1. Home
  2. Tag "Regional news"

હવે સી પ્લેનનું મેઇન્ટેનન્સ રિવરફ્રન્ટ ખાતે આવેલા સી-પોર્ટ પર જ થશે

કેવડિયાને અમદાવાદથી જોડતો સી પ્લેન પ્રોજેક્ટ છે અત્યંત મહત્વપૂર્ણ સી પ્લેન સ્થળ પાસે જ મેઇન્ટેનન્સ પ્લેટફોર્મ તૈયાર કરાયું અંદાજે 40 ફૂટ લાંબુ અને 6 ફૂટ કરતા પહોળું મેઇન્ટેનન્સ પ્લેટફોર્મ પણ તૈયાર કરાયું અમદાવાદ: કેવડિયાને અમદાવાદથી જોડતું સી પ્લેન પ્રોજેક્ટ અત્યંત મહત્વનો પ્રોજેક્ટ છે અને તેને લગતી સુવિધા પણ તેટલી જ હોવી જરૂરી છે. જેને ધ્યાનમાં […]

રાત્રિ કર્ફ્યૂને કારણે અમદાવાદની મોટાભાગની રેસ્ટોરાંએ ડાઇન-ઇન સુવિધા કરી બંધ

કોરોના વાયરસના પ્રકોપ બાદ રાત્રિ કર્ફ્યૂથી રેસ્ટોરાં ઉદ્યોગ પર ફરીથી તોળાતું સંકટ અમદાવાદના મોટાભાગના રેસ્ટોરાંએ હવે સાંજે ડાઇન-ઇનની સુવિધા બંધ કરી રાત્રિ કર્ફ્યૂથી ઓર્ડર અને આવક ઘટયા અમદાવાદ: કોરોના વાયરસના વધતા કેસને કારણે લાગૂ કરવામાં આવેલા રાત્રિ કર્ફ્યૂથી ખાસ કરીને રેસ્ટોરાં બિઝનેસને મોટો આંચકો લાગ્યો છે. રાત્રિ કર્ફ્યૂથી ઓર્ડર અને આવક ઘટયા છે. રાત્રિ કર્ફ્યૂનો […]

સિવિલ હોસ્પિટલમાં OPD બંધ કરવાનો લેવાયો નિર્ણય

કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યોજાઇ સમીક્ષા બેઠક સિવિલ હોસ્પિટલમાં એક મહિના માટે સાંજની ઓપીડી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો સિનિયર તબીબો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરીને લેવાયો નિર્ણય અમદાવાદ:  કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રીના મુખ્ય સચિવ કે. કૈલાસનાથનની અધ્યક્ષતા હેઠળ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. રાજ્યભરમાં વધી રહેલા […]

કોરોનાના બેકાબૂ સંક્રમણ છતાં લોકો બેદરકાર, પોલીસે નિયમો તોડતા લોકો પાસેથી 1 કરોડનો દંડ વસૂલ્યો

કોરોનાના બેકાબૂ સંક્રમણ છતાં લોકોની બેદરકારી માસ્ક ના પહેરતા લોકો સામે પોલીસે કરી આકરી કાર્યવાહી 1 જ દિવસમાં પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો પાસેથી 1 કરોડ વસૂલ્યા અમદાવાદ: કોરોનાના બેકાબૂ સંક્રમણ છતાં લોકો હજુ પણ માસ્ક ના પહેરીને બેદરકારીભર્યું વલણ દર્શાવી રહ્યા છે ત્યારે પોલીસે પણ માસ્ક ના પહેરતા લોકો સામે દંડ વસૂલાતની આકરી કાર્યવાહી […]

હવે રાજ્ય બહારથી અમદાવાદ પરત આવતા સમયે નહીં કરાવવો પડે RTPCR ટેસ્ટ પરંતુ આધારકાર્ડ દર્શાવવું પડશે

હવે અમદાવાદ રહેતા લોકો રાજ્યમાં પરત આવે ત્યારે RTPCR કરાવવો અનિવાર્ય નથી જો કે અમદાવાદીઓએ રાજ્યમાં પરત ફરવા સમયે આધાર કાર્ડ સાથે રાખવું પડશે આ નિર્ણયનો અમલ 6 એપ્રિલથી કરવામાં આવશે અમદાવાદ: રાજ્યમાં સતત વધતા કોરોના કેસ વચ્ચે રાજ્ય સરકારની ગાઇડલાઇન અનુસાર અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવતા લોકોને RTPCR ટેસ્ટ કરાવવો ફરજીયાત છે. ત્યારે અમદાવાદીઓ માટે […]

“હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી, જિંદગીભર હપતે હપતે રોજ ચૂકવાયો હતો”: લોકપ્રિય ગઝલકાર ખલીલ ધનતેજવીનું નિધન

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રના દિગ્ગજ ગઝલકાર અને કવિ ખલીલ ધનતેજવીનું અવસાન ગુજરાતી સાહિત્ય જગતનો તેજસ્વી તારલો ખરી પડ્યો 2019માં તેમને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થયો હતો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રને એક મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં, રવિવારે જાણીતા ગુજરાતી અને ઉર્દુ ગઝલકાર, કવિ ખલીલ ધનતેજવીનું 86 વર્ષની ઉંમરે નિધન થયું છે. સવારની નમાઝ અદા કર્યા બાદ તેમની […]

કોરોનાને નિયંત્રિત કરવા હિંમતનગરના કાણીયોલ ગામમાં 7 દિવસનું સ્વયંભૂ લોકડાઉન

સાબરકાંઠા જીલ્લામાં કોરોના સંક્રમણ સ્ફોટક સ્થિતિમાં કોરોનાને નિયંત્રિત કરવા હિંમતનગરનું કાણીયોલ ગામ 7 દિવસ માટે સ્વયંભૂ બંધ રહેશે માત્ર સવાર સાંજે 2 કલાક આવશ્યક ચીજ વસ્તુઓ માટે દુકાનો ખુલશે હિંમતનગર: સાબરકાંઠા જીલ્લામાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે ગામડાઓ હવે સ્વંયભૂ બંધ પાળી રહ્યા છે. હિંમતનગરનું કાણીયોલ ગામ આજથી 7 દિવસ માટે સ્વયંભૂ બંધ રહેશે. માત્ર […]

ધૈર્યરાજ માટે દાનની સરવાણી, સારવાર માટે 38 દિવસમાં 15.48 કરોડ ભેગા થયા

ધૈર્યરાજની બીમારીની સારવાર માટે લોકોએ દાનની કરી સરવાણી 38 દિવસોમાં ધૈર્યરાજ માટે ખાતામાં 15.48 કરોડ ભેગા થયા રાજ્ય સહિત દેશભરમાંથી 2.77 લાખ લોકોએ નાનું-મોટું દાન કરી આ ફાળો એકત્રિત કર્યો નવી દિલ્હી: મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના આવેલા કાનેસર ગામના મધ્યમવર્ગી પરિવારના ત્રણ માસના ધૈર્યરાજસિંહની સારવાર માટે રૂ,16 કરોડની જરૂર છે, જે માટે માત્ર 38 દિવસમાં […]

ફરીથી ટપોટપ જીમ ખુલતા AMCએ આપ્યો આદેશ, જીમ ખુલશે તો થશે કાર્યવાહી

એક તરફ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર જીમ ફરીથી શરૂ થયા તો બીજી તરફ AMCએ કહ્યું કે જો જીમ ખોલવામાં આવશે તો કાર્યવાહી થશે નવો આદેશ ન થાય ત્યાં સુધી કોઈપણ જીમનેશયમ ખોલી નહિ શકાય અમદાવાદ: કોરોનાના સતત વધતા કેસ વચ્ચે શહેરમાં સ્પોર્ટ્સ સંકુલ, ગાર્ડન અને જીમ બંધ કરવાનો તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. AMCએ […]

જગ વિખ્યાત મોઢેરા સૂર્ય મંદિરમાં સૂર્ય દેવતાની મૂર્તિ સ્થાપિત કરવાની માંગણી

મોઢેરા સૂર્યમંદિરમાં મૂર્તિ સ્થાપિત કરવાની માંગણી આ સૂર્ય મંદિર પાટણનાં રાજા ભીમદેવે બનાવડાવ્યું હતું મૂર્તિ હોય તો દર્શનાર્થીઓને દર્શનનો લાભ મળી શકે અમદાવાદ: આપણા દેશમાં બે પ્રસિદ્વ સૂર્ય મંદિરો છે. જેમાં એક મંદિર મહેસાણા જીલ્લામાં સ્થિત મોઢેરા સૂર્ય મંદિર છે. આ સૂર્ય મંદિર પાટણનાં રાજા ભીમદેવે બનાવડાવ્યું હતું. આ મંદિર સૂર્ય મંદિર તો છે પરંતુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code