1. Home
  2. Tag "Supreme Court"

સુપ્રીમ કોર્ટ બુધવારે કેન્દ્ર પર એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવતી 14 રાજકીય પક્ષોની અરજી પર સુનાવણી કરશે

સુપ્રીમ કોર્ટ 14 રાજકીય પક્ષોની અરજી પર સુનાવણી કરશે કેન્દ્ર પર એજન્સીઓના દુરુપયોગનો લગાવ્યો આરોપ   દિલ્હી : સુપ્રીમ કોર્ટ બુધવારે કોંગ્રેસ સહિત 14 રાજકીય પક્ષોની અરજી પર સુનાવણી કરશે, જેમાં વિપક્ષી નેતાઓ સામે કેન્દ્રીય તપાસ એજન્સીઓના મનસ્વી ઉપયોગનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને ભવિષ્ય માટે માર્ગદર્શિકા માંગવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ […]

રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવે,સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

દિલ્હી : ‘રામ સેતુ’ને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવાની વિનંતી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. એડવોકેટ અશોક પાંડે દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે ત્યાં દિવાલ બાંધવા માટેના નિર્દેશની પણ માંગ કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે 20 માર્ચે કહ્યું હતું કે તે આ અરજીની સાથે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા […]

ઉત્તરપ્રદેશઃ અલ્હાબાદ હાઈકોર્ટ પરિસરમાં બનેલી મસ્જિદ હટાવાશે

નવી દિલ્હીઃ અલ્હાબાદ હાઈકોર્ટ પરિસરમાં બનેલી મસ્જિદને હટાવવાના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો છે. કોર્ટે મસ્જિદને હટાવવાનો વિરોધ કરતી અરજીઓને ફગાવી દીધી હતી. મસ્જિદ હટાવવા માટે ત્રણ મહિનાનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો નિર્ધારિત સમયની અંદર મસ્જિદને હટાવવામાં નહીં આવે તો હાઇકોર્ટ સહિત સંબંધિત સત્તાવાળાઓને બાંધકામને હટાવવા અથવા તોડી પાડવાનો […]

સમલૈંગિક લગ્નને કાયદેસર માન્યતા આપવાનો વિરોધ નોંધાવતી કેન્દ્રની સરકાર , સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી

કેન્દ્રએ સમલૈંગિક લગ્નનો કર્યો વિરોધ સુપ્રિમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને સમલૈંગિક લગ્નનો વિરોધ કર્યો દિલ્હીઃ- કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને સમલૈંગિક લગ્નનો વિરોધ કર્યો છે. કેન્દ્ર સરકારે એફિડેવિટમાં કહ્યું હતું કે સમલૈંગિક સંબંધ અને સામાન્ય સંબંધ સ્પષ્ટ રીતે અલગ છે, જેને સમાન ગણી શકાય નહીં. આ સહીત કેન્દ્ર સરકારે કહ્યું છે કે સમલૈંગિક […]

મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણુંક સીબીઆઈ ચીફની જેમ કરવી જોઈએઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણુંકને લઈને સુપ્રીમ કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સીઆઈબી ચીફની જેવી રીતે નિમણુંક કરાય છે તેવી જ રીતે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણુંક કરવા જોઈએ. કોર્ટે વધુમાં કહ્યું કે, એક કમિટી બને જેમાં પીએમ, લોકસભાના વિપક્ષના નેતા અને ચીફ જસ્ટીસ […]

કોંગ્રેસના નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, વચગાળાના જામીન મંજુર

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સર્વોચ્ચ અદાલતે કોંગ્રેસના નેતાના વચગાળાના જામીન મંજુર રાખ્યાં હતા.અસમ પોલીસની ધરપકડની સામે કોંગ્રેસના સિનિયર નેતા અભિષેક મનુ સંઘવીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. રાયપુર જતી ફ્લાઈટમાંથી તેમને નીચે ઉતારીને દિલ્હી પોલીસ તેમને લઈ ગઈ હતી અને અમસ પોલીસને સોંપ્યાં હતા. દિલ્હી […]

શિવસેનાનું નામ-નિશાન મામલે ચૂંટણી પંચના આદેશ ઉપર સુપ્રીમ કોર્ટે ના આપ્યો સ્ટે

નવી દિલ્હીઃ શિવસેનાનું નામ અને ચૂંટણી નિશાન મામલે ચૂંટણી પંચના નિર્ણય ઉપર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, અમે આદેશ ઉપર સ્ટે આપી નથી શકતા, આ પાર્ટીની અંદર એક અનુબંધાત્મક સંબંધ છે. ઉદ્ધવ ઠાકરેની અરજી પર સર્વોચ્ચ અદાલતે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ચૂંટણી પંચને નોટીસ આપી છે. તેમજ બે સપ્તાહમાં […]

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા સીટોના ​​સીમાંકનને સુપ્રીમ કોર્ટનું સમર્થન

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા સીટોના ​​સીમાંકનને સમર્થન આપ્યું છે. આ પ્રક્રિયાને પડકારતી અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે એમ પણ કહ્યું કે, કલમ 370ને નિષ્ક્રિય કર્યા પછી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના પુનર્ગઠનનો મુદ્દો તેની સાથે પેન્ડિંગ છે. તેમણે આ સુનાવણીમાં આ પાસાને ધ્યાનમાં લીધો નથી. શ્રીનગરના રહેવાસી હાજી અબ્દુલ ગની ખાન અને […]

સુપ્રીમ કોર્ટને મળશે વધુ બે નવા જજ,13 ફેબ્રુઆરીએ લેશે શપથ 

દિલ્હી:સુપ્રીમ કોર્ટને વધુ બે નવા જજ મળ્યા છે.સુપ્રીમ કોર્ટના બંને જજ 13 ફેબ્રુઆરીના રોજ  શપથ ગ્રહણ કરશે.ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સોમવારે જસ્ટિસ બિંદલ અને જસ્ટિસ કુમારને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેવડાવશે. જસ્ટિસ રાજેશ બિંદલ અને જસ્ટિસ અરવિંદ કુમાર સોમવારે, 13 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેશે.સર્વોચ્ચ અદાલતના વહીવટી એકમ દ્વારા જારી કરાયેલા પરિપત્ર […]

સુપ્રીમ કોર્ટના પાંચ નવા જજ 6 ફેબ્રુઆરીએ લેશે શપથ

સુપ્રીમ કોર્ટના જજ લેશે શપથ પાંચ નવા જજ કાલે લેશે શપથ ચીફ જસ્ટિસ લેવડાવશે શપથ દિલ્હી:કેન્દ્ર દ્વારા શનિવારે સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરાયેલા પાંચ નવા ન્યાયાધીશો 6 ફેબ્રુઆરીએ શપથ લેશે.સુપ્રીમ કોર્ટના સૂત્રોએ આ માહિતી આપી છે.તેમણે કહ્યું કે,ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટ પરિસરમાં એક સમારોહ દરમિયાન પાંચ જજોને શપથ લેવડાવશે. આ પહેલા દિવસે કાયદા મંત્રી કિરેન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code