1. Home
  2. Tag "Regional news"

GMDC સ્થિત કન્વેન્શન સેન્ટરમાં કોવિડ હોસ્પિટલ ઊભી કરાશે

GMDC કન્વેશન સેન્ટરમાં 900 બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરાશે ભારત સરકારની સંસ્થા DRDOના સહયોગથી આ હોસ્પિટલ ઊભી કરાશે આ હોસ્પિટલમાં 150 બેડનું આઇસીયુ પણ હશે અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. સ્થિતિ એટલી વિકટ છે કે હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે બેડ પણ ખૂટી પડ્યા […]

વિશ્વમાં કોરોનાના કોહરામ વચ્ચે ગુજરાતનું એકમાત્ર ગામ જ્યાં હજુ સુધી એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી

ગુજરાતમાં આવેલું એક ગામ કે જ્યાં હજુ પણ કોરોનાનો એકેય કેસ નોંધાયો નથી અમરેલી જીલ્લાના શિયાળબેટ ગામમાં છેલ્લા 1 વર્ષથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી અહીંયા રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે નવી દિલ્હી: એક તરફ ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ યથાવત્ છે. રાજ્યમાં દૈનિક ધોરણે નોંધાતા કેસ રોકેટ ગતિએ વધી […]

ભૂમિ સુપોષણ અભિયાન: ગુજરાતમાં યોજાશે ભૂમિપૂજન કાર્યક્રમ, 6000 ગામોમાં ખેડૂતો ભૂમિ સુધારણાનો લેશે સંકલ્પ

રાસાયણીક ખાતર-જંતુનાશક દવાઓથી જમીનની ફળદ્રુપતા નષ્ટ થઇ ચૂકી છે આ સંજોગોમાં ધરતી માતાને ફરીથી ફળદ્રુપ બનાવી નવપલ્લવીત કરવી આવશ્યક છે આ જ ઉદ્દેશ સાથે સમગ્ર દેશમાં 13 એપ્રિલથી ‘ભૂમિ સુપોષણ અભિયાન’ શરૂ થશે અમદાવાદ: છેલ્લા 1-2 દાયકાઓમાં રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાઓના અતિશય ઉપયોગથી જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા નષ્ટ થઇ ગઇ છે. તે ઉપરાંત માનવજાતને […]

કચ્છમાં ભારતનો પ્રથમ જીઓ પાર્ક લઇ શકે છે આકાર, આવી હશે ખાસિયતો

કચ્છમાં ભારતનું પ્રથમ જીઓપાર્ક બની શકે છે 75 ભૂસ્તરશાસ્ત્રીય મહત્વ ધરાવતી સાઇટ્સ કચ્છમાં સ્થિત છે આ જીયોપાર્કથી સ્થાનિક લોકોનું ઉત્કર્ષ પણ શક્ય બનશે કચ્છ: રણ, દરિયો અને હવાઇ સીમા ધરાવતા સરહદી કચ્છ જીલ્લામાં સંશોધન ક્ષેત્રે વૈજ્ઞાનિકોને ફરીથી સિદ્વિ હાંસલ થઇ છે જેના કારણે કચ્છમાં હવે ભારતનું પ્રથમ જીઓ પાર્ક બને તેવા સંજોગો બન્યા છે. ખાસ […]

NIMCJ ખાતે ‘ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરના સ્વપ્નનું ભારત’ વિષય પર વ્યાખ્યાન યોજાયું

જ્ઞાન, શીલ અને આત્મસમ્માન આ ત્રણ વિદ્યાર્થીજીવનની સફળતાનાં મંત્ર છે : ડો.બાબાસાહેબ આંબેડકર અમદાવાદ, તા.12 એપ્રિલ, 2021: અમદાવાદની જાણીતી પત્રકારત્વ શિક્ષણ સંસ્થા એનઆઈએમસીજે દ્વારા આજરોજ આગામી 14 એપ્રિલના ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની  જન્મજયંતિના ઉપલક્ષે એક ડિજિટલ સંવાદ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના વક્તા તરીકે જાણીતા વક્તા અને પત્રકાર શ્રીકિશોર મકવાણા રહ્યા હતા. નોંધનીય […]

