1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નર્મદા મુખ્ય નહેરની માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઈ યોજનાનો 18 ગામના ખેડૂતોને લાભ મળશે
નર્મદા મુખ્ય નહેરની માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઈ યોજનાનો 18 ગામના ખેડૂતોને લાભ મળશે

નર્મદા મુખ્ય નહેરની માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઈ યોજનાનો 18 ગામના ખેડૂતોને લાભ મળશે

0
Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઇ યોજનાનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે વિકાસની રાજનીતિ દ્વારા આયોજનબધ્ધ આગળ વધવાનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતે પુરૂ પાડ્યું છે,  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે વિકસિત ગુજરાતના નિર્માણ થકી વિકસિત ભારતના નિર્માણ માટે  સૌને પ્રતિબધ્ધ બનવા આહવાન કરી જણાવ્યું હતું કે સરકાર હંમેશાં ખેડૂતોની સાથે રહી છે અને તેમની  સાથે રહેવાની છે. વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેતી અને ખેડૂતને સહન કરવું પડે નહિ તે માટે રાજ્ય સરકારે કૃષિ માટે દશ કલાક વીજળી આપવા અને જરૂર પડે સિંચાઇ માટે નહેરોમાં પાણી છોડવા નિર્ણય લીધો છે તેમ તેમણે ઉમેર્યુ હતું. આ યોજના અંતર્ગત બીજા તબક્કામાં આ હયાત પાઈપલાઈનને માતપુરથી આગળ લંબાવીને માતપુર તળાવ પાસે પંપીંગ સ્ટેશન બનાવીને ઉંઝા તાલુકાનાં બ્રાહ્મણવાડા ગામ સુધી કુલ 14.70 કિ.મી લંબાઈની 1216 મીમી વ્યાસની એમ.એસ પાઈપલાઈન દ્વારા ધરોઈ એક્ષ્ટેન્ડેડ બ્રાંચ કેનાલ નંબર 4 અને 5 માં 50 ક્યુસેક્સ પાણી નાખી ઊંઝા ,પાટણ અને વિસગનર તાલુકાનાં ધરોઈ કમાન્ડ વિસ્તારના 3705 એકર જમીનમાં પૂરક સિંચાઈ માટેની કામગીરી પૂર્ણ કરાઇ છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,ભાવિ પડકારોના સામના માટે વર્તમાન સમયની સજ્જતા માટે રાજ્ય સરકાર હમેશાં સજાગ છે, તેમણે ઉમેર્યું હતું કે ભવિષ્યની જરૂરીયાતનો વિચાર કરીને રાજ્ય સરકાર વિકાસ કામોની કાર્યયોજના તૈયાર કરે છે,તેમણે પ્રત્યેક જિલ્લામાં 75 અમૃત સરોવરના નિર્માણને જળસંચય માટેનું મહત્વપૂર્ણ કાર્ય ગણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વિકાસ કાર્યોની સાથે સાથે પર્યાવરણની સુરક્ષાને પણ મહત્વ આપવું પડશે ગ્લોબલ વાર્મિંગ જેવી સમસ્યાના સામના માટે પ્રદુષણને અટકાવવા ઉપરાંત જળસંચય અને વૃક્ષારોપણના મહત્વને પણ સમજવું પડશે. તેમણે સિંગલ યુઝ પ્લાસ્ટીકના ઉપયોગને નિયંત્રિત કરવા અનુંરોધ કર્યો હતો અને પીએમના માર્ગદર્શન હેઠળ દેશભરમાં ચાલી રહેલા મિશન લાઇફ અભિયાનને મહત્વપુર્ણ ગણાવ્યું હતું.

