1. Home
  2. Tag "st"

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમમાં સાત ઉચ્ચ અધિકારીઓની બદલી

અમદાવાદઃ ગુજરાતમાં શહેરી ઉપરાંત ગ્રામીણ જનતાને પરિવહનની સુવિધા મળી રહે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા એસટી બસ દોડાવવામાં આવે છે. દરમિયાન એસટી નિગમના સાત અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આગામી દિવસોમાં અન્ય અધિકારીઓની બદલીઓ કરવામાં આવે તેવી શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સેન્‍ટ્રલ ઓફિસના આર.ડી.ગળચરને ખરીદ નિયામક પદેથી મુખ્‍ય તાલીમ અને માનવ […]

જમ્મુ-કાશ્મીરના સીમાંકનમાં કાશ્મીરી પંડિતો અને ST માટે બેઠક અનામત, રાજકીયપક્ષોમાં સળવળાટ

ધરતી ઉપરના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિના સફાઈ માટે દેશની સુરક્ષા એજન્સીઓ અભિયાન ચલાવી રહી છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ પણ દેશના અન્ય રાજ્યોની જેમ વિકાસની હરણફાળ ભરી શકે તે દિશામાં કેન્દ્ર સરકાર કામગીરી કરી રહી છે. દરમિયાન તાજેતરમાં જ સીમાંકન પંચ દ્વારા તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના સીમાંકનનો અહેવાલ તાજેતરમાં જ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો હતો. […]

એસટીના કર્મચારીઓના 10મી મે સુધીમાં પ્રશ્નો નહીં ઉકેલાય તો આંદોલન કરવાની ચીમકી

અમદાવાદઃ  ગુજરાતમાં એસટી વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નો માટે છેલ્લા ઘણા સમયથી લડત આપી રહ્યા છે. દર વખતે પ્રશ્નો ઉકેલવાનું આશ્વાસન મળે છે, પણ પ્રશ્નો ઉકેલાતા નથી. છ માસ અગાઉ રાજયના એસ.ટી.નિગમના 40 હજાર કર્મચારીઓએ ત્રણે યુનિયનોની સંકલન સમિતિનાં આદેશ અનુસાર ડ્રાઈવર-કંડકટરોનાં ગ્રેડ-પે,  મોંઘવારી,  એરીયર્સ અને પગાર સહિતનાં પ્રશ્ર્નો અંગે રાજયવ્યાપી ધરણા-સૂત્રોચ્ચાર અને હડતાલનાં ઉગ્ર […]

રાજકોટ એસ.ટી.દ્વારા બિન સચિવાલય ક્લાર્કના પરીક્ષાર્થીઓ માટે 30 એક્સ્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય

રાજકોટઃ રાજ્યમાં આગમી તા. 24મીને રવિવારે બીન સચિવાલય કલાર્કની પરીક્ષા યોજાશે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજકોટમાં પણ ઘણાબધા કેન્દ્ર પર બીન સચિવાલય કલાર્કની ભરતી માટેની પરીક્ષા લેવામાં આવશે. તમામ કેન્દ્ર પર પુરતો પોલીસ બંદોબસ્ત મુકવામાં આવશે. પરીક્ષા પહેલા પ્રશ્ન પત્ર લીક ન થાય તે માટેની પુરતી તકેદારી રાખવામાં આવશે. આ […]

હોળી –ધૂળેટીના તહેવારોને લીધે એસટીમાં ટ્રાફિક વધતા હવે એક્સ્ટ્રા બસો દોડાવાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો ત્રીજો કાળ પણ સમાપ્ત થવાને આરે છે.હવે માત્ર ખૂબજ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે લગભગ તમામ નિયંત્રણો ઉઠાવી લીધા છે. તેથી જનજીવન પણ ધબકતું બની ગયું છે. જહેર પરિવહન સેવા પણ રાબેતા મુજબની બની ગઈ છે. જેમાં એસટીને સોરોએવો ટ્રાફિક મળી રહ્યો છે. હોળી અને ધૂળેટીના […]

ગુજરાતમાં એસટીના ડ્રાઈવર-કંડક્ટરો પર હૂમલા છતાં કાર્યવાહી નહીં, મંડળની CM ને રજુઆત

અમદાવાદઃ ગુજરાત વાહન વ્યવહાર વિભાગની બસમાં કંડકટર અને ડ્રાઈવરો ઉપર છેલ્લા દોઢ મહિનામાં અલગ અલગ સ્થાનો પર હુમલાની ઘટનાને લઇ એસટીના કર્મચારીઓમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મામલે ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નિગમના સત્તાધિશોને લેખિતમાં રજુઆત કરી કાર્યવાહી કરવા માંગ કરી છે. એટલું નહીં પરંતુ મંડળે અધિકારીઓ દ્વારા […]

લખતર નજીક એસટી અને ખાનગી બસ વચ્ચે અકસ્માતઃ એકનું મોત

સુરેન્દ્રનગર:   જિલ્લાના  લખતર- સુરેન્દ્રનગર  હાઇ- વે પર આજે સવારે એસટી બસ અને ખાનગી બસ વચ્ચે એક મોટો અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે સુરેન્દ્રનગરથી ઉપડેલી સુરેન્દ્રનગર અમદાવાદ બસ લખતર નજીક છરાદ ગામ પાસે  ખાનગી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં એક સાથે 15થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે હોસ્પિટલમાં લઈ જતી વખતે એક વ્યક્તિનું […]

મહારાષ્ટ્ર જતી બસનાં ભાડાંમાં 17 ટકા સુધીનો વધારો પણ, ગુજરાતમાં વધારે ભાડું નહીં ચૂકવવું પડે

અમદાવાદઃ ડીઝલના ભાવમાં તેતિંગ વધારા બાદ મહારાષ્ટ્ર એસટી નિગમે બસના ભાડાંમાં 17 ટકાનો વધારો કર્યો છે. જોકે, ગુજરાત એસટી નિગમે બસ ભાડામાં વધારો કર્યો નથી. એટલે મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં એસટી ભાડા ઓછા છે. મહારાષ્ટ્રની એસટી બસો ગુજરાતના શહેરો સાથે કનેક્ટેડ છે, એટલે વલસાડ, વડોદરા, અમદાવાદ, સુરત સહિતના શહેરો સાથે મુંબઈ, જલગાંવ સહિતના શહેરો સુધીની મહારાષ્ટ્રની […]

દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા એસટી 25 ટકા વધુ ભાડાં સાથે 1500 બસ દોડાવશે

અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે પોતાના માદરે વતન જવા માટે લોકો ટ્રેનોથી લઈને એસટી બસના બુકિંગ કરાવી રહ્યા છે. એસટી નિગમે પણ દિવાળીના તહેવારો દરમિયાન એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કર્યું છે.એસ.ટી નિગમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 25 ટકા વધુ ભાડા સાથે આ વખતે પણ 1500 બસો દોડાવવામાં […]

દિવાળીના તહેવારોને લીધે એસટી નિગમને ઘી-કેળા, બુકિંગ કરનારા પેસેન્જરોને સંખ્યા બમણી થઈ

અમદાવાદઃ રાજ્યમાં દિવાળીના તહેવારોને લઈને જાહેર પરિવહન સેવામાં ટ્રાફિક વધી રહ્યો છે. જેમાં એસટીએ એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કર્યું છે. અને એસટીમાં ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારા પેસેન્જરોની સંખ્યા સતત વધી રહી છે. જો કે ગત વર્ષે 2020માં કોરોનાને પગલે એસટી બસમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી હતી. તેમ છતાં ઓક્ટોબર 2020 દરમિયાન એસટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code