
- અનેક રાજ્યોમાં ભારે વરસાદથી તબાહીનો આરંભ
- આસામ અને તમિલનાડુ વરસાદની ઝપેટમાં
ચેન્નઈઃ- હાલ જ દેશના કેટલાક રાજ્યોમાં બિપરજોય વાવાઝોડાનું જોખમ મંડળાઈ રહ્યું હતું જો કે આ વાવાઝોડું પસાર થી ગયું છે ત્યારે દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની શરુઆત થી ચૂકી છએ એટલું જ નહી તમિલનાડુની વાત કરવામાં આવે તો અહી ચોમાસાના આરંભે જ વરસાદે તબાહી મચાવી છે,વરસાદના કહેરને લઈને પ્રસાશને શાળાઓમાં પણ રજાઓ જાહેર કરી છે.
આજરોજ સવારથી તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના ઘણા વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે. તે જ સમયે, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, તિરુવન્નામલાઈ, કલ્લાકુરિચી, વિલ્લુપુરમ, કુડ્ડલોર, માયલાદુથુરાઈ, નાગાપટ્ટિનમ, તિરુવરુર, તંજાવુર, ત્રિચી સહીતના 13 જીલ્લાઓમાં હાવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આજે સોમવારની સવારથી જ રાજ્યમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે, રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ઝપેટમાં આવ્યા છે, ખાસ કરીને અહીની રાજધાની ચેન્નઈ સહિત પાંચ જિલ્લાઓની શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જે જિલ્લાઓ માટે રજા જાહેર કરવામાં આવી છે તેમાં ચેન્નાઈ સિવાય કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર અને રાનીપેટ જિલ્લાઓનો સમાવેશ થાય છે.
આ સહીત અહીના ઘણા જીલ્લાઓ વિતેલા દિવસથી વરસાદની ઝપેટમાં આવ્યા છે,જેને જોતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે,સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.હવામાન વિભાગે જાણકારી આપી હતી કે મીનામ્બક્કમમાં રવિવારે સવારથી સાંજ સુધીમાં 137.6 મિમી વરસાદ નોંધાયો હતો. તે જ સમયે, તારામણી અને નંદનમ સિવાય ચેમ્બરમબક્કમમાં પણ ભારે વરસાદ ખાબકતા કહેર ફેલાયો હતો.