1. Home
  2. Tag "ST Corporation"

એસટી નિગમમાં ડ્રાઈવર-કંડકટરોની 7404 જગ્યાઓ ભરાશે, ઉમેદવારો 6ઠ્ઠી સુધી અરજી કરી શકશે

ગાંધીનગરઃ એસ ટી નિગમ દ્વારા ડ્રાઇવર અને કંડક્ટરોની ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 7404 ડ્રાઇવર અને કંડક્ટરની ભરતી કરવામાં આવશે. જેના માટે ઉમેદવારો તારીખ 6ઠ્ઠી, સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે. જોકે ડ્રાઇવર અને કંડક્ટરોને પાંચ વર્ષ સુધી માસિક રૂપિયા 18500નું ફિક્સ વેતન આપવામાં આવશે. ગુજરાતમાં એસ ટી નિગમ દ્વારા તમામ ડિવિઝનમાં […]

બિપરજોય વાવાઝોડાને પગલે એસટી નિગમને 10 કરોડથી વધારે નુકસાનનો અંદાજ

અમદાવાદઃ કચ્છના દરિયાકાંઠે ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં વ્યાપક અસર થઈ હતી. વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે સૌરાષ્ટ્ર-કચ્છના અનેક ખેતરો ધોવાયાં હતા. એટલું જ નહીં મોટી સંખ્યામાં વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થયાં હતા. વાવાઝોડાને પગલે વીજ કંપનીને લગભગ 100 કરોડથી વધારે નુકશાનનો અંદાજ વ્યક્ત થઈ રહ્યો છે. […]

ST નિગમમાં અધિકારીઓની અનેક જગ્યાઓ ખાલી, વર્ગ-3 અને 4ના કર્મચારીઓને બઢતી આપો

અમદાવાદઃ રાજ્યના એસટી નિગમમાં અધિકારીઓની અનેક જગ્યાઓ ખલી છે. બીજીબાજુ વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓ ઘણા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ એસટીના કર્મચારી સંગઠનોએ રજુઆત કરને કર્મચારીઓને પ્રમોશન આપવાની માગ કરી હતી. હવે ચૂંટણી જાહેર થતાં આચારસંહિતા લાગુ પડી ગઈ છે. એટલે કર્મચારીઓને હંગામી ધોરણે પ્રમોશન આપી શકાય છે. […]

દિવાળીને લીધે એસટી નિગમના કર્મચારીઓને ઓક્ટોબરનો પગાર 10 દિવસ વહેલો ચુકવાશે

અમદાવાદઃ ઓક્ટોબર મહિનામાં 22મીથી 25મી દરમિયાન દિવાળીના તહેવારો છે, એટલે કે મહિનાના અંતમાં દિવાળીના તહેવારો આવતા હોવાથી રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 20મી ઓક્ટોબરે પગાર આપવાનો નિર્ણય લેવાયા બાદ હવે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર (એસટી)ના કર્મચારીઓને પણ ઓક્ટોબરનો પગાર 10 દિવસ વહેલા ચુકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

ચૂંટણી ટાણે જ આંદોલનની મોસમ, હવે STના કર્મચારીઓએ ચક્કાજામની ચીમકી આપી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે પાટનગરમાં આંદોલનની મોસમ ખીલી ઊઠી છે. જેમાં ભારતીય કિસાન સંધ, પૂર્વ સૈનિકો, વિદ્યાસહાયકની ભરતીના ઉમેદવારો, અને રાજ્ય સરકારના કર્મચારીઓ વગેરે પોતાના પડતર પ્રશ્નો માટે આંદોલનો કરી રહ્યા છે. ત્યારે એસટી નિગમના કર્મચારીઓએ પણ લડતનું બ્યુંગલ ફુક્યું છે. એસટી કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલને લઇને લડત આંદોલન શરૂ કરવામાં આવ્યું […]

