1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નડિયાદના મુખ્ય માર્ગો પર પૂરફાટ ઝડપે દોડતા ડમ્પરો, તંત્રની સામે લોકોમાં રોષ
નડિયાદના મુખ્ય માર્ગો પર પૂરફાટ ઝડપે દોડતા ડમ્પરો, તંત્રની સામે લોકોમાં રોષ

નડિયાદના મુખ્ય માર્ગો પર પૂરફાટ ઝડપે દોડતા ડમ્પરો, તંત્રની સામે લોકોમાં રોષ

0
Social Share

નડિયાદઃ શહેરના મુખ્ય માર્ગો પર બેફામ ગતિથી દોડતા ડમ્પરો મોટો અકસ્માત સર્જે તે પહેલા જ પગલા લેવાની લોકોમાં માગ ઊઠી છે. શહેરમાં દોડતા ડમ્પરો પર આરટીઓની મંબર પ્લેટ્સ પણ હોતી નથી. તેમજ ડમ્પરોમાં કપચી કે માટી ભરેલી હોય તેને ઢાંકવામાં પણ આવતી નથી તેના લીધે ડમ્પરોમાંથી માટી અને કપચી ઉડતાં અન્ય વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી.

નડિયાદ શહેરના મુખ્ય માર્ગ પર બેફામ ગતિએ દોડતાં ભારે વાહનોને કારણે સતત અકસ્માતનો ભય જોવા મળે છે. તેમાંય નંબર પ્લેટ વગરના ડમ્પર અને ટ્રેક્ટરો અન્ય વાહનચાલકો કે રાહદારીઓ માટે જીવલેણ પુરવાર થાય તેવી ભીતી છે. નડિયાદ શહેરના મુખ્ય માર્ગ પર એક તરફ આડેધડ પાર્કિંગ, બીજી તરફ દબાણો અને કેટલાક સાંકડા માર્ગોને કારણે આમપણ વાહનચાલકોને માર્ગ પરથી પસાર થવામાં ખૂબ સાવચેતી રાખવી પડે છે. ત્યારે આ માર્ગ પરથી બેફામ ગતિએ પસાર થતાં ડમ્પરોને કારણે અન્ય વાહનચાલકો અને રાહદારીઓ ભયની લાગણી અનુભવી રહ્યા છે.

નડિયાદના મુખ્ય માર્ગો પર ખાસ કરીને રાત્રિના સમયે પસાર થતાં ભારે વાહનો પૂરઝડપે પસાર થતાં હોવાને કારણે અકસ્માતની ભીતી વધુ હોય છે. વહેલી સવારે માર્ગ ખાલી હોય ત્યારે પણ માતેલા સાંઢની જેમ વાહનોની અવરજવર જોવા મળે છે. તેમાંય ખાસ કરીને નંબર પ્લેટ વગરના ડમ્પર ચાલકો અન્ય વાહનચાલકોની પરવા કર્યા વગર અત્યંત જોખમી રીતે માર્ગ પરથી પસાર થતાં જોવા મળે છે. ત્યારે આ બાબતે ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા યોગ્ય પગલાં લેવાની સાથે સાથે નંબર પ્લેટ વગરના ટ્રેક્ટર, ડમ્પર ચાલકોને ડિટેઇન કરી તેમની સામે કાયદેસરનાં પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code