1. Home
  2. Tag "Safari Park"

અમદાવાદ નજીક ગ્યાસપુર પાસે 500 એકર જમીનમાં સફારી પાર્ક બનાવાશે

AMC દ્વારા 250 કરોડના ખર્ચે જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવાશે પ્રોજેક્ટ મંજુરી માટે કેન્દ્ર સરકારને મોકલી અપાયો આખેઆખી વન્યજીવ સૃષ્ટિ ઉભી કરાશે અમદાવાદઃ શહેર નજીક ગ્યાસપુરમાં સાબરમતી નદીના કોતરો નજીક 500 એકરમાં સફારી પાર્ક તૈયાર કરાશે. આ પાર્ક દેશનો બીજા નંબરનો કૃત્રિમ બાયોડાયવર્સિટી પાર્ક હશે. એએમસી દ્વારા સફારી પાર્કની ડિઝાઇનને અંતિમ ઓપ અપાઈ ગયો […]

બરડાના જંગલમાં કાલથી સફારી પાર્કનો પ્રારંભ,

વન મંત્રીના હસ્તે કાલે બરડા સફારી પાર્કનો વિધિવત પ્રારંભ કરાશે, બરડા જંગલની સમૃદ્ધ વનસ્પતિ અને વિશિષ્ટ પ્રાણી સૃષ્ટિને નિહાળવાની તક મળશે. ઓપન જીપ્સીમાં પ્રવાસીઓ ગાઢ જંગલ અને પ્રાણીઓને નિહાળી શકશે પોરબંદરઃ  જિલ્લાના બરડા જંગલમાં સફારી પાર્કનો આવતી કાલ તા. 29મીને મંગળવારથી પ્રારંભ થશે. બરડા જંગલ સફારીનો વન મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને પ્રારંભ કરવામાં આવશે. […]

અમદાવાદ નજીક ગ્યાસપુરમાં 250 કરોડના ખર્ચે 500 એકરમાં જંગલ સફારી પાર્ક બનાવાશે

અમદાવાદઃ શહેર નજીક ગ્યાસપુરમાં રૂપિયા 250 કરોડના ખર્ચે 500 એકર જમીન પર જંગલ સફારી પાર્ક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સફારી પાર્કમાં સિંહ, વાઘ, દીપડા, જીરાફ સહિતના વિવિધ પ્રાણીઓને લાવવામાં આવશે. એટલે હવે નજીકના ભવિષ્યમાં વનરાજોની ત્રાડ શહેરીજનોને સાંભળવા મળશે. ઉપરાંત શહેરીજનો માટે ફરવાનું ઉત્તર સ્થળ મળશે. શહેરીજનોને જંગલ સફારીની મજા માણવા ગીર કે સ્ટેચ્યુ […]

દેશમાં પ્રથમવાર લખનૌમાં સિંગાપોરની જેમ નાઈટ સફારી ખુલ્લુ મુકાશે

લખનૌઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યની જનતાને મોટી ભેટ આપી છે. યોગી સરકાર રાજધાની લખનૌમાં સિંગાપોરની જેમ દેશના પ્રથમ નાઇટ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવશે. દેશમાં 13 ઓપન ડે સફારી છે, પરંતુ એક પણ નાઇટ સફારી નથી. સીએમ યોગીની અધ્યક્ષતામાં લોક ભવનમાં મળેલી કેબિનેટની બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે પર્યટન અને સંસ્કૃતિ […]

જુનાગઢના સક્કરબાગ ઝૂમાં 150 સિંહ-દીપડાઓ સફારી પાર્ક અનોખું આકર્ષણ બન્યાં

જૂનાગઢ : શહેરમાં આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એ માત્ર ગુજરાત જ નહીં પણ દેશભરમાં જાણીતું છે. જુનાગઢની મુલાકાતે પ્રવાસીઓ આવે ત્યારે અવશ્ય સક્કરબાગની મુલાકાત લેતા હોય છે.સિંહ દર્શનની પ્રવાસીઓને અપેક્ષા હોય છે. આ સુવિધા અગાઉ માત્ર સાસણમાં જ હતી. હવે ગિરનારમાં ઉભી કરવામાં આવી છે. પણ ત્યાં સિંહ દર્શનની ગેરંટી હોતી નથી. ત્યારે સિંહ દર્શન […]

સાંસણગીર અભ્યારણ્ય અને સફારી પાર્ક ખૂલતા જ સિંહ દર્શન માટે પ્રવાસીઓ ઉમટ્યાં

જુનાગઢઃ આજથી સાસણ ગીર જંગલ અને ગિરનાર નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. ચોમાસાની સીઝનમાં ચાર માસના વેકેશન બાદ આજથી ગીર અભયારણ્ય અને ગિરનાર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવતા પ્રવાસીઓ સિંહ દર્શન માટે આવી રહ્યા છે. પ્રવાસીઓ ઓનલાઇન વેબ સાઇટ પર પરમીટ બુક કરાવી ગીર અને ગિરનાર અભયારણ્યમાં સિંહ દર્શન કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code