પ્રવાસીઓથી ધમધમતું સાપુતારા બન્યું સુમસામ, વેપારીઓ છે પ્રવાસીઓના રાહમાં

કોરોના મહામારીની બીજી લહેરને કારણે હવે પ્રવાસન ઉદ્યોગને પણ ફટકો રાજ્યના એકમાત્ર સાપુતારામાં દિવસે પણ કર્ફ્યૂ જેવો માહોલ અનેક નાના વેપારીઓને પોતાના ધંધા બંધ કરવા પડે તેવી નોબત સાપુતારા: કોરોના વાયરસની ઝપેટમાં ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ પણ આવી ગયો છે ત્યારે પ્રવાસીઓથી ધમધમતા ગિરિમથક સાપુતારામાં સન્નાટો છવાઇ ગયો છે. રાજ્યના એકમાત્ર ગિરિમિથક એવા સાપુતારામાં દિવસે કર્ફ્યૂ […]

મહામંડલેશ્વર ભારતી બાપુને જૂનાગઢના ગુરુ ગાદી હોલમાં અપાઈ સમાધી

અમદાવાદઃ જૂનાગઢના ભારતી આશ્રમના મહામંડલેશ્વર ભારતી બાપુનું નિધન થતા બાપુને આજે જૂનાગઢમાં આવેલા ભારતી આશ્રમના ગુરુ ગાદી હોલમાં ગણતરીના સંતોની હાજરીમાં કોવિડ ગાઈડલાઈન્સના પાલન સાથે સમાધિ આપવામા આવી હતી. 93 વર્ષની વયે પૂ.ભારતીબાપુનું અવસાન થયું હતું. પાંચ દિવસની સારવાર બાદ પૂ. ભારતી બાપુએ ગત મોડીરાત્રીના અંતિમ શ્વાસ લીધો હતો તેના નશ્વર દેહને પીપીઈ કીટ પહેરાવી […]

આત્મનિર્ભર ભારત: ગુજરાતના ભાવનગરને બનાવાશે દેશનું કન્ટેનર સેન્ટર

આત્મનિર્ભર ભારત તરફ સરકારનું વધુ એક કદમ હવે ગુજરાતના ભાવનગરને કન્ટેનર સેન્ટર તરીકે વિકસાવાશે આ ક્ષેત્રમાં 1000 કરોડ રૂપિયાનું રોકાણ તેમજ 1 લાખ રોજગારી પેદા કરવાનું લક્ષ્યાંક નવી દિલ્હી: ભારતને આત્મનિર્ભર બનાવવા તરફ કેન્દ્ર સરકાર સતત પ્રયાસરત છે ત્યારે ભારતમાં ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની નીતિના ભાગરૂપે સરકારે ગુજરાતના ભાવનગરને કન્ટેનર સેન્ટર તરીકે વિકસાવવા માટે તૈયારી […]

મહામંડલેશ્વર ભારતીબાપુ થયા બ્રહ્મલીન, સરખેજ આશ્રમમાં અંતિમ દર્શન અને જૂનાગઢમાં સમાધી

રાજ્યના વરિષ્ઠ સંત ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ થયા બ્રહ્મલીન હાલ સરખેજ ખાતે પાર્થિવ દેહને દર્શનાર્થે રખાયો છે ભારતીજી મહારાજ કોરોના ગ્રસ્ત હતા અમદાવાદ: રાજ્યના વરિષ્ઠ સંત ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ મધ્યરાતે 2:30 કલાકે નાદુરસ્ત તબિયત હોવાને કારણે બ્રહ્મલીન થયા છે. હાલ સરખેજ ખાતે પાર્થિવ દેહને દર્શનાર્થે રખાયો છે. બાદમાં જુનાગઢ ભવનાથ […]

સેવાયજ્ઞ: રામનાથ ખાતે અંતિમવિધિના કાર્યોમાં જોડાયા RSSના સ્વયંસેવકો

રામથાન પરા સ્મશાન ખાતે અંતિમવિધિના કાર્યોમાં જોડાતા RSSના સ્વયંસેવકો મૃતદેહોની યોગ્ય રીતે અંત્યેષ્ઠી થાય તે માટે RSSના સ્વયંસેવકો સતત સક્રીયપણે જોડાયા છે તેઓ તકેદારીના ભાગરૂપે મૃતદેહોને સંપૂર્ણપણે પેક કરીને પરિવારને સોંપે છે રાજકોટ: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ દૈનિક 1 લાખથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે સ્થિતિ એટલી વિકટ બની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code