1. Home
  2. Tag "Taja Samachar"

પંજાબ: સરહદ પારથી હથિયારોની દાણચોરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ, 2ની ધરપકડ

નવી દિલ્હીઃ પંજાબ પોલીસે સરહદ પારથી હથિયારોની દાણચોરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેમાં 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા ફિરોઝપુર પોલીસે ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોરી અને વિક્રમજીત સિંહ ઉર્ફે વિક્કીની ધરપકડ કરાઈ છે. બંને આરોપીઓ પાસેથી છ ગ્લોક 9mm પિસ્તોલ, 4 મેગ્ઝિન અને 4 જીવતા કારતૂસ મળી […]

મુંબઈમાં હથિયારો સાથે યુવકની ધરપકડ

પૂણેઃ મુંબઈની પંત નગર પોલીસે ઘાટકોપર વિસ્તારમાં મધ્યપ્રદેશના 24 વર્ષનાં યુવકની ધરપકડ કરી છે. યુવક પાસેથી 2 દેશી બનાવટની પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ જપ્ત કરાયા છે. આરોપી મધ્યપ્રદેશનો રહેવાસી છે. આરોપીનું નામ અજય કૈલાશ કાયતા છે. પોલીસે આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, કોર્ટે તેને 12 નવેમ્બર સુધી પોલીસ […]

INS સાવિત્રી મોઝામ્બિક પહોંચ્યું, દ્વિપક્ષીય દરિયાઈ સંબંધોને વેગ મળશે

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળનું ઓફશોર પેટ્રોલ વેસલ INS સાવિત્રી હિંદ મહાસાગર ક્ષેત્રમાં તેની વર્તમાન જમાવટના ભાગ રૂપે મોઝામ્બિકના પોર્ટ બેરા ખાતે પહોંચ્યું. મોઝામ્બિકન નૌકાદળના કર્મચારીઓ દ્વારા જહાજનું ઉષ્માભર્યું અને ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. આ સ્વાગત બંને દેશો વચ્ચેના ઊંડા ઐતિહાસિક સંબંધો અને મજબૂત દરિયાઈ સહયોગનું પ્રતીક છે. સંરક્ષણ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને આ […]

મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું

મુંબઈઃ મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે મંગળવારે ભારતીય શેરબજાર નીચા સ્તરે ખુલ્યું. સવારે 9:32 કલાકે, સેન્સેક્સ 191 પોઈન્ટ ઘટીને 83,332 પર ખુલ્યું હતું. નિફ્ટી 55 પોઈન્ટ ઘટીને 25,518 પર બંધ રહ્યો હતો. શરૂઆતના સત્રમાં નાણાકીય અને બેંકિંગ શેરોમાં ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી ફાઈનાન્શિયલ સર્વિસિસ 0.85 ટકા, નિફ્ટી પીએસયુ બેંક 0.71 ટકા, નિફ્ટી એનર્જી 0.31 ટકા, નિફ્ટી […]

શિયાળાનું સુપરફૂડ બીટ જ નહીં તેની છાલમાં પણ છે સુંદરતા અને આરોગ્યના રહસ્યો

શિયાળાના દિવસોમાં બીટને સુપરફૂડ ગણવામાં આવે છે. લોકો તેને જ્યુસ, સલાડ અને વિવિધ રીતે પોતાના આહારમાં સામેલ કરે છે. તેમાં પાણીની સારી માત્રા હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. સાથે સાથે તે ફાઈબર અને આયર્નનો ઉત્તમ સ્ત્રોત છે, જે હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ બને છે. પરંતુ મોટાભાગના લોકો બીટ છોલીને તેની છાલ ફેંકી […]

આગામી સમયમાં એઆઈ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધ પણ કરી શકશે

