1. Home
  2. Tag "World Cup final"

વર્લ્ડ કપ ફાઈનલનો ક્રેઝ: ટિકિટોના કાળાબજાર કરનાર ઝડપાયો

અમદાવાદ, 7 માર્ચ 2026: અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર આઈસીસી ટી-20 વર્લ્ડ કપ-2026ની ફાઈનલ મેચને લઈને ક્રિકેટ જગતમાં ભારે ઉત્તેજના વ્યાપેલી છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ક્રિકેટ પ્રેમીઓમાં જબરો ઉત્સાહ છે, પરંતુ આ ઉત્સાહનો ગેરફાયદો ઉઠાવી ટિકિટોનું કાળાબજાર (બ્લેક માર્કેટિંગ) કરતા તત્વો પણ સક્રિય થયા છે. […]

અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઈનલનો રોમાંચ: ભારત-ન્યૂઝીલેન્ડ જંગ માટે સ્ટેડિયમ અભેદ્ય કિલ્લામાં ફેરવાયું

અમદાવાદ, 7 માર્ચ 2026: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપની હાઈવોલ્ટેજ ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. 1લાખથી વધુ પ્રેક્ષકો અને અનેક વીવીઆઈપી મહેમાનોની હાજરીને ધ્યાને રાખીને અમદાવાદ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારોને સુરક્ષાના હેતુથી અભેદ્ય […]

IND U19 vs ENG U19: વૈભવ સૂર્યવંશી વર્લ્ડ કપ ફાઇનલમાં રચી શકે છે ઇતિહાસ

નવી દિલ્હી, 06 ફેબ્રુઆરી 2026: ભારતીય અંડર-19 ટીમ આજે ICC અંડર-19 વર્લ્ડ કપ 2026 ના ફાઇનલમાં ઇંગ્લેન્ડ અંડર-19 સામે ટકરાશે. આ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે બપોરે 1:00 વાગ્યે શરૂ થશે. ટોસ બપોરે 12:30 વાગ્યે થશે. આ મેચમાં, ભારતીય ટીમ છઠ્ઠી ટ્રોફી જીતવાનો લક્ષ્ય રાખશે. ફોર્મમાં ચાલી રહેલા ભારતીય ઓપનર વૈભવ સૂર્યવંશી ઇતિહાસ રચી શકે […]

વર્લ્ડકપની ફાયનલમાં ભારતનું સપનું તૂટ્યું, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી મળ્યો પરાજ્ય

અમદાવાદઃ  શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ  મેચ  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટોસ જીતી ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ભારતીય ટીમે 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા. ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે ટાર્ગેટને પૂર્ણ કરીને ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી લીધી […]

વર્લ્ડ કપ ફાઈનલ પહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ સીએમ કેજરીવાલે ટીમ ઈન્ડિયાને પાઠવી શુભેચ્છા  અરવિંદ કેજરીવાલે કહી આ વાત  દિલ્હી: અમદાવાદમાં રવિવારે રમાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ માટે પ્રાર્થનાઓનો દોર શરૂ થયો છે. રાજકીય પક્ષો પણ આનાથી અછૂત નથી. આ શ્રેણીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટીમ ઈન્ડિયાને દેશની જીત માટે અભિનંદન પાઠવ્યા છે. વર્લ્ડ […]

વર્લ્ડકપ ફાઈનલમાં ભારતના વિજય માટે ગુજરાતના મંદિરોમાં વિશેષ પૂજા, અને હવન કરાયાં

અમદાવાદઃ શહેરમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ ફાઈનલ મેચનો રસાકસીભર્યો મુકાબલો થશે. આ મેચમાં ભારતના વિજય માટે ગુજરાતના અનેક મંદિરોમાં શનિવારે વિશેષ પૂજા, પ્રાથના અને હવન યોજાયા હતા  ટીમ ઈન્ડિયા ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને વિશ્વ ચેમ્પિયન બને તેવી ક્રિકેટ ફેન્સ કામના કરી રહ્યાં છે. સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણીનગર દ્વારા સ્વામિનારાયણ ભગવાન […]

વર્લ્ડકપ ફાઈનલઃ અમદાવાદના સ્ટેડિયમમાં વિવિધ રંગારંગ કાર્યક્ર્મો યોજાશે

અમદાવાદઃ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાશે. બંને ટીમો પણ ફાઈનલને લઈને તૈયારીઓ કરી લીધી છે. BCCIએ પણ મેચને યાદગાર બનાવવાની તૈયારી કરી લીધી છે. BCCI અનુસાર, મેચ પહેલા ભારતીય વાયુસેનાની એરોબેટિક ટીમ સૂર્ય કિરણનો એર શો કરશે. ટોસ પછી તરત જ બપોરે 1:35 વાગ્યે ઇવેન્ટ શરૂ થશે. […]

વર્લ્ડકપની ફાઈનલ નિહાળવા માટે PM મોદી સહિત 100થી વધારે VVIP અમદાવાદ આવશે

અમદાવાદઃ આઈસીસી વર્લ્ડકપની ફાઇનલ મેચને નીહાળવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિ મંડળ ઉપસ્થિત રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી તથા અન્ય રાજ્યોમાં મુખ્યમંત્રી, સુપ્રીમ કોર્ટ અને વિવિધ રાજ્યોની હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ, દેશના જાણીતા ઉદ્યોગપતિઓ, ભારત સરકારના મંત્રીઓ, સિંગાપોર, અમેરિકા અને […]

વર્લ્ડકપ ફાઈનલઃ ઓસ્ટ્રેલિયન કેપ્ટને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીચનું નિરીક્ષણ કર્યું

અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં આવતીકાલે રવિવારે રમાનારી ફાઈનલને લઈને ભારત અને ઓસ્ટ્રેલિયન ટીમ દ્વારા તૈયારીઓ શરુ કરી લેવામાં આવી હતી. દરમિયાન ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીચ નીહાળી હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટને પીચ સારી હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં કેપ્ટને પીચનો ફોટોગ્રાફ પણ લીધો હતો. યજમાન ભારત અને 5 વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા […]

વર્લ્ડકપ ફાઈનલને લઈને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓ

અમદાવાદઃ આઈસીસી વર્લ્ડકપની બે ફાઈનલ ટીમ નક્કી થઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે અમદાવાદ સ્થિત દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમાશે. આ ફાઈનલને લઈને આઈસીસી, બીસીસીઆઈ અને જીસીએ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ ફાઈનલ મેચને નિહાળવા માટે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાની શકયતા છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ સુરક્ષાને લઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code