1. Home
  2. Tag "Sales"

અમદાવાદના ઈ-રેડિએશન પ્લાન્ટમાંથી પ્રોસેસ થયેલી 215 ટનથી વધુ કેરી અમેરિકા પહોંચી

અમદાવાદઃ ગુજરાતની સુપ્રસિદ્ધ જૂનાગઢના તાલાળા ગીરની કેસર કેરીનો સ્વાદ અને સુગંધ છેક અમેરિકા પહોંચે છે. કેસર કેરી પકવતા ખેડૂતોની મહેનતને ડોલરથી પોંખવાની આ સમગ્ર પ્રક્રિયામાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો પુરૂષાર્થ પણ સામેલ છે. કારણ કે, યુએસએફડી અર્થાત યુનાઈટેડ સ્ટેટ્સ ફૂડ્સ એન્ડ ડ્રગ્સ દ્વારા નિયત કરેલા માપદંડોથી બગીચામાં ઉછેરવામાં આવેલી કેરીનું ઈ-રેડિયેશન અને ક્વોલિટી કંટ્રોલની પ્રોસેસ […]

પેસેન્જર વાહનોના વેચાણમાં એક ટકાનો ઘટાડો, ભારે ગરમીને કારણે શોરૂમમાં આવતા ગ્રાહકોમાં 18 ટકાનો ઘટાડો

દેશભરમાં પેસેન્જર વાહનોનું છૂટક વેચાણ વાર્ષિક ધોરણે એક ટકા ઘટીને 3,03,358 યુનિટ થયું હતું. ભારે ગરમીના લીધે વેચાણમાં ઘટાડો થયો છે અને લોકસભાની ચૂંટણીને કારણે માંગને અસર થઈ રહી છે. પાછલા વર્ષે સ્થાનિક બજારમાં કુલ 3,35,123 પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારે ગરમીના […]

દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 50%નો વધારો, વિશ્વમાં રેકોર્ડ 1.70 કરોડ ઈ-કારનું વેચાણ

દેશમાં અને દુનિયાભરમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ અને વેચાણમાં જબરદસ્ત વધારો થયો છે. આગામી વર્ષોમાં વેચાણ વધુ ઝડપી ગતિએ વધવાની ઉમ્મીદ છે. • વાર્ષિક ધોરણે પંજીકરણમાં 70 ટકાનો વધારો ભારતમાં કારના વેચાણનો વૃદ્ધિ દર 2023માં 10 ટકાથી ઓછો રહ્યો, જ્યારે ઈ-કારની નોંધણી વાર્ષિક ધોરણે 70% વધીને 80,000 થઈ ગઈ. દેશમાં વેચાયેલી કુલ કારમાં ઈ-કારનો હિસ્સો બે […]

ગરવી ગુર્જરીઃ હસ્તકલા-હાથશાળ કારીગરોએ બનાવેલી વસ્તુઓનું ચાલુ વર્ષે 25 કરોડનું વેચાણ થવાનો અંદાજ

અમદાવાદઃ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકળા વિકાસ નિગમે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ERP) સિસ્ટમનું સફળ અમલીકરણ કર્યુ છે. નિગમના વેચાણ કેન્દ્રો એટલે કે ગરવી-ગુર્જરી એમ્પોરિયમમાં ERP સિસ્ટમ કાર્યાન્વિત થતાં હસ્તકલા-હાથશાળ કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજ-વસ્તુઓના બારકોડિંગની કામગીરી હાથ ધરાઈ છે. આ સાથે જ હવે નિગમ માટે ગરવી-ગુર્જરીમાં વેચાણ થતા માલ-સામાનનું ટ્રેકિંગ તથા માંગમાં રહેલી એટલે કે ડિમાંડિંગ […]

પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રોમાં સૌથી વધારે ગેસ, ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની જેનરિક દવાનું વેચાણ

નવી દિલ્હીઃ મોદી સરકાર દ્વારા દેશની જનતાને ઓછી કિંમતમાં દવાઓ મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યાં છે. જેથી પ્રજાનો દવાની પાછળ થતો ખર્ચ ઘટ્યો છે. આ કેન્દ્રો ઉપર દર મહિને સૌથી વધારે ગેસ, ડાયબિટીસ અને બ્લડપ્રેશરની સૌથી વધારે જેનરિક દવાનું વેચાણ થાય છે. પ્રધાનમંત્રી જન ઔષધી યોજનાના ડેટા અનુસાર પેટમાં […]

