1. Home
  2. Tag "tamil nadu"

તમિલનાડુમાં આજે ભારે વરસાદની સંભાવના,26 જિલ્લાઓમાં શાળા-કોલેજમાં રજા જાહેર કરાઈ   

ચેન્નાઈ:તમિલનાડુમાં આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.હવામાન વિભાગે પહેલાથી જ વરસાદને લઈને એલર્ટ જાહેર કરી દીધું હતું.હવામાનને જોતા ચેન્નાઈ સહિત રાજ્યના ઓછામાં ઓછા 26 જિલ્લાઓએ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે જણાવ્યું હતું કે,શ્રીલંકાના કિનારે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર આગામી 24 કલાક દરમિયાન વધુ […]

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજથી તમિલનાડુની બે દિવસીય મુલાકાતે,અહીં જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

દિલ્હી:ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજથી તમિલનાડુની બે દિવસીય મુલાકાતે જશે.આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યની પ્રતિષ્ઠિત હસ્તીઓ સાથે વાતચીત કરશે, પાર્ટીના નેતાઓને મળશે અને જાહેર સભાઓને સંબોધશે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં મોટો ફટકો ભોગવનાર રાજ્યમાં ભાજપ પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહી છે.અગાઉ 7 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધી રાજ્યમાં હતા, જેઓ કોંગ્રેસની ભારત જોડ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા […]

CM કેજરીવાલ 5 સપ્ટેમ્બરે તમિલનાડુની મુલાકાત લેશે,’સ્કૂલ ઓફ એક્સેલન્સ’નું કરશે ઉદ્ઘાટન

દિલ્હી:રાજધાનીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 5 સપ્ટેમ્બરે તમિલનાડુની મુલાકાત લેશે અને ત્યાં ‘સ્કૂલ ઓફ એક્સલન્સ’નું ઉદ્ઘાટન કરશે.અધિકારીઓએ જણાવ્યું કે,તમિલનાડુ સરકારે કેજરીવાલને આમંત્રણ આપ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે,દિલ્હીના મુખ્યમંત્રી 5 સપ્ટેમ્બરે તમિલનાડુની મુલાકાત લેશે. મુખ્યમંત્રી કેજરીવાલ તમિલનાડુ સરકારની ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’ અને 15 મોડલ સ્કૂલનું ઉદ્ઘાટન કરશે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આ વર્ષે એપ્રિલમાં દિલ્હીની એક […]

તમિલનાડુઃ પૂર્વ CM જયલલિતાના નિધન અંગે તપાસનો અહેવાલ પંચે સુપ્રત કર્યો

બેંગ્લોરઃ તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે.જયલલિતાના મૃત્યુ સાથે સંબંધિત તપાસનો અહેવાલ મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને સોંપવામાં આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મૃત્યુની ન્યાયીક તપાસ માટે પૂર્વ ન્યાયમૂર્તિ અરુમુગાસ્વામીની આગેવાનીમાં સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ તપાસ પૂર્ણ કરીને 590 પાનાનો અહેવાલ મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનને સીલબંધ કવરમાં સોંપ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નિધન બાદ અનેક સવાલો ઉભા થયા હતા. […]

ગુજરાત અને તમિલનાડુમાં PM મોદી 28 અને 29મીએ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ધાટન-લોકાર્પણ કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28-29 જુલાઈ, 2022ના રોજ ગુજરાત અને તમિલનાડુની મુલાકાત લેશે. 28 જુલાઈના રોજ બપોરે 12 વાગ્યાના વડાપ્રધાન સાબરકાંઠાની ગધોડા ચોકી ખાતે સાબર ડેરીના બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, પીએમ મોદી ચેન્નાઈ જશે અને લગભગ 6 વાગ્યે ચેન્નાઈના JLN ઈન્ડોર સ્ટેડિયમ ખાતે 44મા ચેસ ઓલિમ્પિયાડની ઘોષણા કરશે. 29મી જુલાઈના રોજ […]

તમિલનાડુઃ લગ્નમાં મૃત પિતાનું મીણનું પુતળુ જોઈ કન્યા થઈ ભાવુક

બેંગ્લોરઃ પિતા-પુત્રનો સંબંધ દુનિયાનો સૌથી અલગ હોય છે પિતા અને પુત્રી માટે બંને એકબીજા માટે વિશેષ હોય છે. દરમિયાન પિતા-પુત્રીના પ્રેમનો ભાવનાત્મક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તમિલનાડુમાં એક યુવતીના લગ્ન હતા. પરંતુ પિતાનું કોરોના કાળમાં અવસાન થયું હોવાથી યુવતી દુઃખી હતી. જો કે, પરિવારજનોએ યુવતીને એક સુંદર સરપ્રાઈઝ આપતા તેની ચહેરા ઉપર […]

તમિલનાડુઃ ટેરર ફંડીંગ મામલે એનઆઈએના વિવિધ સ્થળો ઉપર દરોડા

બેંગ્લોરઃ ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓને નાબુદ કરવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન તમિલનાડુમાં ટેરર ફંડીંગ મામલે નેશનલ ઈન્કવાયરી એજન્સી એટલે કે એનઆઈએ દ્વારા વિવિધ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યાં હતા. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ની ટીમે તમીલનાડુ અને પોંડીચેરીના અનેક વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા આતંકી ગતિવિધિ મામલે પાડ્યા હોવાનું પ્રાથમિક […]

તમિલનાડુમાં રૂ. 31,400 કરોડથી વધુના 11 પ્રોજેક્ટ્સ PM મોદી રાષ્ટ્રને અર્પણ કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મે 2022ના રોજ હૈદ્રાબાદ અને ચેન્નાઈની મુલાકાત લેશે. બપોરે લગભગ 2 વાગ્યે, પ્રધાનમંત્રી ISB હૈદ્રાબાદનાં 20 વર્ષ પૂરાં થવાની ઉજવણીમાં ભાગ લેશે અને 2022ના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (PGP) વર્ગના પદવીદાન સમારોહને સંબોધશે. સાંજે લગભગ 5:45 વાગ્યે, વડાપ્રધાન  ચેન્નાઈના JLN ઇન્ડોર સ્ટેડિયમમાં 31,400 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 11 પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ […]

તમિલનાડુઃ વીજ કરંટથી 11ના મોત અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત

નવી દિલ્હીઃ તમિલનાડુમાં એક મંદિરમાં શોભાયાત્રા દરમિયાન વીજકરંટ લાગવાથી 11 વ્યક્તિઓના મોત થયાં હતા. આ દૂર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરીને મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ મૃતકોના પરિવારજનોને રૂ. બે-બે લાખની સહાયની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને સારવાર માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 50 હજાર રૂપિયા આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર તંજાવુર […]

તમિલનાડુઃ મંદિરની રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના,વીજ કરંટ લાગવાથી બે બાળકો સહીત 10ના મોત 

 મંદિરની રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના વીજ કરંટ લાગવાથી બે બાળકો સહીત 10ના મોત પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્ય કર્યું શરુ ચેન્નાઈ:તમિલનાડુના તંજાવુરમાં કાલીમેડુ સ્થિત એક મંદિરમાં 10 લોકોને વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યા છે.આ અકસ્માતમાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.માહિતી મળતાં જ પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code