આગામી વર્ષોમાં કૃત્રિમ બુદ્ધિ (AI) ફક્ત ચેટબોટ્સ અથવા શોધ સાધનો સુધી મર્યાદિત રહેશે નહીં. અમેરિકન કૃત્રિમ બુદ્ધિ કંપની OpenAI કહે છે કે 2028 અને તે પછી, AI “મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધો” કરી શકશે જે અત્યાર સુધી ફક્ત માનવીઓ જ કરી શકતા હતા. કંપની અનુસાર, AI હાલમાં ફક્ત નાની શોધો કરવા સક્ષમ છે, પરંતુ આગામી વર્ષોમાં તેની ક્ષમતાઓ […]

શિયાળામાં આ પાંચ પ્રકારની ચટણીમાં સ્વાદમાં વધારાની સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક

ચટણી ભારતીય રસોઈનો અવિભાજ્ય ભાગ છે. ભોજનમાં સ્વાદ વધારવા સાથે આ આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે, કારણ કે ચટણીમાં તેલનો ઉપયોગ બહુ ઓછો થાય છે. કોથમી-પુદીના થી લઈને કાચી કેરી, આંબલી, નાળિયેર કે ટમેટાની ચટણી દરેકમાં છે પોષક તત્વો અને ઔષધીય ગુણ હોય છે. ખાસ કરીને શિયાળામાં બનેલી કેટલીક ચટણીઓ સ્વાદમાં તીખી પણ આરોગ્ય […]

લીલા મરચાનો હલવો : તીખાશ અને મીઠાશનો અનોખો મિલાપ, શિયાળામાં જરૂર અજમાવો આ નવીન ડેઝર્ટ રેસીપી

લીલા મરચા સામાન્ય રીતે તીખાશ માટે ઓળખાય છે તે ભોજનમાં સ્વાદ વધારવા માટે સલાડ, તડકા કે અથાણાંમાં ઉપયોગમાં લેવાય છે. પરંતુ શું તમે ક્યારેય લીલા મરચાનો હલવો* ખાધો છે? હા, આ અનોખી ડેઝર્ટ રેસીપીમાં તીખાશ અને મીઠાશનો એવો અદ્ભુત સમન્વય છે જે સ્વાદે અવિસ્મરણીય બને છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ લીલા મરચામાં વિટામિન C, વિટામિન […]

અમદાવાદમાં શ્રમિકોના યોજાયેલા મહાસંમેલનમાં સરકારની નીતિ-રીતિ સામે વિરોધ કરાયો

શ્રમિક આક્રોશ રેલીમાં કામદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા, ભારતીય મજદૂર સંઘ સંલગ્ન 161 યુનિયનો અને મહાસંઘ દ્વારા પ્રશ્નો ઉકેલવા માગ કરી, શ્રમિકોના વિવિધ પ્રશ્નોને લઈને કુલ 14 પ્રકારના આવેદનપત્રો તૈયાર કરાયા અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર આજે ભારતીય મજદૂર સંઘ દ્વારા દત્તોપંત ઠેંગડીજીની 106મી જન્મજયંતી નિમિત્તે મહાસંમેલનનું આયોજન કરાયુ હતુ. જેમાં ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલાં […]

કડીમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં 7 શ્રમિકો દટાયા, એકનું મોત

કડીના ભાવપુરા વિસ્તારમાં બની ઘટના, દટાયેલા તમામ મજુરોને બહાર કઢાયા, મકાનનું બાંધકામ ચાલતુ હતું ત્યારે બાજુના મકાનની જર્જરિત દીવાલ ધસી પડી અમદાવાદઃ મહેસાણા જિલ્લાના કડીના ભાવપુરા વિસ્તારમાં નવિન મકાનનું કામકાજ ચાલી રહ્યું હતું. અને શ્રમિકો કામ કરી રહ્યા હતા. ત્યારે બાજુના મકાનની જર્જરિત દીવાલ ધડાકા સાથે તૂટી પડતા 7 શ્રમિકો દીવાલના કાટમાળમાં દટાયા હતા. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code