સૌરાષ્ટ્રમાં મેઘમહેરઃ 6 કલાકમાં વઢવાણ અને ધ્રાંગધ્રામાં છ ઈંચ વરસાદ
ગાંધીનગર, 1 ઓગસ્ટ 2026: રાજ્યમાં ચોમાસાની સટાસટી વચ્ચે આજે સવારથી જ મેઘરાજાએ મન મૂકીને હેલી વરસાવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના માત્ર 6 કલાકના સમયગાળામાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ખાસ કરીને સુરેન્દ્રનગર અને મોરબી પંથકમાં […]