વન સ્ટેશન વન પ્રોડક્ટ: ગુજરાત સહિત દેશના 728 રેલવે સ્ટેશન ઉપર વિવિધ લોક્લ પ્રોડક્ટનું વેચાણ

નવી દિલ્હીઃ રેલ્વે મંત્રાલયે ભારત સરકારના ‘વોકલ ફોર લોકલ’ વિઝનને પ્રોત્સાહન આપવા, સ્થાનિક/સ્વદેશી ઉત્પાદનો માટે બજાર પ્રદાન કરવા અને સમાજના વંચિત વર્ગો માટે વધારાની આવકની તકો ઊભી કરવા માટે ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ પહેલ શરૂ કરી છે. આ યોજના હેઠળ, સ્વદેશી/સ્થાનિક ઉત્પાદનોને પ્રદર્શિત કરવા, વેચવા અને ઉચ્ચ દૃશ્યતા પ્રદાન કરવા માટે રેલ્વે સ્ટેશનો પર OSOP […]

ડીલરોના નોંધાયેલા વાહનોના વેચાણ અને ખરીદીમાં પારદર્શિતા આવશે

નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયએ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે જેથી વેપાર કરવામાં સરળતા અને ડીલરો દ્વારા નોંધાયેલા વાહનોના વેચાણ અને ખરીદીમાં પારદર્શિતાને પ્રોત્સાહન મળે. ભારતમાં પૂર્વ-માલિકીનું કાર બજાર ધીમે ધીમે વિસ્તરી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં, ઓનલાઈન માર્કેટપ્લેસના આગમન, જે પૂર્વ-માલિકીના વાહનોની ખરીદી અને વેચાણ સાથે સંકળાયેલા છે, તેણે આ બજારને વધુ પ્રોત્સાહન […]

દેશમાં એક મહિનામાં ફોર વ્હીલર અને કોમર્શિયલ વાહનોના વેચાણમાં નોંધપાત્ર વધારો

નવી દિલ્હીઃ દેશમાં નવેમ્બર મહિનામાં ફોર વ્હીલર અને કોમર્શિયલ વાહનોના વેચાણમાં નોંધયાત્ર વધારો થયો છે. જ્યારે ટુ-વ્હીલર વાહનોના વેચાણમાં ગયા વર્ષના નવેમ્બર મહિનાની સરખામણીએ સામાન્ય ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર નવેમ્‍બર મહિનો ઓટોમોબાઈલ કંપનીઓ માટે અત્‍યાર સુધીનો શ્રેષ્ઠ મહિનો સાબિત થયો છે. મજબૂત માંગને કારણે આ સમયગાળા દરમિયાન રેકોર્ડ વાહનોનું વેચાણ […]

યુવાનોમાં ખાદીનો ક્રેઝ વધ્યો, નવી દિલ્હીમાં એક જ દિવસમાં રૂ. 1.34 કરોડનું સૌથી વધારે વેચાણ

નવી દિલ્હીઃ આ વર્ષે 2જી ઓક્ટોબરે, ખાદી ઈન્ડિયાના CP આઉટલેટે ફરી એકવાર એક જ દિવસમાં ખાદીના વેચાણનો નવો રેકોર્ડ બનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનો ખરીદવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પરથી અનેક પ્રસંગોએ અપીલ કરી છે અને આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો ઉલ્લેખ કર્યો છે, જે વર્ષ 2014 દરમિયાન સ્થિર ગતિએ હતું. […]

ગેરકાયદેસર સુવિધા અને વાયરલેસ જામરના વેચાણ મુદ્દે ઈ-કોમર્સ પ્લેટફોર્મને ચેતવણી

નવી દિલ્હીઃ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT), સંચાર મંત્રાલય, દ્વારા વાયરલેસ જામર અને બૂસ્ટર/ રીપીટર્સના યોગ્ય ઉપયોગ અંગે સામાન્ય જનતા માટે એક એડવાઈઝરી જારી કરી છે. આ ઉપરાંત ગેરકાયદે સુવિધા અને વાયરલેસ, જામરના વેચાણને લઈને કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ પ્લેટફોર્મને ચેતવણી આપી હતી. એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, સેલ્યુલર સિગ્નલ જામર, જીપીએસ બ્લોકર અથવા અન્ય સિગ્નલ જામિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code