પાકિસ્તાનમાં આતંકી મસૂદ અઝહરના સંબંધીની અજ્ઞાત શખ્સોએ ગોળી મારી હત્યા કરી
પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરના સંબંધી કારી એજાઝ આબિદની હત્યા કરી હતી. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના પેશાવરના પિસખારા વિસ્તારમાં મસ્જિદમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે હુમલાખોરોએ તેમના પર ગોળીઓ ચલાવી હતી. આ હુમલામાં કારી એજાઝનો નજીકનો સાથી કારી શાહિદ પણ ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું જાણવા મળે છે. પોલીસના જણાવ્યા અનુસાર, […]