1. Home
  2. Tag "pm modi"

ભારતના 99.9 ટકા જિલ્લાઓમાં હવે 5G સેવાઓ ઉપલબ્ધ

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: દેશના 99.9 ટકા જિલ્લાઓમાં હવે 5G સેવાઓ ઉપલબ્ધ છે, અને ટેલિડેન્સિટી 86.76 ટકા સુધી પહોંચી છે. ગુરુવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જાહેર કરાયેલા આર્થિક સર્વેક્ષણમાં આ માહિતી આપવામાં આવી હતી. આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે છેલ્લા દાયકામાં ભારતના ટેલિકોમ ક્ષેત્રનો ઝડપથી વિકાસ થયો છે, જેના કારણે ગ્રામીણ-શહેરી ઍક્સેસ વિભાજન સંકુચિત […]

ગુજરાતના ટેબ્લોએ 77-મા પ્રજાસત્તાક પર્વમાં કર્તવ્ય પથ પર આકર્ષણ જમાવ્યું

નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી, 2026: પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રયીતા અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ” ! ‘વંદે માતરમ’ ગીતની 150-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરુ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ ૭૭-મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બની રહ્યો હતો. […]

મતદાન લોકશાહીમાં સૌથી મોટું સૌભાગ્ય અને જવાબદારી: PM મોદી

નવી દિલ્હી, 25 જાન્યુઆરી 2026: આજે 25 જાન્યુઆરીના રોજ ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનો અને ‘માય ભારત’ (MY-Bharat) સ્વયંસેવકોને એક વિશેષ પત્ર લખીને લોકશાહીના પર્વમાં સહભાગી થવા આહવાન કર્યું છે. પ્રધાનમંત્રીએ મતદાનને લોકશાહી રાષ્ટ્રમાં “સૌથી મોટું સૌભાગ્ય અને જવાબદારી” ગણાવી છે અને શૈક્ષણિક સંસ્થાઓને અપીલ કરી છે કે જ્યારે તેમના વિદ્યાર્થીઓ […]

કેરલમાં PM મોદીએ વિકાસ કાર્યોની ભેટ આપી, કોંગ્રેસ-ડાબેરીઓ ઉપર કર્યાં પ્રહાર

કોચી, 23 જાન્યુઆરી 2026: દક્ષિણ ભારતના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરલમાં અનેક વિકાસયોજનાની પ્રજાને ભેટ આપી હતી. તેમજ વિવિધ યોજનાનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી ટ્રેન સેવાઓની લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ડાબેરીઓને આડેહાથ લઈને આકરા પ્રહાર કર્યાં હતા. […]

ટ્રમ્પે ફરીવાર નરેન્દ્ર મોદીને અંગત મિત્ર ગણાવી કરી પ્રશંસા

દાવોસ, 22 જાન્યુઆરી 2026: સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં આયોજિત ‘વર્લ્ડ ઇકોનોમિક ફોરમ‘ (WEF) દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સંકેત આપ્યા છે કે બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં એક ‘શાનદાર’ વેપાર સમજૂતી થઈ શકે છે. PM મોદી મારા ‘ખાસ મિત્ર’ વિશ્વ મંચ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના […]

બાંગ્લાદેશમાં તૈનાત રાજદ્વારીઓના પરિવારજનોને પરત ભારત બોલાવાયાં

નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2025: હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ બેફામ બન્યાં છે અને હિન્દુ સહિતના લઘુમતીઓ ઉપર સતત હુમલા થઈ રહ્યાં છે. બીજી તરફ બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધમાં પણ ખટાશ આવી છે. કૂટનીતિક તણાવ વચ્ચે ભારતે સુરક્ષાના કારણોસર બાંગ્લાદેશને નોન ફેમિલી શ્રેણીમાં સામેલ કર્યું છે, તેમજ વિવિધ મિશન ઉપર તૈનાત રાજદ્વારીઓના પરિવારના સભ્યોને પરત બોલાવી […]

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન મારા બોસઃ મોદી

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026ઃ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં પીએમ મોદીએ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને પોતોના બોસ ગણાવ્યા અને પોતાને એક સામાન્ય કાર્યકર લેખાવ્યાં હતા. નીતિન નબીનને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યભાળ સંભાળવા ઉપર અભિનંદન પાઠવા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભાજપાનું […]

પીએમ મોદીએ આસામના કાલિયાબોર ખાતે કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

નવી દિલ્હી, 18 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના નાગાંવ જિલ્લાના કાલિયાબોર ખાતે 6 હજાર 950 કરોડ રૂપિયાથી વધુના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. 86 કિલોમીટર લાંબો આ કોરિડોર પ્રોજેક્ટ પર્યાવરણને સાનુકૂળ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ છે. તેમાં 35 કિલોમીટર લાંબો એલિવેટેડ વાઇલ્ડલાઇફ કોરિડોર હશે જે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થશે. પ્રધાનમંત્રીએ બે નવી […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનના ઘરે પોંગલ તહેવારની ઉજવણી કરી

નવી દિલ્હી 14 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોંગલ તહેવારની ઉજવણી કરી. આ પ્રસંગે પીએમ મોદીએ કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનના નિવાસસ્થાનની મુલાકાત લીધી અને ત્યાં પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ કરી. પ્રધાનમંત્રીએ પોંગલના તહેવાર પર તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું કે આ તહેવાર પ્રકૃતિ, પરિવાર અને સમાજ વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનો માર્ગ બતાવે છે. પીએમ મોદીએ […]

આપણે ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવું જોઈએ: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: “ડેવલપ ઇન્ડિયા યંગ લીડર્સ ડાયલોગ 2026” માં બોલતા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે “નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ” થી શરૂ થયેલી પ્રક્રિયા હવે “રિફોર્મ એક્સપ્રેસ” બની ગઈ છે, જેના કેન્દ્રમાં દેશની યુવા શક્તિ છે. પીએમ મોદીએ કહ્યું કે આપણે ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવું જોઈએ અને હંમેશા આપણા વારસા અને આપણા વિચારોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code