1. Home
  2. Tag "valsad"

મારી એબીસીડીની શરૂઆત A ફોર આદિવાસીથી થાય છે, આ ગુજરાત મેં બનાવ્યુ છે, વડાપ્રધાન મોદી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વલસાડ જિલ્લાથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. વલસાડ જિલ્લાના નાના પોંઢામાં યોજાયેલી ચૂંટણીસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, મારી ABCDની શરૂઆત A ફોર આદિવાસીથી થાય છે. સાથે કહ્યું હતું કે, મારી પાસે ગુજરાત ભાજપ જેટલો સમય માગશે તે આપવા હું તૈયાર છું. નરેન્દ્ર […]

વલસાડ નજીક વંદેભારત ટ્રેનના એન્જિન સાથે ગાય અથડાતા એન્જિનને મોટું નુકસાન

વલસાડ : ગાંધીનગર-અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થયેલી વંદેભારત ટ્રેનને સતત અકસ્માતોનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ અમદાવાદ અને આણંદ નજીક વંદે ભારત ટ્રેનના એન્જિન સાથે પશુ અથડાવવાના બનાવ બન્યા બાદ વંદેભારત ટ્રેનને ત્રીજીવાર અકસ્માત વલસાડના અતુલ નજીક નડ્યો હતો. ગાય આડે આવી જતા ટ્રેનના એન્જિનના આગળનો ભાગને સારૂએવું નુકશાન થયું હતુ. સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડના […]

વલસાડના દરિયામાં ભરતી અને ઊંચા મોજાને લીધે કરંટ, પાણી કાંઠા વિસ્તારના ગામોમાં ઘૂંસી ગયા

વલસાડઃ  ગુજરાતના દરિયામાં છેલ્લા સપ્તાહથી ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેમાં સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા ખૂબ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. કેટલાક બંદરો પર 1 નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. દરમિયાન ભરતી વખતે ગાંડાતૂર બનેલા દરિયાએ વલસાડના દાંતી ગામને ખેદાન મેદાન કરી નાખ્યું હતુ. ચારેકોર […]

પીએમ મોદી વલસાડના ધરમપુર ખાતે વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે પીએમ મોદી કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ  વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન અને શિલાન્યાસ  અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 ઓગસ્ટના રોજ સાંજે 4:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના વલસાડ જિલ્લામાં શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન વલસાડના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ આશરે […]

વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપૂરઃ નદી કિનારાના ગામોમાંથી 350નું સ્થળાંતર

અમદાવાદઃ વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં થયેલા ભારે વરસાદને પૂરની પરિસ્થિતી સર્જાવાની ભીતીને ધ્યાનમાં રાખી કલેક્ટરે તુરંત એક્શન મોડમાં આવી નગરપાલિકાની 6 ટીમ અને  NDRFની 1 ટીમ નીચાણવાળા વિસ્તારોમાં બચાવ કામગીરી માટે મોકલી હતી, દરમિયાન ઔરંગા નદીમાં આવેલા પૂરને કારણે વલસાડ શહેરના નદી કિનારે આવેલા બરૂડિયાવાડ, કાશ્મીર નગર, લીલાપોર, તરિયાવાડ, મોગરાવાડી છતરિયા જેવા નીચાણવાળા […]

ભારે વરસાદથી વલસાડ જીલ્લામાં ઓરંગા નદી બન્ને કાઠે વહેતી થઈ , નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થતા NDRFની ટીમ તૈનાત

ભારેવરસાદથી વલસાડ જીલ્લામાં ઓરંગા નદી એ જળ સપાટી વટાવી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ  બચાવ કાર્ય માટે NDRFની ટીમ તૈનાત અમદાવાદ – છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી અહી વરસાદ શરુ જ છે,છેલ્લા કેટલાક દિવસોથી વરસતા વરસાદના કારણે અહીની અનેક નાની મોટી નદીઓ […]

વલસાડના કાંજણ રણછોડ ગામની શાળામાં બાળકો ભણતા હતા ત્યારે છત તૂટી પડી, 41 બાળકોનો બચાવ

વલસાડઃ રાજ્યમાં અંતરિયાળ ગામોની અનેક શાળાઓના મકાનો જર્જિરિત બન્યા છે. જેમાં ચોમાસાની સીઝનમાં કેટલીક શાળાઓના બાળકો તો ભયના ઓથાર હેઠળ બણી રહ્યા છે. વલસાડ જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે કાજણ રણછોડ ગામની શાળાનો જર્જરિત ઓરડાંનો શેડ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 41 બાળકો 3 ઓરડાંમાં બેઠા હતા. તે દરમિયાન ઓરડાના શેડની છત […]

દમણગંગાની ખાડીમાં નહાવા પડેલા બે યુવકો ડૂબ્યા, વઘઈ પાસે ખાનગી બસનો અકસ્માત સર્જાયો

વલસાડઃ વાપીમાં દમણગંગાની ખાડીમાં નહાવા પડેલા બે યુવકો ડુબી ગયા છે. અન્ય લોકોએ તરવા જવા મનાઈ કર્યા બાદ પણ બંને યુવકો નદીમા ન્હાવા પડ્યા હતા. આખરે યુવકોની જીદને કારણે  તેમનો ભોગ લેવાયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ જિલ્લાના વાપીની દમણગંગા ખાંડીમાં 2 યુવકો ડૂબ્યા હતા. બંને યુવકો ડુંગરા દાદરી મોરાના રહેવાસી હતા. જેઓ કેટલાક યુવકો […]

વલસાડના અંતરિયાળ 174 ગામના 4.50 લાખ લોકોની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જૂનના રોજ એક વાર ફરી ગુજરાતની મુલાકાત લેશે અને પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ અનેક મોટા પ્રોજેક્ટ્સને ગુજરાતની જનતાને સમર્પિત કરશે, જેમાંનો એક એસ્ટોલ પ્રોજેક્ટ પણ છે, જેનું તેઓ ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 174 ગામડાઓ અને 1028 ફળિયાઓમાં રહેનારા 4.50 લાખ લોકોના જીવનમાં […]

દક્ષિણ ગુજરાતના વસલાડમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, અનેક સ્થળો ઉપર હળવો વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને ગઈકાલે રાજકોટ અને દક્ષિણ ગુજરાતના વલસાડ વરસાદ વરસ્યો હતો. દરમિયાન આજે સતત બીજા દિવસે પણ વલસાડમાં વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળે છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે લોકોએ કાળઝાળ ગરમીમાં રાહત અનુભવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર વલસાડ જિલ્લામાં આજે સતત બીજા દિવસે પણ વાતાવરણમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code