1. Home
  2. Tag "NORTH GUJARAT"

નર્મદા મુખ્ય નહેરની માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઈ યોજનાનો 18 ગામના ખેડૂતોને લાભ મળશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઇ યોજનાનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે વિકાસની રાજનીતિ દ્વારા આયોજનબધ્ધ આગળ વધવાનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતે પુરૂ પાડ્યું છે,  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે વિકસિત ગુજરાતના નિર્માણ થકી વિકસિત ભારતના નિર્માણ માટે  સૌને પ્રતિબધ્ધ બનવા આહવાન કરી જણાવ્યું હતું કે સરકાર હંમેશાં ખેડૂતોની સાથે રહી છે અને તેમની  સાથે […]

ઉત્તર ગુજરાતના પાટણમાં ગમખ્વાર અકસ્માત, 3 યુવાનોના મોત

પોલીસ સ્ટેશન નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ અમદાવાદઃ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના શંખેશ્વર માર્ગ ઉપર મોટરકાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં મોટરકારમાં સવાર 3 યુવાનોના મોત થયાં હતા. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર વ્યક્તિઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું […]

ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખરીફ પાક નિષ્ફળ થવાની ભીતિ, ખેડુતો બન્યા ચિંતિત

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. અને જુન અને જુલાઈ દરમિયાન સારોએવો વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ, અને દક્ષિણ ગુજરાતમાં એકંદરે સારો વરસાદ પડ્યો છે. તેની સરખામણીએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સરેરાશ ઓછો વરસાદ પડ્યો છે. ઓગસ્ટ મહિનો એકંદરે કોરો જતાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખરીફ પાકને બચાવવા […]

દાંતીવાડા ડેમના છ દરવાજા ખોલીને બનાસનદીમાં 25 હજાર ક્યુસેક પાણી છોડાયું

અમદાવાદઃ માઉન્ટ આબુ ઉપરવાસમાં ભારે વરસાદને લીધે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં 25,000 ક્યુસેક જેટલું પાણી છોડાયું છે. આ વર્ષે ઉપરવાસના જિલ્લાઓમાં અને દક્ષિણ રાજસ્થાનમાં સારા વરસાદને લીધે બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા બંધમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. માઉન્ટ આબુ ઉપરવાસમાં 160 મી.મી. ભારે વરસાદ થતાં આજે 28 જુલાઈએ દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 599.35 ફૂટ […]

ધરોઈ ડેમમાં નવા પાણીની સતત આવક, સાબરમતી નદીના કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયાં

અમદાવાદઃ ઉત્તર ગુજરાતની જીવાદોરી મનાતા ધરોઈ ડેમના ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને પગલે ધરોઈ ડેમમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. જેથી સાબરકાંઠા જિલ્લાના ચાર તાલુકાને સાબદા રહેવા તાકીદ કરી છે. ગુજરાતમાં હાલ ચોમાસાની સિઝનનો 60 ટકા જેટલો વરસાદ વરસો રહ્યો છે. સૌથી વધારે કચ્છમાં સૌથી વધારે 120 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં […]

ઉત્તર ગુજરાતમાં સતત વરસાદને પગલે દાંતીવાડા ડેમ, ધરોઈ ડેમમાં નવા પાણીની આવક

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદને પગલે સાબરમતી નદી અને દાંતીવાડા ડેમમાં સતત નવા પાણીની આવક થઈ છે. રાજસ્થાન વિસ્તારમાં પણ વરસાદ વરસવાને લઈ નદીઓમાં પાણીની આવક થઈ રહી છે. સાબરમતી અને દાંતીવાડા ડેમમાં સતત નવા પાણીની આવકને પગલે સ્થાનિકોમાં ખુશી ફેલાઈ છે. આ ઉપરાંત સાબરકાંઠાના વિજયનગર […]

ઉત્તર અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો, અનેક સ્થળે ધોધમાર વરસાદ

અમદાવાદઃ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક ઠેકાણે વરસાદ વરસ્યો હતો. રાજ્યના લગભગ 10 જિલ્લાના 50 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દરમિયાન પંચમહાલના ગોધરામાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજ્યના વાતાવરણમાં આવેલા પલટાને પગલે ઠંડક પ્રસરી ગઈ છે. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. સાબરકાંઠા, આણંદ, […]

ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં સંગ્રહિત પાણીનો જથ્થો 15 વર્ષની સ્થિતિએ સૌથી વધારે

અમદાવાદઃ રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં IMD ના અધિકારી દ્વારા બિપરજોય સાયક્લોન અને વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત સિંચાઇ વિભાગના અધિકારીશ્રીએ જળાશયોની સ્થિતિની માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં સંગ્રહિત પાણીનો જથ્થો […]

ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલઃ બનાસકાંઠાના દાંતામાં 5 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં વાવાઝોડાની અસર હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દરમિયાન હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના અમીરગઢમાં સવા […]

200 તાલુકામાં વરસાદઃ બનાસકાંઠા-સાબરકાંઠામાં ધોધમાર વરસાદ, ઉત્તર ગુજરાતમાં એલર્ટ

અમદાવાદઃ ચક્રવાત બિપરજોયને કારણે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 200 તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેથી અનેક નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code