1. Home
  2. Tag "will be built"

ગુજરાતઃ LGSF-અદ્યતન ટેકનોલોજીથી 607 જેટલા આંગણવાડી કેન્દ્રો અને નંદઘર નિર્માણ પામશે

ગાંધીનગરઃ આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે અને તેના જીવન ઘડતરનો મજબૂત પાયો નાખવાનું કામ આંગણવાડી કેન્દ્રો કરે છે. દેશનું ભવિષ્ય જ્યાંથી નિર્માણ પામે છે, તેવા આંગણવાડી કેન્દ્રોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ઇકોફ્રેન્ડલી બનાવીને પાયાની તમામ સુવિધાઓથી સુસજ્જ કરાવવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. બાળકોના ઘડતરમાં કોઈપણ પ્રકારની કચાસ ન રહે તે માટે રાજ્ય સરકાર નિરંતર પ્રયાસ […]

વિશ્વ સિંહ દિવસ: સાસણમાં સિંહ તેમજ અન્ય પ્રાણીઓની સારવાર માટે વિશ્વની નંબર વન હોસ્પિટલ બનાવાશે

અમદાવાદઃ આજે વિશ્વ સિંહ દિવસ. ગુજરાતીઓ માટે ગર્વનો દિવસ, ભારતભરના લોકો વનરાજ સિહને જોવા માટે ગુજરાતમાં આવે છે. સિંહ એ ગુજરાતની શાન છે, પરંતુ જંગલો કપાવાથી સિહ અવાર-નવાર રસ્તા પર આવી ચડે છે અને અકસ્માતનો ભોગ બને છે. આજ દિવસે ગુજરાતનાં વન મંત્રી મુળુભાઈ બેરાનું સિંહોની સુરક્ષાને લઇ નિવેદન આવ્યું. તેમણે કહ્યું કે, સિંહની સુરક્ષા માટે વન વિભાગ […]

મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ નજીક વિશાળ ક્રિકેટ સ્ટેડિયમ બનાવાશે

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ લોકોની ક્ષમતાની દૃષ્ટિએ ઘણું નાનું છે. વાનખેડે એક ઐતિહાસિક સ્ટેડિયમ હોવા છતાં હવે મુંબઈમાં નવું સ્ટેડિયમ બનાવવાની વિચારણા થઈ રહી છે. નવું સ્ટેડિયમ વાનખેડે કરતાં લગભગ 4 ગણું મોટું હશે, એટલે કે નવા સ્ટેડિયમની બેઠક ક્ષમતા વાનખેડે કરતાં લગભગ 4 ગણી વધારે હશે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ […]

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો બનાવાશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શપથ લીધાના એક દિવસ બાદ સોમવારે પહેલી કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લીધો. કેબિનેટે તેના પ્રથમ નિર્ણયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાનો બનાવવાની યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે લાયક પરિવારોની સંખ્યામાં વધારો થવાથી ઊભી થતી આવાસની જરૂરિયાતોને પહોંચી વળવા માટે 3 કરોડ […]

અમદાવાદને ઝીરો વેસ્ટ સિટી બનાવાશે, ડોર ટુ ડોર કચરો લેવા માટે GPS સાથે નવા વાહનો ફાળવાશે,

અમદાવાદઃ શહેરની વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. જેમાં શહેરભરમાંથી કચરો એકઠો કરીને તેના નિકાલનું કામ અધરૂ છે. શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ડોર ટૂ ડોર કચરો લેવામાં આવે છે. શહેરને ઝીરો વેસ્ટસિટી બનાવવા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જુના વાહનોની જગ્યાએ હવે જીપીએસ સિસ્ટમ સાથેના નવા અધ્યતન ટેકનોલોજીવાળા વાહનો મારફતે દરેક […]

દ્વારકામાં શ્રીકૃષ્ણની સૌથી ઊંચી પ્રતિમા બનાવાશે, હાઈ લેવલ કમિટીની રચના, જમીનનો સર્વે કરાયો

