ઉત્તર અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો, અનેક સ્થળે ધોધમાર વરસાદ
અમદાવાદઃ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક ઠેકાણે વરસાદ વરસ્યો હતો. રાજ્યના લગભગ 10 જિલ્લાના 50 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દરમિયાન પંચમહાલના ગોધરામાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજ્યના વાતાવરણમાં આવેલા પલટાને પગલે ઠંડક પ્રસરી ગઈ છે. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. સાબરકાંઠા, આણંદ, […]


