1. Home
  2. Tag "vande-bharat-train"

વલસાડના વાપી નજીક વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાતા ટ્રેનને રોકવી પડી

વલસાડઃ ગાંધીનગર- મુંબઈ વચ્ચે શરૂ કરાયેલી વંદે ભારત ટ્રેન સાથે ફસુ અથડાવવાના બનાવો બની રહ્યા છે. વંદે ભારત ટ્રેન જ્યારથી પાટા પટથી દોડતી થઈ છે ત્યારથી તેને અકસ્માતોનું ગ્રહણ લાગ્યું છે. ત્યારે વંદેભારત ટ્રેનને ફરી અકસ્માત નડ્યો છે. વલસાડના વાપી પાસે વંદે ભારત ટ્રેનની અડફેટે ગાય આવી ગઈ હતી. તેથી થોડા સમય સુધી ટ્રેન રોકવામાં […]

દેશમાં વધુ બે વંદે ભારત ટ્રેન દોડતી થશે, મુંબઈ-સોલાપુર અને મુંબઈ-સાંઈનગર શિરડી વંદે ભારત ટ્રેન દોડશે

મુંબઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્રની મુલાકાત લેશે. મુંબઈ-સોલાપુર વંદે ભારત ટ્રેન અને મુંબઈ-સાઈનગર શિરડી વંદે ભારત ટ્રેન, એ બે ટ્રેન છે જેને પીએમ મોદી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે લીલી ઝંડી બતાવશે. નવા ભારત માટે બહેતર, કાર્યક્ષમ અને પેસેન્જર મૈત્રીપૂર્ણ પરિવહન માળખાના નિર્માણના વિઝનને પરિપૂર્ણ કરવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું હશે. મુંબઈ-સોલાપુર […]

અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેનને મળતો ભરચક ટ્રાફિક, કાયમ 200થી વધુનું વેઈટિંગ

અમદાવાદઃ  મુંબઈ- અમદાવાદ વચ્ચે શરૂ  કરાયેલી સેમી હાઈસ્પીડ લક્ઝુરિયસ ટ્રેન વંદે ભારતને પુરતો ટ્રાફિક મળી રહ્યો છે. છેલ્લા ચારેક મહિનાથી નો-વેકન્સી જોવા મળી રહી છે. અને 200થી વધુ વેઈટિંગલિસ્ટ હોય છે. આમ વંદે ભારત ટ્રેન પેસેન્જરોની પહેલી પસંદ બની ગઈ છે. 1 ઓક્ટોબરે વંદે ભારત ટ્રેન શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી સતત 129 દિવસથી હાઉસફૂલ […]

મોટા શહેરોમાં વંદે ભારત ટ્રેનની જેમ વંદે મેટ્રો દોડાવાશે, બુલેટ ટ્રેન ઓગસ્ટ 2026 સુધીમાં દોડાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે બજેટમાં રેલ્વે માટે 2.40 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, રેલ્વે મંત્રીએ કહ્યું કે વિશ્વ ભારતને આશાવાદી દૃષ્ટિકોણથી જોઈ રહ્યું છે, કારણ કે તેમને માત્ર ભારત પાસેથી જ અપેક્ષાઓ છે. રેલવેને મળેલા બજેટના ખર્ચ કરવા અંગે તેમણે કહ્યું કે આ બજેટનો ઉપયોગ રેલવે સ્ટેશનોના વિકાસથી લઈને વંદે ભારત એક્સપ્રેસ, […]

દેશમાં 2023ના અંત સુધીમાં 200 વંદે ભારત ટ્રેન દોડતી કરાશેઃ રેલવે મંત્રી દર્શના જરદોશ

સુરતઃ ગાંધીનગર-મુંબઈ અને ત્યાર બાદ દેશના અન્ય સ્થળોએ શરૂ કરાયેલી વંદે ભારત ટ્રેનને પ્રવાસીઓ તરફથી સારોએવો પ્રતિસાદ મળ્યા બાદ હવે આ વર્ષના અંત સુધીમાં એટલે કે, 2023ના ડિસેમ્બર મહિના સુધીમાં દેશમાં વધુ 200 જેટલી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. એવો સંકેત રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશે આપ્યો હતો.આ સાથે તેમણે સમગ્ર ભારતમાં 400 વંદે […]

તાજેતરમાં જ પશ્વિમ બંગાળમાં શરુ થયેલી વંદેભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી – તપાસના આદેશ

વંદે ભારત ટ્રેન પર પત્થરમારાની ઘટનાસામે આવી તપાસના આદેશ આપવામાં આવ્યા આમ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે કોલકાતાઃ-  પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે  આવી છે. મીડિયા રિપોર્ટ્સની જો માનીએ તો , ન્યૂ જલપાઈગુડીથી હાવડા પરત ફરી રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના […]

ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનમાં પ્રવાસીઓનો ધસારો, મહિનામાં 9.21 કરોડની કમાણી

અમદાવાદઃ ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને પ્રવાસીઓને સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને ભરચક ટ્રાફિક મળી રહ્યો છે. મુંબઇ-ગાંધીનગર વચ્ચે દોડતી ત્રીજી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી ભાડાંની અર્થાત્ ટિકીટની આવક નવેમ્બર મહિનામાં રૂા. 9.21 કરોડે પહોંચી હતી. નવેમ્બરમાં મુંબઇથી ગાંધીનગર જવામાં રૂા. 4.49 કરોડની અને ગાંધીનગરથી મુંબઇની ભાડાંની આવક રૂા. 4.72 કરોડ […]

વંદે ભારત ટ્રેનને વારંવાર થતા અકસ્માતોને નિવારવા રેલેવની બન્ને ટ્રેકની સાઈડ પર બેરિયર લગાવાશે

અમદાવાદઃ ગાંધીનગર-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કર્યુ હતુ. આ ટ્રેન શરૂ થયા બાદ ટ્રેન સાથે પશુ અથડાવવાના પાંચ બનાવો બન્યા હતા. વારંવાર ટ્રેક પર પશુઓ આવી જતા હોવાથી અકસ્માતનો ભય રહેતો હોય છે. આથી રેલવે ટ્રેકની બન્ને બાજુ […]

વંદે ભારત ટ્રેનને ફરીવાર નડ્યો અકસ્માત, વાપી નજીક પશુની ટક્કરથી એન્જિનને થયું નુકશાન

વાપીઃ ગાંધીનગર-મુંબઈ વચ્ચે શરૂ કરાયેલી વંદે ભારત ટ્રેન સાથે પશુ અથડાવવાના બનાવો ફરી વાર બન્યા છે. વંદેભારત ટ્રેનના અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. હવે પાંચમીવાર વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. વાપી અને સંજાણની વચ્ચે વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનની વચ્ચે પશુ આવી જતા મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ પાસે થોભાવી હતી. જેથી ટ્રેન […]

વંદે ભારત ટ્રેનને ફરીવાર અકસ્માત નડ્યો, આણંદ પાસે ગાયની ટક્કરથી એન્જિનને નુકશાન

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ગાંધીનગર-મુંબઇ વચ્ચે હાઇસ્પીડ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી લોકાર્પણ કર્યું હતું. જો કે, સતત બે દિવસ ગુજરાતમાં આ ટ્રેનને બે વાર પશુ અથડાવવાથી અકસ્માત નડ્યો છે. જેમાં ગુરૂવાર અમદાવાદના વટવા પાસે ટ્રેનને બે ભેંસ અથડાઇ હતી અને તેના આગળના ભાગે નુકસાન થયું હતું. ત્યારબાદ શુક્રવારે ફરી આણંદના કણજરી પાસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code