ગાંધીનગરઃ રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં વિશ્વની સૌથી ઊંચી ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા બનાવવાનું આયોજન છે.આ પ્રોજેક્ટના પ્રારંભિક કાર્યને પૂરું કરવા માટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં હાઈ-લેવલની કમિટીની રચના કરવામાં આવી છે, જેનો શિલાન્યાસ આ વર્ષના અંતમાં કરવામાં આવશે. 2022માં રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપના ઢંઢેરામાં આપવામાં આવેલા કેટલાક મુખ્ય વચનોમાંથી આ એક હતું. સરકારે દ્વારકા […]

સોમનાથનું રેલવે સ્ટેશન 157.4 કરોડના ખર્ચે વાસ્તુશિલ્પની ડિઝાઈન સાથે બનાવાશે,

વેરાવળઃ ભારતીય રેલવેએ દેશભરમાં 204 સ્ટેશનોની પુન:વિકાસ માટે પસંદગી કરી છે, જેમાંથી ત્રણ સ્ટેશનોના પુન:વિકાસની કામગીરી શરૂ થઇ ગઇ છે. જ્યારે 43 સ્ટેશનોનું કામ ચાલી રહ્યું છે. રેલવે મંત્રાલયે રેલવે સ્ટેશનોને આધુનિક સગવડોથી ભરપૂર વિશ્વસ્તરીય ટર્મિનલો રૂપે વિકસિત કરવાને વધારે મહત્ત્વ આપ્યું છે જેથી રેલવેના સામાન્ય યાત્રીઓને આરામદાયક, સુવિધાજનક અને સુખમય રેલયાત્રાનો અનુભવ થઇ શકે. […]

પીએમ આવાસ યોજનાઃ દેશના વિવિધ રાજ્યોમાં બે વર્ષમાં 40 લાખ આવાસ ઉભા કરાશે

નવી દિલ્હીઃ વડાપ્ર)ધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 31મી ડિસેમ્બર 2024 સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) ચાલુ રાખવા માટે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA)ની દરખાસ્તને મંજૂરી આપી છે જેમાં નાણાકીય સહાય ચુકવાય છે. 31મી માર્ચ 2022 પહેલાથી જ મંજૂર થયેલા 122.69 લાખ મકાનોને પૂર્ણ કરવા માટે સહાય પ્રદાન કરવામાં આવશે. PMAY-U: હાઉસિંગ ફોર ઓલ […]

ધરાઈ ડેમ નજીક 1041 કરોડના ખર્ચે દેશની સૌથી ઊંચી વેધશાળા બનાવાશે

ગાંધીનગરઃ નર્મદા ડેમ નજીક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી બાદ આધુનિક દુનિયાની વધુ એક વર્લ્ડ કલાસ અજાયબી ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમ પાસે આકાર લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચન બાદ ગુજરાત સરકારે ધરોઈ ખાતે અવકાશ વેધશાળા ગ્રહનક્ષત્રો તથા હવામાનમાં પરિવર્તનોનું નિરીક્ષણ કરવા માટેની ઇમારત કમ મનોરંજન માટેની ઈમારત ઊભી કરવાનો વિસ્તૃત પ્લાન તૈયાર કર્યેા […]

બી જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલ બનાવવાની ખાતરી અપાતા હડતાળ સમેટાઈ

અમદાવાદઃ શહેરની બી.જે. મેડિકલની કોલેજની જજર્રિત બની ગયેલી હોસ્ટેલના મામલે વિદ્યાર્થીઓ ઘણા સમયથી લડત આપી રહ્યા છે. જેમાં હોસ્પિટલના અને કોલેજના સત્તાધિશોએ ગર્લ્સ હોસ્ટેલના જર્જરીત સી બ્લોકના પાછળના ભાગે નવી બિલ્ડિંગ બનાવાની ખાતરી આપી અને અને વૈકલ્પિક વ્યવસ્થા કરાતાં તબીબી વિદ્યાર્થીઓએ રાત્રે હડતાળ પાછી ખેંચી હોવાનું બી.જે. મેડિકલના સત્તાવાળાઓએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code