1. Home
  2. Tag "india"

પીએમ મોદીએ રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિતે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા માટે સન્માન વ્યક્ત કર્યુ

પીએમએ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા માટે સન્માન વ્યક્ત કર્યુ યુવાનોને હેન્ડલૂમ સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ચેલેન્જમાં ભાગ લેવા કરી વિનંતી 7,ઓગસ્ટ દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને ભારતની કલાત્મક પરંપરાઓની ઉજવણી માટે કામ કરનારા તમામ પ્રત્યે સન્માન વ્યક્ત કર્યુ.વડાપ્રધાનએ સ્ટાર્ટઅપ્સની દુનિયા સાથે સંકળાયેલા તમામ યુવાનોને હેન્ડલૂમ સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ચેલેન્જમાં ભાગ લેવા […]

વડોદરાના સંગ્રહાલયમાં આઝાદીની લડતમાં ઉપયોગમાં લેવાયેલા 12 ધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યાં

અમદાવાદઃ સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે વડોદરાના સંગ્રહાલયમાં આઝાદીના લડતકાળ દરમિયાન વિવિધ તબક્કે પ્રસિદ્ધ કરાયેલા ધ્વજ રાખવામાં આવ્યાં છે. અહીં રાષ્ટ્રધ્વજ સહિત કુલ 12 ધ્વજ છે. જે આઝાદીના લડતકાળ દરમિયાન વિવિધ તબક્કે પ્રસિદ્ધ હોય એ તમામ પ્રકારો અહીં પ્રદર્શિત […]

હવે, NRI વિદેશમાં બેઠા-બેઠા ભારતમાં રહેતા સ્વજનોના વિવિધ ભૂલની ચુકવણી કરી શકશે

નવી દિલ્હીઃ હવે બિનનિવાસી ભારતીયો (NRIs) ટૂંક સમયમાં જ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) ની મદદથી દેશમાં રહેતા તેમના પરિવારોની મૂળભૂત જરૂરિયાતો જેવી કે શિક્ષણ અને અન્ય સંબંધિત બિલ ચૂકવી શકશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વિદેશથી આવતી ચુકવણીઓ સ્વીકારવાની દરખાસ્તની જાહેરાત કરી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, આનાથી વરિષ્ઠ નાગરિકોને ઘણો ફાયદો થશે. […]

ફાઈટર વિમાનોને પૂર્વીય લદ્દાખની સરહદોથી દૂર રાખવા ચીનને ભારતની ચેતવણી

નવી દિલ્હીઃ તાઈવાનને ચીને ચારેય બાજુથી ધેરીને સૈન્ય અભ્યાસ શરૂ કર્યું છે. તેમજ ચીન ગમે તે ઘડીએ તાઈવાન ઉપર હુમલો કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન ચીનને પોતાના ફાઈટર વિમાનોને પૂર્વીય લદ્દાખની સરહદોથી દૂર રાખવા ભારતે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભારત અને ચીન વચ્ચે સીમાને લઈને લાંબા સમયથી વિવાદ […]

જમ્મુ-કાશ્મીર મુદ્દે ચીને પાકિસ્તાનને સમર્થન આપવાનું ટાળ્યું, વાતચીતથી સમસ્યા દૂર કરવા કર્યું સૂચન

નવી દિલ્હીઃ ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 270 દૂર કર્યાંને 3 વર્ષ પૂર્ણ થયાં છે. પાકિસ્તાન સતત કાશ્મીર મુદ્દે કાગારોડ મચાવે છે પાકિસ્તાનને આશા છે કે, દુનિયાના કોઈ પણ દેશ સમર્થન આપે કે ના આપે પરંતુ ચીન કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સહયોગ કરશે. પરંતુ ચાલાક ચીને પાકિસ્તાનની તમામ આશાઓ પણ પાણી ફેરવી નાખ્યું છે, ચીને કાશ્મીર મુદ્દે ભારત-પાકિસ્તાનને […]

