અમદાવાદની સોલા સિવિલમાં અત્યાર સુધીમાં કોવિડના 17 હજારથી વધુ દર્દીઓના કરાઈ સારવાર
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયાં છે. અમદાવાદમાં સરકારી હોસ્પિટલો ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ કોવિડના દર્દીઓને સારવાર આપવામાં આવે છે. દરમિયાન અમદાવાદની સોલા સિવિલમાં એક વર્ષના સમયગાળામાં 17 હજાર કરતા વધારે કોવિડ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. હાલ હોસ્પિટલમાં 256 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. […]