ગુજરાતના ST નિગમના કર્મચારીના પ્રશ્નો નહીં ઉકેલાય તો 16મી જૂનથી હડતાળની ચીમકી

અમદાવાદઃ ગુજરાતમાં એસટી નિગમના કર્મચારીઓએ પણ સરકાર સામે બાંયો ચડાવી છે. કર્મચારીઓના યુનિયનો દ્વારા પડતર પ્રશ્નો  ઉકેલવાની સરકાર સમક્ષ અગાઉ અનેક વખત રજુઆતો પણ કરવામાં આવી હતી છતાં પણ પ્રશ્નો ન ઉકેલાતા એસટીના કર્મચારીઓએ 16મી જુનથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનું એલાન કર્યું છે. એટલે કે સરકાર માગણી નહીં સ્વીકારે તો 16મીથી એસટી બસના પૈડા […]

એસટી નિગમ દ્વારા ગાંધીનગર-અમદાવાદ, વડોદરા અને રાજકોટ વચ્ચે ઈલેક્ટ્રિક બસ દોડાવાશે

અમદાવાદઃ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયા બાદ હવે જાહેર પરિવહન સેવાના વાહનો પણ ઈલેક્ટ્રિક્સ (ઈવી)માં તબદિલ કરવામાં આવી રહ્યા છે. શહેરમાં બીઆરટીએસની કેટલીક બસો ઈલેક્ટ્રિક બનાવીને દોડાવવામાં આવી રહી ચે તેને સારીએવી સફળતા મળી છે.હવે એસટી નિગમ પણ ઈલેક્ટ્રિક બસ દોડાવવાનું આયોજન કરી રહી છે. રાજ્યના પાટનગર ગાંધીનગર એસ ટી ડેપોને ડિસેમ્બર સુધીમાં 20 […]

કોરાના કાળમાં એસ.ટી. નિગમને રૂ. 500 કરોડ કરતા વધુનું નુકશાન

અમદાવાદઃ ગુજરાતમાં લોકડાઉનના સમયમાં સદતર બસોનું પરિવહન બંધ હતું. તેમ છતાં રાજય સરકાર દ્વારા એસ.ટી. બસના કર્મયોગીઓનો નિયમિત પગાર કરવામાં આવ્યો છે. આ કોરાના કાળમાં એસ.ટી.ને આવક ન હોવાથી સરકારે લોક સુવિધા આપતાં એસ.ટી. નિગમની રૂપિયા 500 કરોડ કરતા વધુની નુકશાનીને ઉપાડી લીધી છે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. દહેગામ ખાતે રૂ. 6 […]

કોરોનાને લીધે એસ.ટી નિગમની હાલત વધુ કથળીઃ એસી લકઝરી બસ ખાલીખમ દોડે છે

અમદાવાદઃ કોરોનાને લીધે વેપાર ધંધાને જ નહીં પણ ગુજરાત એસટી નિગમને સારૂએવું નુકશાન થઈ રહ્યું છે. હાલ નિગમ દ્વારા લાંબા રૂટની એક્સપ્રેસ બસો જ દોડવાઈ રહી છે, જેમાં પણ પૂરતા પ્રવાસી મળતા ન હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.  જો કે, લોકલ રૂટ પર પૂરતાં મુસાફરો મળે તો જ તાલુકા મથકે બસો દોડાવાય છે. એસ.ટી નિગમની […]

ગુજરાત એસ.ટી.નિગમઃ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધી બસ નહીં દોડાવાય

કોરોનાને પગલે એસટીમાં મુસાફરોનો ઘટાડો એસટીની આવકમાં 45 ટકાનો ઘટાડો રાજસ્થાનથી આવતા મુસાફરોની 50 ટકા સંખ્યા ઘટી અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યાં હોવાથી તંત્ર દ્વારા નાઈટ કર્ફ્યુ સહિતના નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. દરમિયાન ગુજરાત એસ.ટી નિગમે કોરોનાના સંક્રમણને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code