1. Home
  2. Tag "modern technology"

અયોધ્યાધામ રેલવે સ્ટેશન આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવાયું

અયોધ્યાઃ જાન્યુઆરીમાં રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં દેશની જનતાને નવા રેલવે સ્ટેશનની ભેટ આપી હતી. અયોધ્યા ધામ રેલવે સ્ટેશન કેટલીક આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન કોઈ એરપોર્ટથી ઓછુ નથી. આ રેલવે સ્ટેશનને ત્રણ તબક્કામાં વિકસિત કરવામાં આવ્યું છે. જેના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું છે. રેલવે […]

પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદ ઉપર સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો સુરક્ષા જવાનો કરશે ઉપયોગ

નવી દિલ્હીઃ BSFએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર દેખરેખ માટે ‘ત્રીજી આંખ’નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સરહદના 2290 કિલોમીટર લાંબા વિસ્તાર પર ‘CIBMS’ દ્વારા દેખરેખની તૈયારી છે અને તેનો રોડમેપ પણ તૈયાર છે. પાકિસ્તાનથી આવતા ડ્રોનને શોધવા માટે એન્ટી-ડ્રોન સિસ્ટમ (એડીએસ) સાથે ફીટ કરાયેલા વાહનો ખરીદવાનો પ્રસ્તાવ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની વિચારણા […]

જમ્મુ-કાશ્મીરઃ સેનાએ આતંકવાદીઓ સામે આધુનિક ટેકનોલોજી ડ્રોનનો ઉપયોગ શરુ કર્યો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. ભારતીય જવાનોને સરકાર દ્વારા આધુનિક ટેકનોલોજીના હથિયારો પુરા પાડવામાં આવી રહ્યાં છે, ત્યારે હવે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના ઠેકાણા શોધવા માટે આર્મીએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાના 3 આતંકવાદીને સુરક્ષા એજન્સીઓએ ઠાર માર્યા હતા. આ આતંકવાદીઓના મૃત્યુ પહેલાનો એક વીડિયો […]

રાજકોટઃ વીજ કંપનીએ વીજ ચોરી ઝડપી લેવા માટે આધુનિક ટેકનોલોજીનો કર્યો ઉપયોગ

અમદાવાદઃ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં વીજચોરીને ઝડપી લેવા માટે વિજ કંપની અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન રાજકોટમાં વીજ કંપનીએ આધુનિક ટેકનોલોજીની મદદથી વીજ ચોરીને ઝડપી લેવાની કામગીરી શરૂ કરી હતી. વીજ કંપનીએ ડ્રોન મારફતે તપાસ કરી હતી. વીજ કંપનીના દરોડાના પગલે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોટાપાયે વીજચોરી પકડવાનું […]

મધ્યપ્રદેશઃ MBBSની પરીક્ષામાં આધુનિક ટેકનોલોજીની મદદથી નકલ કરતા બે મુન્નાભાઈ ઝડપાયાં

ભોપાલઃ મધ્યપ્રદેશના ઈન્દોરમાં પરીક્ષામાં અનોખી રીતે ચોરી કરવાની ઘટના સામે આવી છે. પરીક્ષામાં નકલ કરવા બે વિદ્યાર્થીઓએ તમામ હદ પાર કરી દીધી છે. એક વિદ્યાર્થીએ પોતાના કાનમાં સર્જરી કરાવીને બ્લ્યુટૂથ ફિટ કરાવ્યું હતું. જ્યારે અન્ય એક વિદ્યાર્થીએ પરીક્ષામાં નકલ કરવા માટે પોતાની બનીયાનમાં બ્લુટૂથ ફિટ કરાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ઈન્દોરની એમજીએમ મેડિકલ લોકેજમાં એમબીબીએસની […]

મધ્યપ્રદેશઃ 5 વ્યક્તિઓ ઉપર હુમલો કરનાર દીપડાને ઝડપી લેવા માટે વનવિભાગે આધુનિક ટેકનોલોજી અપનાવી

ભોપાલઃ મધ્યપ્રદેશના અબખેડી ગામમાં દીપકાએ પ્રવેશ કરીને આતંક મચાવ્યો હતો. એક બે નહીં પાંચ વ્યક્તિ ઉપર દીપડાએ હુમલો કરતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. વનવિભાગ દ્વારા દીપડાને ઝડપી લેવા પ્રયાસો કરવા છતા દીપડો પાંજરે પુરાયો નથી. હવે વનવિભાગે દીપડાને શોધી કાઢવા માટે આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો છે. દીપડાને ડ્રોનની મદદથી શોધવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશના દમોહ […]

દેશમાં મિલીટરીની જમીનો ઉપર આધુનિક ટેકનોલોજીની મદદથી પ્રથમવાર સર્વે

દિલ્હીઃ ભારતને આઝાદી મળ્યા બાદ પહેલી વખત કેન્દ્ર સરકારે મિલિટરીની 17.78 લાખ ઍકર જમીનનો ડ્રોન, 3ડી મોડૅલિંગ અને સૅટેલાઇટ ઇમૅજરી જેવી આધુનિક ટૅક્નોલોજીની મદદથી સર્વે કરાયો હતો. પહાડી પ્રદેશમાં આવેલી જમીનનું સર્વેક્ષણ ભાભા ઍટોમિક રિસર્ચ સેન્ટરની મદદ લઇને ડિજિટલ ઍલિવેશન મોડેલ ટૅક્નોલોજીની મદદથી કરવામાં આવ્યું હતું. લગભગ 3 મહિનાના સમયગાળામાં 9 લાખ હેકટર જમીનમાં સર્વે […]

દિલ્હીઃ આધુનિક ટેકનોલોજીની મદદથી છેતરપીંડીના 1000 ગુના આચરનારી ગેંગ ઝબ્બે

દિલ્હીઃ રાજધાની દિલ્હીની પોલીસના સાઈબર સેલએ છેતરપીંડીના મોડ્યુઅલનો પર્દાફાશ કરીને 12 લોકોને ઝડપી લીધા હતા. આરોપીઓએ બોગસ વેબસાઈટ મારફતે નકલી કસ્ટમર કેયર નંબર પણ આપવામાં આવતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે કોઈ કસ્ટમર ઈન સાઈટ્સ ઉપર જઈને એપ્લિકેશન ડાઉનલોક કરે કે તરત જ તેમના ફોનની તમામ માહિતી આરોપીઓ પાસે પહોંચી જાય છે. તેમજ મોબાઈલમાં આવતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code