1. Home
  2. Tag "school"

ગુજરાતઃ RTE હેઠળ ત્રીજા રાઉન્ડમાં વધુ 1353 બાળકોને પ્રવેશ અપાયો

અમદાવાદઃ RTE ACT-2009 હેઠળ રાજ્યમાં ત્રીજા રાઉન્ડમાં વધુ 1 હજાર 353 બાળકોને પ્રવેશ અપાયો છે. RTEના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓએ 3જી જૂન, 2024 સુધીમાં સંબંધિત શાળામાં રૂબરૂ જઈને જરૂરી આધાર પુરાવા રજૂ કરી પ્રવેશ મેળવવાનો રહેશે. RTE ACT-2009ની કલમ 12.1.(C) અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં […]

બેગુસરાયમાં કાળઝાળ ગરમી વચ્ચે સ્કૂલમાં 12થી વધારે વિદ્યાર્થિનીઓ બેભાન થઈને ઢળી પડી

નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેથી અનેક લોકોની તબીયત લથડી છે. દરમિયાન બિહારના બેગુસરાયમાં કાળઝાળ ગરમીને પગલે શાળામાં અભ્યાસ કરતી 12થી વધારે વિદ્યાર્થિનીઓ બેભાન થઈને ઢળી પડતા તંત્ર દોડતું થઈ ગયું છે. હાલ તમામની સારવાર ચાલી રહી છે. બીજી તરફ ગરમીને કારણે શાળાઓમાં રજા જાહેર કરવાની માંગણી ઉઠી છે. બેગુસરાયમાં વધી રહેલી […]

ગુજરાતઃ સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ, એક જ શિક્ષકવાળી 1606 પ્રાથમિક શાળાઓ

અમદાવાદઃ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે, ભૂલકાઓને પ્રાથમિક શિક્ષણ ઘર આંગણે જ પુરૂ પાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં એક જ શિક્ષક વાળી 1606 પ્રાથમિક શાળાઓ છે,જેમાં સત્વરે શિક્ષકો મૂકવામાં આવશે. આજે વિધાનસભા ખાતે રાજ્યમાં એક જ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓની વધુ શિક્ષકો મૂકવા અંગેના પ્રશ્નોના પ્રત્યુતરમાં મંત્રી ડિંડોરે ઉમેર્યું કે, […]

ગુજરાત: સરકારી શાળાઓમાં 22 જાન્યુઆરીએ બપોરે 2:30 સુધી રજા, શૈક્ષણિક કાર્ય બંધ રહેશે

અમદાવાદઃ 22 જાન્યુઆરી 2024 સોમવારના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરમાં ભવ્ય આયોજનો થઈ રહ્યા છે. સમગ્ર દેશ રામ નામ માં ખોવાયેલું છે. તો ગુજરાત રાજ્ય પણ રામ ભક્તિમાં રંગાયું છે. તો ગુજરાત રાજ્યમાં સરકારી કચેરીઓમાં અડધા દિવસની રજા જાહેર કરાઈ છે. રાજ્યની સરકારી કચેરીઓમાં 2:30 સુધી રજા જાહેર કરવામાં આવી છે. સાથે સરકારી […]

ઉત્તર પ્રદેશમાં 31 ડિસેમ્બરથી શિયાળાની રજાઓ જાહેર,14 જાન્યુઆરી સુધી શાળાઓ રહેશે બંધ

ઘણા રાજ્યોમાં શિયાળાની રજાઓ જાહેર ઉત્તર પ્રદેશમાં 31 ડિસેમ્બરથી રજાઓ જાહેર 14 જાન્યુઆરી સુધી શાળાઓ રહેશે બંધ દિલ્હી:દેશભરમાં તીવ્ર ઠંડીએ દસ્તક આપવાનું શરૂ કરી દીધું છે. શિયાળાને જોતા ઘણા રાજ્યોમાં શિયાળાની રજાઓ જાહેર કરવામાં આવી છે. આ શ્રેણીમાં ઉત્તર પ્રદેશના ડાયરેક્ટર જનરલ સ્કૂલ એજ્યુકેશન વિભાગે ઠંડીને ધ્યાનમાં રાખીને શિયાળાના વેકેશનને લગતી માહિતી જારી કરી છે. […]