રાજ્ય સરકાર છેવાડાના જરૂરીયાતમંદ લોકો સુધી વિકાસ યોજના પહોંચાડવા સતત પ્રયાસરત છે તેમ જણાવી મુખ્યમંત્રીએ રાજ્યની વિકાસયાત્રામાં જનશક્તિની સહભાગીતાને મહત્વપૂર્ણ ગણાવી સૌનો સાથ,સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસને કર્મમંત્ર બનાવી વિકસિત ભારતના નિર્માણ માટે દેશના અમૃતકાળના અનુપમ અવસરે સૌને સંકલ્પબધ્ધ થવા અનુરોધ પણ કર્યો હતો. ઊંઝા ખાતે રૂપિયા 8 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સરદાર વલ્લભભાઇ પટેલ ટાઊનહોલનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું હતું.  આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ઉમેર્યું હતું કે ખેડૂતોના ખેતર સુધી પાણી લાવવાનું ભગીરથ કાર્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં સમગ્ર ટીમ ગુજરાત દ્વારા થઇ રહ્યું છે.રાજ્ય વિકાસની નવી ઊંચાઇ તરફ આગળ વધી રહ્યુ છે ત્યારે ખેડૂતો અને ગામડું સમૃધ્ધ થાય તે માટે અનેકવિધ યોજનાઓ અમલમા મુકી છે. 

ઉત્તર ગુજરાતને ઉત્તમ બનાવવાના સંકલ્પ સાથે સરકાર કામ કરી રહી છે તેમ જણાવતાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયએ જણાવ્યું હતું કે, છેવાડાના ખેડૂતોના ખેતર સુધી  પાણી પહોચે તેમજ દરેકને કામ કરે તે માટે હર ખેત કો પાની, હર હાથ કો કામ આ સૂત્રને સાકાર કરવા સરકાર કટિબઘ્ધ છે. મંત્રીએ ઉમેર્યું હતું કે રૂ. 68 કરોડના ખર્ચે નિર્મિત નહેર આધારિત બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઈ યોજનાથી ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકા વિસનગર તાલુકા અને પાટણ તાલુકાના ખેડૂતોને સિંચાઈ સહિતની સગવડો પૂરી પડશે. તેમણે ખેડૂતોને અટલ ભૂજલ યોજના અંતર્ગત ગુજરાત પ્રોત્સાહક યોજના અંગે માહિતી આપીને તેનો લાભ લઈ સૂક્ષ્મ સિંચાઈથી ખેતી સમૃદ્ધ કરવા માટે આહવાન કર્યું હતું.

જળ સંપત્તિના ચેરમેન અને ખાસ સચિવ કે.બી.રાબડીયાએ  આ યોજનાની માહિતી આપતાં જણાવ્યું હતું કે,ગુજરાત સરકાર દ્વારા નર્મદા નદીના પૂરના વધારાના વહી જતા પાણીમાંથી 1 મિલિયન એકર ફીટ પાણી ઉત્તર ગુજરાતના મુખ્ય મોટા જળાશયો-નદીઓ અને નહેરોમાં નાંખી સિંચાઇ,જળ સંચય અને ભૂગર્ભ જળ રીચાર્જીંગ કરવા માટે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત નર્મદા મુખ્ય નહેર આધારિત સુજલામ સુફલામ યોજનાની અલગ અલગ કૂલ 6 ઉદવહન સિંચાઈપાઈપલાઈન યોજનાઓ દ્વારા ઉત્તર ગુજરાતના પાણીથી વંચિત વિસ્તારોમાં જળસંચય અને ભૂગર્ભ જળ રિચાર્જને લગતી મુખ્ય કામગીરી ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ દ્વારા કરાઇ રહી છે. રૂપિયા 67.69 કરોડના ખર્ચે નિર્મતિ આ યોજના ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સિંચાઇની મહત્વની યોજના બની રહી છે. આ યોજનામાં કુલ 11.70 કિ.મીની ડીસ્ટ્રીબ્યુશન પાઈપલાઈન નેટવર્ક દ્વારા નવ જેટલા ગામોના તળાવોમાં પાણી ભરીને પુરક સિંચાઈ ની સુવિધા ઉભી થશે અને ભુગર્ભ જળ રીચાર્જ થશે. માતપુર ખાતેના પંપીગ સ્ટેશન દ્વારા 50 કયુસેકસ પાણી 1216 મીમી વ્યાસ ની 14.70 કી.મી. ની એમ.એસ.પાઈપલાઈન મારફતે ૫૭ મીટર ઉંચાઈ સુધી ઉદ્દવહન કરવામાં આવશે.

     

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code