ભારતે મલેશિયાને 18 તેજસ ફાઈટર જેટ વેચવાની કરી ઓફર,ચીનની વધી શકે મુશ્કેલી

6 ઓગસ્ટ,દિલ્હી: ભારતનું તેજસ ફાઈટર જેટ અત્યારે વિશ્વના ઘણા દેશોની નજરમાં છે, ભારત દ્વારા હાલમાં જ મલેશિયાને 18 તેજસ ફાઈટરની ઓફર કરવામાં આવી છે. ભારત અત્યારે જે રીતે વિયેતનામ, ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા, અને મલેશિયા સાથે સંબંધોને વધારે મજબૂત કરી રહ્યું છે તેને જોતા લાગે છે કે ભવિષ્યમાં ચીનની પણ તકલીફ વધી શકે છે. મીડિયા રિપોર્ટના કહેવા […]

કોમનવેલ્થ ગેમ્સ 2022: ભારતે 9 ગોલ્ડ સહિત કુલ 26 મેડલ જીત્યાં

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં યોજાઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 9 ગોલ્ડ, 8 સિલ્વર અને 9 બ્રોઝ મેડલ જીત્યાં છે. આમ કોમવેલ્થમાં ભારતે 26 જેટલા મેડલ જીત્યાં છે. 50 ગોલ્ડ મેડલ સાથે ઓલ્ટ્રેલિયા પ્રથમ ક્રમે છે. જ્યારે ઈંગ્લેન્ડએ 47 ગોલ્ડ, કેનેડાએ 19 અને ન્યૂઝીલેન્ડએ 17 ગોલ્ડ જીત્યાં છે. આ યાદીમાં 9 ગોલ્ડ સાથે ભારત પાંચમાં […]

દેશમાં ગેંગસ્ટરો સામે આકરી કાર્યવાહીની NIAને સત્તા અપાશે

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે નેશનલ ઈન્વેસ્ટીગેશ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હવે એનઆઈએ આતંકવાદી પ્રવૃતિ ઉપરાંત ગેંગસ્ટરો, હથિયારો અને ડ્રગ્સની દાણચોરી સહિતના ગંભીર ગુનાની તપાસ કરી શકે તે દિશામાં તંત્ર દ્વારા વિચારણા ચાલી રહી છે.  એનઆઈએને કેન્દ્ર સરકાર વધારે શક્તિશાળી બનાવાની વિચારણા ચાલી રહી છે. સરકાર ઈચ્છે છે કે એનઆઈએ […]

કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતે 6 ગોલ્ડ સહિત કુલ 20 મેડલ જીત્યાં

નવી દિલ્હીઃ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ પોતાનું ઉત્કર્ષ પ્રદર્શન કરી રહ્યાં છે. દરમિયાન ભારતના સુધીરે પેરા પાવરલિફ્ટિંગ ઈવેન્ટની મેન્સ હેવીવેઈટ ફાઇનલમાં રેકોર્ડબ્રેક પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. સુધીર કોમનવેલ્થ ગેમ્સની પેરા પાવરલિફ્ટિંગ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ છે. તેણે બીજા પ્રયાસમાં 134.5ના રેકોર્ડ સ્કોર સાથે 212 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ […]

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો દબદબોઃ મેડલ લિસ્ટમાં ભારત સાતમાં ક્રમે

નવી દિલ્હીઃ બર્મિધમમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2022માં અત્યાર સુધી ભારતીય ખેલાડીઓએ 18 મેડલ જીત્યાં છે. 5 સ્વર્ણ, 6 સિલ્વર અને સાત બોન્ઝ મેડલ ભારત જીતી ચુક્યું છે. ભારતે સૌથી વધારે મેડલ વેઈટલિફ્ટીંગમાં જીત્યાં છે. વેઈટલિફ્ટીંગમાં ભારતે 10 જેટલા મેડલ જીત્યાં છે. હાલ કોમનવેલ્થ ગેમ્સ 2022ના મેડલ ટેલીમાં ભારત હાલ સાતમાં ક્રમે છે. કોમનવેલ્થ ગેમ્સમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code