બનાસકાંઠા જિલ્લા એથ્લેટિક્સ ગેમ્સઃ ભાભરની સ્કૂલના વિદ્યાર્થીએ 200 મીટર દોડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લામાં એથ્લેટિક્સ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગેમ્સમાં અંડર-14માં 200 મીટર દોડમાં ભાભરની સ્કૂલના વિદ્યાર્થીએ પ્રથમ ક્રમે મેળવીને સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. બનાસકાંઠા જિલ્લા એથ્લેટિક્સ ગેમ્સમાં ભાભરની સ્કૂલ રાધે ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અંડર 14ની 200 મીટર દોડમાં કમલેશ મહેશભાઈ ઠાકોરે પણ ભાગ લગાવ્યો હતો. અંડર 14ની 200 મીટરની દોડમાં […]

ગુજરાતઃ ધો-1થી 8ના વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટીને 2.8 ટકા પર પહોંચ્યો

અમદાવાદઃ સમાજમાં સાક્ષરતાના મહત્વને ઉજાગર કરવાના ઉદ્દેશથી દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ ‘આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ‘પ્રમોટિંગ લિટરસી ફોર અ વર્લ્ડ ઇન ટ્રાન્ઝિશન: બિલ્ડીંગ અ ફાઉન્ડેશન ફોર સસ્ટેનેબલ એન્ડ પીસફુલ સોસાયટીઝ’ (પરિવર્તનશીલ વિશ્વ માટે સાક્ષરતાને પ્રોત્સાહન આપવું: ટકાઉ અને શાંતિપૂર્ણ સમાજ માટે પાયાનું નિર્માણ) ના થીમ સાથે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય […]

બિહાર સરકારે કરી મોટી જાહેરાત, શાળાની રજાઓ ઘટાડીને 11 કરી

બિહાર સરકારે કરી મોટી જાહેરાત શાળાઓમાં રજાઓ ઘટાડી દેવામાં આવી 23 રજાઓને બદલે માત્ર 11 રજાઓ અપાશે  બિહારઃ રાજ્યની શાળાઓને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે. હવે બિહારની શાળાઓમાં રજાઓ ઘટાડી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગે મંગળવારે શાળાઓમાં સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીની રજાઓની નવી તારીખ જાહેર કરી હતી. આ અંતર્ગત હવે શાળાઓમાં 23 રજાઓને બદલે માત્ર […]

અમદાવાદઃ AMC સંચાલિત સ્કૂલનું નામ ‘શહીદ વીર મહિપાલસિંહ પ્રવીણસિંહ વાળા’ નામે નામાભિધાન કરાયું

અમદાવાદઃ સહકાર અને ગ્રામોદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત નિકોલ વિધાનસભા વિરાટનગર વોર્ડની ગુજરાતી માધ્યમની શાળા નંબર -૨નું ‘શહીદ વીર મહિપાલસિંહ પ્રવીણસિંહ વાળા’ તેમજ અંગ્રેજી માધ્યમની લીલા નગર પબ્લિક સ્કૂલનું ‘શહીદ વીર શશી પ્રભાકર વિરેન્દ્રસિંહ રાજપુત’ નામે નામાભિધાન કરવામાં આવ્યું છે. આ અવસરે મંત્રી જગદીશ વિશ્વકર્માએ […]

હરિયાણા:નૂહ હિંસાના 12 દિવસ બાદ આજથી શાળાઓ ખુલી,બસ સેવા પણ શરુ કરવામાં આવી

ચંડીગઢ: હરિયાણાના નૂહમાં શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, જે 31 જુલાઈના રોજ સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી ત્યારથી બંધ હતી, તે શુક્રવારે ખોલવામાં આવી છે. આ ઉપરાંત હરિયાણા રાજ્ય પરિવહન વિભાગની બસ સેવાઓ પણ સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં આવી છે. અધિકારીઓએ મુસ્લિમ ધર્મગુરુઓને તેમના ઘરે શુક્રવારની નમાજ અદા કરવા અને લોકોને તેનું પાલન કરવા પ્રોત્સાહિત કરવા વિનંતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code