1. Home
  2. Tag "raids"

કેરલમાં ઈડીના પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના કાર્યકરોના ઘરો ઉપર દરોડા

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે આતંકવાદ અને ઉગ્રવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન તાજેતરમાં જ એનઆઈએએ ખાલીસ્તાની આતંકવાદીઓની યાદી જાહેર કરી છે. એટલું જ નહીં આતંકવાદી પન્નૂની સામે કાર્યવાહી કરીને પંજાબમાં આવેલી તેની મિલકતને સીલ કરી છે. દરમિયાન આજે કેરળમાં પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સામે ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કેરલના […]

અમદાવાદમાં અખાદ્ય ચિજ-વસ્તુઓના વેચાણ અને ગંદકી સામે સામે મ્યુનિ.ના 7 ઝોનમાં દરોડા

અમદાવાદઃ શહેરમાં રોડ-રસ્તાઓ પર ગંદકી કરતાં તેમજ અખાદ્ય ચિજ-વસ્તુઓનું વેચાણ કરતાં લારી-ગલ્લાઓ તેમજ હોટલ અને રેસ્ટોરન્ટ્સ પર કડક ચેકિંગ કરવા એએમસીના કમિશનરના આદેશ બાદ મ્યુનિના આરોગ્ય વિભાગે ચેકિંગ ઝૂંબેશ આદરી છે. જેમાં જાણીતા મોલ અને મલ્ટીપ્લેક્ષ તેમજ થિયેટરની કેન્ટીમાં તપાસ હાથ ધરાઇ હતી. શહેરના સાતેય ઝોનમાં એએમસી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. […]

જુનાગઢ જિલ્લામાં વીજચોરી સામે દરોડા, 80 ગેરકાયદે જોડાણો પકડાયા, 16.54 લાખનો દંડ ફટકાર્યો

જુનાગઢઃ ગુજરાતમાં વીજચોરીનું દુષણ વધતું જાય છે, લાઈનવીજ લોસમાં વધારો થતાં વીજ કંપનીઓને કરોડો રૂપિયાની ખોટ થઈ રહી છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્રભરમાં વીજચોરી સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં જુનાગઢ જિલ્લામાં વીજચોરી સામે ઝૂંબેશ શરૂ કરાતા વીજળીના 80 જેટલા ગેરકાયદે જોડાણો પકડાયા હતા. અને 16.54 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ […]

ધોરાજી તાલુકામાં ખનીજચોરો સામે ખાણ વિભાગના દરોડા, 24 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં પણ ખનીજચોરીનું દુષણ વકરી રહ્યું છે. તમામ નદીઓમાં રેતીની ચોરી તેમજ સરાકરી પડતર જમીનોમાં પણ પથ્થર અને માટીની બેરોકટોક ચોરી થાય છે. પોલીસથી લઈને ખાણ ખનીજ વિભાગ તેમજ જિલ્લાના તંત્રની નિષ્ક્રિયતા પણ જવાબદાર છે. ધોરાજી તાલુકામાં ખનીજ ચોરી બેરોકટોક થઈ રહ્યાની ફરિયાદો ઊઠ્યા બાદ ખાણ વિભાગના અધિકારીઓએ ભાદર નદીમાંથી રેતીચારી સામે દરોડા પાડીને […]

છત્તીસગઢમાં કથિત કોલસા કૌભાંડ મામલે કોંગ્રેસના કેટલાક નેતાઓ ઉપર ઈડીના દરોડા

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં ઈડીએ અનેક રાજકીય આગેવાનોના નિવાસસ્થાન ઉપર દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે. કથિત કોલસા કૌભાંડ મામલે કોંગ્રેસના નેતાઓ ઉપર દરાડા પાડીને ઈડીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી તરફ ઈડીની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરીને પીએમ મોદી સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા. છત્તીસગઢમાં કોંગ્રેસના વિવિધ નેતાઓના ઘરે ઇ.ડી.એ દરોડા પાડ્યાં છે. […]

CGSTના ઉચ્ચ અધિકારી સામે અપ્રમાણસર મિલકત બાબતે CBIની કાર્યવાહી, ગુજરાત-રાજસ્થાનમાં દરોડા

અમદાવાદઃ ગાંધીધામમાં કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેસ્ટ (સીજીએસટી) વિભાગના આસિસ્ટન્ટ કમિશનરના ઘર તથા તેમની સાથે સંકળાયેલા અન્ય સ્થળો ઉપર સીબીઆઈની ટીમે દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન રોકડ તથા સોના-ચાંદીના દાગીના સહિત કુબેરનો ખજાનો મળી આવતા સીબીઆઈના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. ઉચ્ચ અધિકારીએ પત્નીના નામે મોટી સંપત્તિ એકત્ર કરી હોવાનું જાણવા મળે છે. સીબીઆઈએ ગુજરાત […]

ઘોઘાના લાખણકા ગામની સીમમાં ખનીજ ચોરી સામે દરોડા, 55 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

ભાવનગરઃ  જિલ્લાના ઘોઘા તાલુકામાં બેરોકટોક થતી ખનીજની ચોરી સામે ખાણ-ખનીજ વિભાગે લાલા આંખ કરી છે. જેમાં લાખણકા ગામની સીમમાં ગેરકાયદે ધમધમતા ખનીજ ચોરીના અડ્ડાઓ પર પ્રાંત અધિકારી સાથે ખાણ-ખનીજ વિભાગે મળી સંયુક્ત કામગીરી હાથ ધરતા ખનીજ ચોરો વાહનો-સાધનો જૈસે થે છોડી ફરાર થઈ જતાં તંત્ર એ 55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તંત્રના દરોડાથી ખનીજ […]

બુટલેગરો બન્યાં બેફામઃ દેવગઢ બારિયામાં દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમ ઉપર ગોળીબાર

અમદાવાદઃ ગુજરાતમાં દારૂના દુષણને ડામવા માટે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન દેવગઢ બારિયામાં દારૂના અડ્ડા ઉપર સ્ટેટ મોનિટરિંગની ટીમે દરોડા પાડ્યાં હતા. આ દરમિયાન બુટલેગર અને તેના સાગરિતોએ પોલીસ ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેથી પોલીસે પણ સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો. પોલીસ અને બુટલેગરો વચ્ચે લગભગ 12 રાઉન્ડ જેટલુ ફાયરિંગ થયું […]

આતંકવાદ વિરોધ NIAની કાર્યવાહી, જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢમાં અનેક સ્થળો ઉપર દરોડા

નવી દિલ્હીઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શનિવારે ચંદીગઢ અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ સાથે સંબંધિત બે અલગ-અલગ કેસમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ મામલામાં કેટલાક શંકાસ્પદોના નિવાસસ્થાન અને વ્યવસાયના સ્થળો ઉપર મોટાયાપે દરોડા પાડવામાં આવ્યાં હતા. દેશમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે, આ અભિયાનમાં સુરક્ષા એજન્સીઓને સફળતા મળી છે અને […]

સુરતમાં મતદાન પૂર્ણ થયાના બીજા દિવસે ઈન્કમ ટેક્સ વિભાગે પાડ્યા 40 સ્થળોએ દરોડા

સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થયાના બીજા દિવસે સુરત શહેરમાં આવકવેરા વિભાગે 40 જેટલા સ્થળોએ દરોડા પાડીને સર્ચ હાથ ધર્યું હતું. હીરાના મોટા ગજાના વેપારી તથા બે બિલ્ડરો પર સવારથી દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આઈટીના દરોડાને લીધે બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ સુરતમાં મતદાન પૂર્ણ થયાના બીજા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code