1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં મિલીટરીની જમીનો ઉપર આધુનિક ટેકનોલોજીની મદદથી પ્રથમવાર સર્વે
દેશમાં મિલીટરીની જમીનો ઉપર આધુનિક ટેકનોલોજીની મદદથી પ્રથમવાર સર્વે

દેશમાં મિલીટરીની જમીનો ઉપર આધુનિક ટેકનોલોજીની મદદથી પ્રથમવાર સર્વે

0
Social Share

દિલ્હીઃ ભારતને આઝાદી મળ્યા બાદ પહેલી વખત કેન્દ્ર સરકારે મિલિટરીની 17.78 લાખ ઍકર જમીનનો ડ્રોન, 3ડી મોડૅલિંગ અને સૅટેલાઇટ ઇમૅજરી જેવી આધુનિક ટૅક્નોલોજીની મદદથી સર્વે કરાયો હતો. પહાડી પ્રદેશમાં આવેલી જમીનનું સર્વેક્ષણ ભાભા ઍટોમિક રિસર્ચ સેન્ટરની મદદ લઇને ડિજિટલ ઍલિવેશન મોડેલ ટૅક્નોલોજીની મદદથી કરવામાં આવ્યું હતું. લગભગ 3 મહિનાના સમયગાળામાં 9 લાખ હેકટર જમીનમાં સર્વે કરવામાં આવ્યો હતો.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે મિલિટરીની છાવણીઓની અંદરની અંદાજે 1.61 લાખ ઍકર જમીન અને મિલિટરીની છાવણીઓની બહારની 16.17 લાખ ઍકર જમીનના સર્વેક્ષણનું કામ ઑક્ટોબર 2018માં શરૂ કરાયું હતું અને હવે એ પૂર્ણ થયું છે. દેશને આઝાદી મળ્યા બાદ પહેલી વખત આધુનિક ટૅક્નોલોજીની મદદથી મિલિટરીની જમીનનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. અંદાજે 5900 જેટલા સ્થળોએ આવેલી જમીનો, અનેક સ્થળે દુર્ગમ વિસ્તારોમાં આવેલી જમીન અને આ કામમાં જોડાયેલા સંબંધિત વ્યક્તિઓની સંખ્યાને ધ્યાનમાં લઇએ તો આ ભારતનું સૌથી મોટું જમીનનું સર્વેક્ષણ હતું. સર્વેની કામગીરીમાં ઇલેક્ટ્રોનિક ટૉટલ સ્ટૅશન, ડિફરન્શિયલ ગ્લોબલ પોઝિશનીંગ સિસ્ટમ, ડ્રોન અને સૅટેલાઇટ ઇમૅજરી સહિતની આધુનિક ટૅક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 17.78 લાખ ઍકર જમીનમાંથી 9 લાખ ઍકર જમીનનું સર્વેક્ષણ ગત ત્રણ મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code