ ટેક્સને નાબૂદ કરી શકાય અને વિદેશી કંપનીની આવક પર વસૂલવામાં આવતા આવકવેરા દરમાં ઘટાડો કરી શકાય.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code